Translate to...

શહેરના 18 રેલવે ઓવરબ્રિજ તથા ફ્લાય ઓવરબ્રિજ નીચે પે એન્ડ પાર્ક બનાવવામાં આવશે

શહેરના 18 રેલવે ઓવરબ્રિજ તથા ફ્લાય ઓવરબ્રિજ નીચે પે એન્ડ પાર્ક બનાવવામાં આવશે




અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડીંગ કમિટીની આજે બેઠક મળી હતી. આ બેઠકમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણય મુજબ, શહેરના 18 રેલવે ઓવરબ્રિજ તથા ફ્લાય ઓવરબ્રિજ નીચે રેવન્યૂ શેરિંગ આધારિત પે એન્ડ પાર્ક બનાવવામાં આવશે. જેમાં 6500 ટુ વ્હીલર અને 760 ફોર વ્હીલર પાર્ક થઈ શકશે. ઉપરાંત બેઠકમાં 165 કરોડના 53 કામોમાંથી બે કામોને બાદ કરતાં 51 કામોને મંજૂરી આપવામાં આવી હતી. 75 લાખના ખર્ચે શાહીબાગથી એરપોર્ટ સુધીના રસ્તાનું નવીનીકરણ કરવામાં આવશે. આ સિવાય પાનના ગલ્લાં સીલ કરવા તેમ જ દંડની ઉઘરાવાતી વધુ રકમ અંગે ચોક્કસ નીતિ ઘડવા અંગે વહીવટી પાંખને સૂચના આપી હોવાનું સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન અમુલ ભટ્ટે જણાવ્યું હતું.

નહેરૂબ્રિજ પર એક કરોડના ખર્ચે ડેકોરેટિવ લાઇટીંગનું કામ મંજૂરકાંકરિયાની જેમ નહેરૂબ્રિજ પર એક કરોડના ખર્ચે ડેકોરેટિવ લાઇટીંગનું કામ મંજૂર કરી દીધું છે. જેનું પાંચ વર્ષ માટે ઓપરેશન અને મેઇન્ટનન્સ પણ થશે. જયારે વાસણા રંગસાગર પાસે આધુનિક AC સાંસ્કૃતિક કેન્દ્ર તથા રમત ગમત કેન્દ્ર પણ ઊભું કરવામાં આવશે. તેના માટે અગાઉ 4.18 કરોડનું ટેન્ડર મંજૂર કર્યું હતું. તેમાં 3 કરોડનો વધારો કરીને કુલ 7.30 કરોડ મંજૂર કરવામાં આવ્યા છે.

ભુવા પડતા અટકાવવા મથામણશહેરમાં ચોમાસામાં ત્રણ પ્રકારે ભુવા પડે છે. ભૂતકાળમાં થયેલા ડ્રેનેજ કે સ્ટ્રોમ વોટરના કામના કારણે રોડ બેસી જાય છે. તે જ રીતે પાણી અને ડ્રેનેજ લાઇનમાં લિકેજના કારણે જમીન પોચી થઇ જવાથી પણ ભુવા પડે છે. તેમજ મેનહોલ બેસી જવાના કારણે પણ ભુવા પડતાં હોય છે.નાનું બ્રેકડાઉન હોય તો તેને ત્વરિત રિપેરીંગ કરવા સૂચના આપી છે. જ્યારે મેનહોલવાળા ઇસ્યૂમાં RCCથી ચણતર કરવાનું થાય છે. તે અંગેની પ્રક્રિયા પણ ચાલુ છે.







pay and park will be constructed under 18 railway overbridges and fly overbridges of the ahmedabad