શહેરના મોટા ભાગના વિસ્તારોમાં પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે ભારે વરસાદ, આગામી 3 કલાકમાં હળવા વરસાદની આગાહી

શહેરના મોટા ભાગના વિસ્તારોમાં પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે ભારે વરસાદ, આગામી 3 કલાકમાં હળવા વરસાદની આગાહી



બપોર બાદઅમદાવાદ અને ગાંધીનગરના વાતાવરણમાં પલટો આવ્યો હતો. સાંજે ભારે પવન ફુંકાયો હતો અને વાદળછાયું વાતાવરણ થઈ ગયું હતું.સાથે સાથે ધૂળનીડમરીઓ ઉડતા વાહનચાલકો હેરાનપરેશાન પણ થઈ ગયા હતા. જો કે થોડીવારમાં જવીજળીના કડાકા ભડાકા સાથે ગાંધીનગર અને અમદાવાદમાં ભારે વરસાદ પણ શરૂ થયો હતો. હવામાન વિભાગે આગામી ત્રણ કલાકમાં અમદાવાદ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં વીજળી સાથે હળવા વરસાદની આગાહી કરી છે. તેમજ40 કિ.મી. સુધી પવન પણ ફુંકાવાની શક્યતા વ્યક્ત કરી છે.જ્યારે અડાલજમા ભારે વાવાઝોડા સાથે વરસાદ પડ્યો છે અને કાંકરીઓ ઉડી હતી. જેને પગલે કેટલાક વિસ્તારોમાં વીજળી પણ જતી રહી હતી.

વાસણાથી લઈ મેઘાણીનગર સહિતના વિસ્તારોમાં વરસાદઅમદાવાદનાવાસણા, વેજલપુર, રાણીપ, એસજી હાઇવે, ગોતા, ન્યુ રાણીપ, સાબરમતી, ચાંદખેડા, મોટેરા, રાણીપ, અખબારનગર, બોડકદેવ, સેટેલાઈટ, મણિનગર, નરોડા, કુબેરનગર, શાહીબાગ, મેઘાણીનગર,એરપોર્ટ અનેસરદારનગરમાં વરસાદ પડી રહ્યો છે.







ahmedabad climate change with strong winds and rain start