શહેરના પશ્ચિમ મહિલા પોલીસ સ્ટે.ના PSI શ્વેતા જાડેજાએ 35 લાખની ખંડણી માંગી, ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ

શહેરના પશ્ચિમ મહિલા પોલીસ સ્ટે.ના PSI શ્વેતા જાડેજાએ 35 લાખની ખંડણી માંગી, ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ



શહેરના પશ્ચિમ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા PSI એસ.એચ. જાડેજા (શ્વેતા જાડેજા)સામે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં ખંડણીની ફરિયાદ નોંધાઇ છે. મહિલા PSIએ બળાત્કાર કેસના આરોપી પાસેથી 35 લાખ રૂપિયાની માંગ કરી હતી. જેમાં 20 લાખ પડાવી લીધાં હતાં. ટુકડે ટુકડે આ રૂપિયા PSIએ પડાવ્યા હતા. મહિલા PSIની આ લાંચ મામલે ક્રાઈમ બ્રાન્ચમાં અરજી થઈ હતી. જેની તપાસ બાદ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ગુનો નોંધયો છે. મહિલા PSI સામેના ગુનાની તપાસ અમદાવાદ SOGને સોંપવામાં આવી છે SOGએ PSI જાડેજાની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.









PSI શ્વેતા જાડેજા