શહેરકોટડા PI વાળા અને વહિવટદાર રામસિંહની પોલીસ કમિશ્નર અને પોલીસવડા સુધી ફરિયાદ કરાઈ હતી

શહેરકોટડા PI વાળા અને વહિવટદાર રામસિંહની પોલીસ કમિશ્નર અને પોલીસવડા સુધી ફરિયાદ કરાઈ હતીશહેરકોટડા પોલીસ સ્ટેશનના પીઆઇ વી.ડી.વાળા અને વહીવટદાર રામસિંહ તેમજ વિજય પરમારના રહેમનજર હેઠળ ચાલતી ગેરકાયદે પ્રવૃત્તિ મામલે પોસ્ટર વિવાદમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓએ પીઆઇ વાળા અને વહીવટદારને બચાવી લીધાં છે. ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલતા હોવાના અનેક પુરાવા અને વીડિયો ઈમેલ અને વોટ્સએપથી આપવા છતાં પોલીસ અધિકારીઓએ પુરાવા ધ્યાને લીધાં ન હતા. સ્થાનિક નાગરિક દિનેશ ચૌહાણે એપ્રિલ માસમાં જ પોલીસ કમિશ્નર આશિષ ભાટિયા અને પોલીસવડા શિવાનંદ ઝાને દારૂના અડ્ડાઓ ચાલતા હોવાનો અને અન્ય વીડિયો મોકલ્યાં હતા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. જો દારૂ અને જુગારની રેડમાં PI ને સસ્પેન્ડ કરે તો આવા પોસ્ટર વિવાદ બાદ પણ કેમ તપાસ નહિ ??

(તત્કાલિન પોલીસ કમિશ્નર આશિષ ભાટિયાને પુરાવા મોક્યાં હોવાનો સ્થાનિક નાગરિક દિનેશ ચૌહાણનો દાવો)

અધિકારીઓ આ મામલે કોઇ બાબત સાંભળવા તૈયાર નથી શહેરકોટડા વિસ્તારમાં સ્થાનિક પીઆઇ વી.ડી વાળાની કામગીરી નિષ્ક્રિય હોવાને લઇ હવે સ્થાનિકોમાં વિરોધ બહાર આવી રહ્યો છે. ગેરકાયદેસર પ્રવૃત્તિ મામલે ઉચ્ચ અધિકારીઓને પુરાવા આપેલા હોવા છતાં તેઓ ધ્યાને લેવા તૈયાર ન હતા. બીજા બે- ચાર કેસ કરી પાસાની ધમકી આપી હતી. આડકતરી રીતે અન્ય કેસમાં ફિટ કરી દેવાની પણ ધમકી આપી હોવાનું જાણવા મળ્યું છે. અધિકારીઓ આ મામલે કોઇ બાબત સાંભળવા તૈયાર નથી.

(તત્કાલિન ડી.જી શિવાનંદ ઝાને પુરાવા મોક્યાં હોવાનો સ્થાનિક નાગરિક દિનેશ ચૌહાણનો દાવો)

શહેરકોટડા પોલીસ સ્ટેશનમાં ચાલુ રાખવા પીઆઇ વાળાએ પત્ર લખ્યો ઉચ્ચ પોલીસ અધિકારીઓ શા માટે પીઆઇ વી.ડી.વાળા અને વહીવટદાર રામસિંહને બચાવે છે. તેના પર સવાલ ઉભો થઇ રહ્યો છે. વિજય પરમારને પણ જિલ્લા કમાન્ડન્ટે બદલી કરી અન્ય જગ્યાએ મુકવા આદેશ કર્યો હોવા છતાં તેને શહેરકોટડા પોલીસ સ્ટેશનમાં ચાલુ રાખવા પીઆઇ વાળાએ પત્ર લખ્યો હતો.A complaint was lodged with the Commissioner of Police and the Chief of Police by Ramsinh, an administrator with Shaherkotda PI.