Translate to...

શતાયુ લેખક નગીનદાસ સંઘવી પંચમહાભૂતમાં વિલીન,કામરેજના અંબોલીમાં અંતિમસંસ્કાર કરાયા

શતાયુ લેખક નગીનદાસ સંઘવી પંચમહાભૂતમાં વિલીન,કામરેજના અંબોલીમાં અંતિમસંસ્કાર કરાયા



શતાયુ લેખક નગીનદાસ સંઘવીનું રવિવારે અવસાન થતાં તેમના સોમવાર અંતિમસંસ્કાર કરવામાં આવ્યાં છે. કામરેજ નજીક આવેલા અંબોલી ગામના કૈલાસધામ સ્મશાનભૂમિમાં અગ્નિસંસ્કાર કરવામાં આવ્યાં છે. નજીકના સગા સંબંધીઓ સહિતના ગણતરીના લોકોની હાજરીમાં નગીદાસ સંઘવી પંચમહાભૂતમાં વિલીન થયા છે. અંતિમ સંસ્કાર વખતે તેમની બન્ને દીકરીઓ દૌહિત્ર સહિતના ગણતરીના લોકો હાજર રહ્યા. તેમની અંતિમ યાત્રા સવારે સાત વાગ્યે બુરહાની હોસ્પિટલ, મહિઘરપુરા જીપીઓની સામેથી નીકળીને કૈલાસધામ આંબોલી પહોંચી જ્યાં નજીકના લોકોએ ભારે હૈયે અંતિમ સંસ્કાર કર્યા.

કૈલાસધામ સ્મશાનભૂમિમાં નગીનદાસ સંઘવીની અંતિમક્રિયા કરવામાં આવી હતી.

હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધાનગીનદાસ સંઘવીને સોમવારે શ્વાસ લેવામાં તકલીફ પડતાં તેમને મહિધરપુરા બુરહાની હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યાં હતાં. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન બપોર બાદ સાડા ત્રણ વાગ્યા આસપાસ અંતિમ શ્વાસ લીધા હતાં. તેમના નિધનના પગલે પત્રકારત્વ જગતમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું હતું.

નજીકના સંબંધીઓ અને લોકોની હાજરીમાં નગીનદાસ સંઘવીના અંતિમ સંસ્કાર કરાયા હતાં.

ભાવનગરમાં જન્મ અને સુરતમાં અવસાનનગીનદાસ સંઘવીનો જન્મ 10 માર્ચ 1920ના રોજ ભાવનગરમાં થયો હતો. તેમણે ભાવનગરની ખ્યાતનામ શામળદાસ કોલેજમાં BA કર્યું હતું. અભ્યાસ દરમિયાન તેમને સરદાર પટેલને સાંભળવાની તક મળેલી. તેમણે 1951થી 1980 સુધી મુંબઈની ત્રણ કોલેજોમાં પ્રાધ્યાપક તરીકે સેવા આપી હતી.જ્યારે 1944માં તેમણે મુંબઈની એક જાહેરખબર એજન્સીમાં 30 રૂપિયાના પગાર સાથે ટાઈપિસ્ટ તરીકે નોકરી કરેલી. થોડો સમય વીમા એજન્ટ તરીકે પણ કામ કર્યું હતું. નગીનદાસ સંઘવી દિવ્યભાસ્કર માટે તડ અને ફડ કટાર લખતા હતા.







નગીનદાસ સંઘવીનો મૃતદેહ નજીકના સંબંધીઓ અને ગણતરીના લોકોની હાજરી વચ્ચે પંચમહાભૂતમાં વિલીન થયો.