Translate to...

શકુંતલા દેવી: એક ગણિતજ્ઞ અને એસ્ટ્રોલોજર જેમણે કમ્પ્યૂટરને હરાવ્યું; 2013માં જ આગાહી કરી હતી કે મોદી પ્રધાનમંત્રી બનશે

શકુંતલા દેવી: એક ગણિતજ્ઞ અને એસ્ટ્રોલોજર જેમણે કમ્પ્યૂટરને હરાવ્યું; 2013માં જ આગાહી કરી હતી કે મોદી પ્રધાનમંત્રી બનશે
એમેઝોન પ્રાઈમ વીડિયોઝ ઉપર શુક્રવારે શકુંતલા દેવી (4 નવેમ્બર 1929-21 એપ્રિલ 2013)ના જીવન ઉપર બનેલી બાયોપિક રિલીઝ થઈ. 'હ્યુમન કમ્પ્યૂટર'ના નામે ઓળખાતી શકુંતલા દેવીએ ગણિતના મોટા મોટા કોયડાઓને સેકન્ડમાં સોલ્વ કર્યા છે. તેમના ઉપર ઘણી શોધ થઈ. તેમના મગજની ક્ષમતાને માપવામાં આવી. પરંતુ કહેવાય છે કે દરેક ગણિતનો ઉકેલ સંખ્યામાં જ હોય છે.

વિશ્વ માટે શકુંતલા દેવી જીનિયસ હતી. એક એવી ગણિતવિદ્વાન જે 13 આંકડાવાળી બે નંબરનો ગુણાકારનો જવાબ માત્ર 28 સેકન્ડમાં કહી દેતા હતા. તેઓ ક્યારેય સ્કૂલે ગયા નથી. બાદમાં તેઓ એસ્ટ્રોલોજર પણ બન્યા હતા. કોયડાઓ, રેસિપી અને મર્ડ્ર મિસ્ટ્રી ઉપર બુક પણ લખી. એટલું જ નહીં 1977માં ભારતમાં હોમોસેક્સુઅલિટી પુસ્તક પણ લખ્યું.

શકુંતલા દેવી વિશે ઘણા સવાલો છે. હા, વિદેશમાં તેમને દેવી કહીને જ બોલાવાતા હતા. તેઓ ક્યારેય સ્કૂલ ગયા ન હતા, તો ગણિતના મોટા મોટા કોયડા કેવી રીતે સોલ્વ કરી લેતા હતા?

આવો પહેલા જાણીએ હ્યુમન કમ્પ્યૂટરની ગણિત પ્રતિભાને

વાત 1930ના દસકની છે, જ્યારે શકુંતલા દેવીની પ્રતિભા સામે આવી. તેઓએ મોટા મોટા નંબરોના ક્યૂબ રૂટ અમુક સેકન્ડમાં કહીને સનસનાટી ફેલાવી દીધી. કોઈ છોકરી સ્કૂલે ગયા વગર આટલી સરળતાથી ગણિતના મોટા કોયડાનો ઉકેલ કેવી રીતે જણાવી શકે?તેમની ગણિતની પ્રતિભાનું રહસ્ય જાણવા માટે 1988માં યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા-બાર્કલેમાં સાયકોલોજિસ્ટ આર્થર જેનસને તપાસ કરી.આ દરમિયાન શકુંતલા દેવીએ 95,443,993 (જવાબ 457)નું ક્યૂબ રૂટ 2 સેકન્ડમાં જણાવી દીધું. આ રીતે 204,336,469 (જવાબ 589)નું ક્યૂબ રૂટ માત્ર પાંચ સેકન્ડમાં અને 2,373,927,704 (જવાબ 1334)નું ક્યૂબ રૂટ માત્ર 10 સેકન્ડમાં જણાવી દીધું.બાર્કલેએ ટેસ્ટમાં 455,762,531,836,562,695,930,666,032,734,375 (જવાબ 46,295)નું 27મું રૂટ તેઓએ માત્ર 40 સેકન્ડમાં જણાવી દીધું હતું. એનો અર્થ એ થયો કે 46,295નો જ્યારે 27 વાર ગુણાકાર કરીએ તો 33 આંકડા વાળો નંબર આવે.એટલું જ નહીં 1982માં મોટા-મોટા આંકડાનો ગુણાકાર કરવાની ક્ષમતા ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ નોંધાઈ હતી. ઈમ્પીરિયલ કોલેજમાં 18 જૂન 1980ના રોજ તેઓએ 13 આંકડાવાળી બે સંખ્યાનો ગુણાકાર કર્યો હતો.આ નંબર હતા- 7,686,369,774,870 × 2,465,099,745,779 અને તેઓએ માત્ર 28 સેકન્ડમાં જવાબ આપ્યો 18,947,668,177,995,426,462,773,730, એ પણ સટીક.ગત સદીની કોઈપણ તારીખને વર્ષ સાથે કહો તો તેઓ જણાવી દેતા હતા કે કયો દિવસ હતો. ઉદાહરણ તરીકે તમે એમને કહો કે 18 ઓક્ટોબર 1987ના રોજ કયો વાર હતો તો તે જણાવી દે કે બુધવાર.બાર્કલે ટેસ્ટમાં એ પણ સામે આવ્યું કે તેઓ જવાબ એટલા ઝડપથી આપતા હતા કે તમને સ્ટોપ વોચ શરૂ કરવાનો પણ સમય મળતો ન હતો.

આખરે તેમણે આ બધુ શીખ્યું કેવી રીતે?

શકુંતલાના પિતા એક સર્કસ પરફોર્મર હતા. તેઓ ત્રણ વર્ષના હતા ત્યારથી માતા-પિતા સાથે ફરતા હતા. ગંજીપાની રમત દેખાડતા દેખાડતા તેઓએ પોતાની ગણતરી કરવાની ક્ષમતા વિકસાવી લીધી.એકવાર તેઓએ સટીક ક્યૂબ રૂટ કાઢવાનું શરૂ કર્યું તો તેઓએ પોતાની સ્કિલને પ્રસ્તુત કરવાની શરૂઆત કરી હતી. ટીનએજમાં તેઓએ સમગ્ર વિશ્વમાં ફરીને શો કરવાના શરૂ કરી દીધા હતા. એ પણ કોલેજ અને યુનિવર્સિટીમાં.

અંતે તેઓ આટલું ગણતરી કેવી રીતે કરી લેતા હતા?

1988માં યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા-બાર્કલેમાં ટેસ્ટના રિપોર્ટમાં મોટાભાગના સવાલોના જવાબ મળી જાય છે. સાયકોલોજિસ્ટ જેનસને 1990માં જર્નલ ઈન્ટેલિજેન્સમાં તેના પરીણામ પ્રસિદ્ધ કર્યા હતા.ટૂંકમાં કહીએ તો જેનસેનને પણ કોઈ નક્કર જવાબ મળ્યા ન હતા. તેઓએ પોતાના રિપોર્ટમાં લખ્યું હતું કે શકુંતલા દેવીની ક્ષમતા દુર્લભ છે. જે પણ ટેસ્ટ કરાયા, કોઈ કહીં ન શક્યું કે તેમની સવાલ સોલ્વ કરવાની ક્ષમતા શું છે.જેનસને લખ્યું છે કે દેવીની નંબરોને જોવાની દ્રષ્ટિ જ અલગ છે. તેઓ સામાન્ય લોકો જેવા નથી. તેઓ સેકન્ડમાં જ અઘરા નંબરોને સરળ બનાવી દે છે.

તો શું પોતાની ટ્રિક્સ વિશે દેવીએ કંઈ લખ્યું છે?

હા, 'ફિગરિંગ: ધ જોય ઓફ મેથેમેટિક્સ'માં તેઓએ ગુણાકાર કરવાની રીત બતાવી છે.તેઓએ એ પણ જણાવ્યું છે કે તારીખના આધારે વાર કઈ રીતે કહી શકાય.

શકુંતલા દેવીની બીજી શું વિશેષતા હતી?

શકુંતલા દેવીએ પોતાની ગણિતીય પ્રતિભાના આધારે એસ્ટ્રોલોજીમાં હાથ અજમાવ્યો અને સફળતા મેળી. 1980માં ઈન્દિરા ગાંધીને મેડક સંસદીય સીટ ઉપર પડકાર આપ્યો. પરંતુ માત્ર 6514 મત મળ્યા.એક ઈન્ટરવ્યુમાં તેમની પુત્રીએ કહ્યું હતું કે મારી માતાને લાગતું હતું કે માણસના મગજમાં કમ્પ્યૂટર કરતા વધારે ક્ષમતા છે. તેને નિખારવાની જરૂર છે.

શકુંતલા દેવીની પુત્રીએ માતા વિશે શું કહ્યું?

શકુંતલા દેવીની પુત્રી અનુપમા પોતાના પતિ અજય સાથે લંડન રહે છે. તેમણે ડાયરેક્ટર અનુ મેનનને બોયોપિક બનાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું. તેમનું કહેવું છે કે સામાન્ય રીતે જીનિયસ બોરિંગ હોય છે, પરંતુ મારી માતા આવી ન હતી.અજય કહે છે કે તેઓ બિંદાસ રહેતા હતા. પાર્ટી કરતા હતા. તેમના હજારો મિત્ર હતા. તેમને વાત કરવી સારી લાગતી હતી. તેઓ ડાન્સ પણ કરતા હતા.

એસ્ટ્રોલોજર તરીકે કેવી રીતે જાણિતા બન્યા?

અનુપમા જણાવે છે કે હું બેંગલુરુમાં અજયને મળી તો તે જાણી ગઈ હતી કે મારા લગ્ન તેની સાથે થશે.અજય કહે છે કે ફેબ્રુઆરી 2013માં તેમણે કહ્યું હતું કે તેઓ લંડન જઈ શકશે નહીં અને પોતાની પુત્રીને ક્યારેય જોઈ શકશે નહીં અને એપ્રિલમાં તેમનું નિધન થઈ ગયું.અજયનો દાવો છે કે 2013માં પોતાના મોત પહેલા તેમણે આગાહી કરી હતી કે નરેન્દ્ર મોદી એક દિવસ દેશના પ્રધાનમંત્રી બનશે. તેમના મોત બાદ મોદી પીએમ પણ બન્યા.

Shakuntala Devi: A mathematician and astrologer who beat the computer; In 2013, it was predicted that Modi would become the Prime Minister