ઇંગ્લેન્ડ અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે ત્રણ ટેસ્ટની સીરિઝની બીજી મેચ આવતીકાલથી માન્ચેસ્ટરમાં રમાશે. વેસ્ટ ઇન્ડીઝ આ મેચ જીતે તો ઇંગ્લેન્ડમાં 32 વર્ષ પછી ટેસ્ટ સીરિઝ જીતશે. છેલ્લે વેસ્ટ ઇન્ડીઝે 1988માં ઇંગ્લેન્ડને તેના ઘરે 5 ટેસ્ટની સીરિઝમાં 4-0થી હરાવ્યું હતું.
કોરોના વચ્ચે રમાઈ રહેલી વર્તમાન 3 ટેસ્ટ મેચની શ્રેણીની પ્રથમ મેચમાં વેસ્ટ ઇન્ડીઝે ઇંગ્લેન્ડને 4 વિકેટે હરાવી 1-0થી લીડ મેળવી લીધી છે. આ મેચની પ્રથમ ઇનિંગમાં 4 વિકેટ અને બીજી ઇનિંગમાં 5 વિકેટ ઝડપનાર શેનોન ગેબ્રિયલ મેચનો ધ મેચ બન્યો હતો.
હેડ-ટૂ-હેડઇંગ્લેન્ડ અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે અત્યાર સુધીમાં 158 ટેસ્ટ મેચ રમાઈ છે. તેમાંથી ઇંગ્લેન્ડ 49 ટેસ્ટ જીત્યું, 58 હાર્યું અને 51 મેચ ડ્રો રહી હતી. તે જ સમયે, ઇંગ્લિશ ટીમે ઘરમાં વિન્ડિઝ સામેની 87 મેચમાંથી 34 મેચ જીતી અને 31 હારીછે. જ્યારે 22 મેચ ડ્રો થઈ છે.
વેધર રિપોર્ટ:સાઉથહેમ્પટનમાં પ્રથમ બે દિવસ વરસાદના કારણે ધોવાઈ ગયા હતા, પરંતુ માન્ચેસ્ટરમાં આવું બનશે નહીં. અહીં પ્રથમ દિવસે વાદળછાયું વાતાવરણ રહેશે, પરંતુ પછીના 4 દિવસ વરસાદની કોઈ સંભાવના નથી.
પિચ રિપોર્ટ:માન્ચેસ્ટરની પિચ પર ફાસ્ટ બોલર્સને મદદ મળશે. ટોસ જીતનાર ટીમ પ્રથમ બેટિંગ કરવાનું પસંદ કરશે. પ્રથમ બેટિંગ કરનાર ટીમનો સક્સેસ રેટ 37.97% રહ્યો છે. આ મેદાન પર 79 ટેસ્ટ રમાઈ છે, તેમાંથી 30 મેચ પ્રથમ બેટિંગ કરનાર ટીમે જીતી છે અને 14 હારી છે.
આ સ્ટેડિયમમાં કુલ ટેસ્ટ:79
પ્રથમ બેટિંગ કરનાર ટીમ જીતી: 30 પ્રથમ બોલિંગ કરનાર જીતી: 14 ફર્સ્ટ ઇનિંગ્સ એવરેજ સ્કોર: 333 બીજી ઇનિંગ્સ એવરેજ સ્કોર: 270 ત્રીજી ઇનિંગ્સ એવરેજ સ્કોર: 229 ચોથી ઇનિંગ્સ એવરેજ સ્કોર: 166કેપ્ટન જો રૂટની વાપસી થશેઆ મેચમાં રેગ્યુલર કેપ્ટન જો રૂટની વાપસી થશે. રૂટ પિતા બન્યો છે. આ કારણે તે બ્રેક પર હતો અને પહેલી ટેસ્ટ નહોતો રમ્યો. રૂટની પત્ની કેરી કોટરેલે 7 જુલાઈએ દીકરીને જન્મ આપ્યો છે. તેમને એક દીકરો અલ્ફ્રેડ વિલિયમ (3) છે. રૂટ ટીમ સાથે જોડાતાં આવતી મેચમાં જોઇ ડેન્લીને બહાર કરવામાં આવે તેવી પ્રબળ સંભાવના છે.
બંને ટીમોવેસ્ટ ઇન્ડીઝ:જેસન હોલ્ડર (કેપ્ટન), શેન ડાઉરિચ (વિકેટકીપર), જર્મેન બ્લેકવુડ, નકરમાહ બોનર, ક્રેગ બ્રેથવેટ, એસ બ્રુક્સ, જોન કેમ્પબેલ, રોસ્ટન ચેઝ, આર કોર્નવેલ, કેમર હોલ્ડર, શાઇ હોપ, અલઝારી જોસેફ, શેનોન ગેબ્રિયલ, રેમન રીફર અને કેમર રોચ
ઇંગ્લેન્ડ:બેન સ્ટોક્સ (કેપ્ટન), માર્ક વુડ, જેમ્સ એન્ડરસન, જોસ બટલર, જોફરા આર્ચર, ડોમિનિક બેસ, સ્ટુઅર્ટ બ્રોડ, રોરી બર્ન્સ, જેક ક્રોવલ, જોઇ ડેન્લી, ઓલી પોપ, ડોમ સિબલે, ક્રિસ વોક્સ અને જો રૂટ
પ્રથમ ટેસ્ટમાં વિન્ડિઝની જીતમાં શેનોન ગેબ્રિયલે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. તેણે મેચમાં કુલ 9 વિકેટ ઝડપી હતી.