Translate to...

વિશ્વમાં 2 કરોડ દર્દી, 1.25 કરોડ સાજાઃ દેશમાં સંક્રમિતોની સંખ્યા 21.45 લાખને પાર, મહારાષ્ટ્રમાં 5 લાખ દર્દી

વિશ્વમાં 2 કરોડ દર્દી, 1.25 કરોડ સાજાઃ દેશમાં સંક્રમિતોની સંખ્યા 21.45 લાખને પાર, મહારાષ્ટ્રમાં 5 લાખ દર્દી
વિશ્વમાં કોરોનાગ્રસ્ત દર્દીઓની સંખ્યા 2 કરોડ પર પહોંચી છે. જ્યારે સવા કરોડ લોકો સાજા થઈ ગયા છે. તો મહારાષ્ટ્રમાં શનિવારે 12,822 કેસ મળવાની સાથે ત્યાં સંક્રમિતોની સંખ્યા 5 લાખને પાર થઈ ગઈ છે. આથી તે હવે દુનિયાનું ત્રીજું સૌથી સંક્રમિત રાજ્ય બની ગયું છે. તેની આગળ અમેરિકાના કેલિફોર્નિયા અને ફ્લોરિડા રાજ્ય છે કે જ્યાં 5 લાખથી વધુ દર્દી છે. બીજી બાજુ દેશમાં સંક્રમિતોનો આંકડો 21.45 લાખને પાર થઈ ગયો છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં 64,973 નવા કેસ નોંધાયા છે. સતત ત્રીજા દિવસે 60 હજારથી વધુ કેસ મળ્યાં છે. છેલ્લા 24 કલાકમાં 874 મોતની સાથે મૃત્યુઆંક 43 હજારને પાર થઈ ગયો છે. સતત છઠ્ઠા દિવસે 800થી વધુ મૃત્યુ નોંધાયા છે. દરમિયાન કેન્દ્રીય કૃષિ રાજ્યમંત્રી કૈલાશ ચૌધરીને કોરોના પોઝિટિવ આવ્યો છે. તેમણે શનિવારે ટ્વિટ કરીને આ અંગેની જાણકારી આપી હતી. કેન્દ્રીય મંત્રી અર્જુન મેઘવાલનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. અત્યારે તેઓ AIIMSમાં સારવાર હેઠળ છે.

અત્યાર સુધી 196 ડોક્ટર કોરોનાને લીધે મોતને ભેટ્યાં ઇમ્યુનિટી વધારવા માટે ભાભીજી પાપડનું પ્રમોશન કરનાર કેન્દ્રીય મંત્રી મેઘવાલ પણ હવે ભોગ બન્યા છે. આ બંને પોતે ટ્વિટ કરીને જાણકારી આપી હતી. આ પહેલા ગૃહમંત્રી અમિત શાહ અને પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન પણ કોરોનાગ્રસ્ત બન્યા હતા. IMAના જણાવ્યા પ્રમાણે 196 ડોક્ટરનું કોરોનાના લીધે મૃત્યુ થયું છે.કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે દેશમાં રિકવરી કેસની કુલ સંખ્યા 14.2 લાખથી વધારે થઈ ગઈ છે. રિકવરી રેટમાં સુધારો થઈ રહ્યો છે. અત્યાર સુધીમાં 68.32 ટકા થયોફાઇલ તસવીર