Translate to...

વિશ્વમાં સૌથી વધુ ઉંમરના શરીરથી જોડાયેલા ભાઈઓનું 68 વર્ષની વયે અવસાન, 3 વર્ષની ઉંમરે સર્કસમાં કામ કર્યુ હતુ

વિશ્વમાં સૌથી વધુ ઉંમરના શરીરથી જોડાયેલા ભાઈઓનું 68 વર્ષની વયે અવસાન, 3 વર્ષની ઉંમરે સર્કસમાં કામ કર્યુ હતુ




વિશ્વના સૌથી વધુ ઉંમરના શરીરથી જોડાયેલ ભાઈ રોની અને ડોની ગેલયનનું 68 વર્ષની ઉંમરે અવસાન થયુ છે. તેમણે ડેટનની એક હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. તેમના ભાઈ જિમે મીડિયાને આ અંગે જાણકારી આપી હતી. મોન્ટગોમેરી કાઉન્ટી કોરોનરે કહ્યું કે તેમનું અવસાન કુદરતી હતું. આ જોડીયા ભાઈનો જન્મ 28 ઓક્ટોબર,1951માં અમેરિકાના ઓહિયો પ્રાંતના બેવરક્રિકમાં થયો હતો.

વર્ષની ઉંમરથી સર્કસમાં કામ કર્યુંશરીરની મજબૂતી હોવા છતાં તે ખૂબ જ મહેનત કરતા હતા. તેમને 3 વર્ષની ઉંમરેસર્કસ અને કાર્નિવલમાં કામ કરવાની શરૂઆત કરી હતી. તેમણે આ કામ વર્ષ 1991 સુધી કરતા રહ્યા. ત્યારબાદ આ કામ છોડી દીધુ અને વર્ષ 2010 એકલા રહ્યા. તેઓ સર્કસમાંથી જે કમાણી કરી તેનાથી જીવન ગુજારતા હતા. બાદમાં તેમનું આરોગ્ય બગડવા લાગ્યું તો તેના ભાઈ જિમ સાથે રહેવા લાગ્યા. બન્નેની કાળજી જિમ અને તેમની પત્ની કરતા હતા.

વર્ષ 2014માં બનાવ્યો હતો રેકોર્ડરોની અને ડોનીએ વર્ષ 2014માં 63 વર્ષની ઉંમરે શરીરથી જોડાઈ જીવનની સૌથી લાંબી સફર પસાર કરતા નવો કિર્તીમાન સ્થાપિત કર્યો હતો. આ અગાઉ આ રેકોર્ડ અમેરિકી મૂળના જ ચેંગ અને એંગ બંકરના નામે હતો. તેઓ 62 વર્ષની ઉંમર સુધી જીવિત રહ્યા. રોની-ડોની પર વર્ષ 2010માં TLC ચેનલ પર એક ડોક્યુમેટ્રી પણ ટેલિકાસ્ટ કરવામાં આવી હતી.

બે ધડ, એક પેટ હતુબન્ને ભાઈ પેટથી જોડાયેલા હતા. તેમનો કમરથી નીચેનો હિસ્સો એક હતો અને કમરથી ઉપર બે ધડ હતા. તેમનો એક જ લોવર ડાયજેસ્ટિવ ટ્રેક્ટ અને મળ દ્વાર હતા. જોકે હૃદય અલગ-અલગ હતા.







રોની-ડોની પેટથી જોડાયેલા હતા, તેમના શરીરમાં એક લોવર ડાયજેસ્ટિવ ટ્રેક અને બે હૃદય હતા