Translate to...

વિવાદોમાં ઘેરાયેલી સુનિતા યાદવની મુશ્કેલી વધી, જાહેરમાં ઉઠક બેઠક કરાવવા સહિતના ત્રણ મુદ્દે તપાસ શરૂ

વિવાદોમાં ઘેરાયેલી સુનિતા યાદવની મુશ્કેલી વધી, જાહેરમાં ઉઠક બેઠક કરાવવા સહિતના ત્રણ મુદ્દે તપાસ શરૂ




મંત્રી પુત્રને અડધી રાતે કાયદાના પાઠ ભણાવી વિવાદમાં આવેલી LR સુનિતા યાદવની મુશ્કેલીઓ અટકવાનું નામ નથી લેતું. સુનિતા યાદવે અગાઉ અનેક કાયદાઓનો ભંગ કર્યો હોવાની લોકોની ફરિયાદ છે. જેથી પોલીસ દ્વારા સુનિતા યાદવની તપાસ કરવામાં આવી રહી છે. લોકોને જાહેરમાં ઉઠકબેઠક કરાવવાથી લઈને 9 જુલાઈથી ડ્યુટી પરથી ગાયબ રહેવા તથા મંત્રીના દીકરાને પાઠ ભણવાવાના 3 મુદ્દે તપાસ ચાલી રહી છે.જેથી આવનારા દિવસોમાં સુનિતા યાદવની મુશ્કેલીઓ વધે તેમ માનવામાં આવી રહ્યું છે.

સુનિતાની ખાતાકિય તપાસ ચાલે છેવિવાદોમાં ઘેરાયેલી સુનિતાયાદવ વિરૂધ્ધ હાલ ખાતાકીય તપાસ ચાલી રહી છે. મંત્રીના પુત્રને કાયદાના પાઠ ભણાવવાની સાથે સાથે વરાછા વિસ્તારમાં લોકોને જાહેરમાં ઉઠક બેઠક કરાવવાના મુદ્દે અને 8મી જુલાઈએ વિવાદનો વંટોળ સર્જ્યા બાદ સુનિતા 9 જુલાઈથી ફરજ પર પરત આવી નથી. જેથી આ ત્રણ મુદ્દે હાલ પોલીસ ટીમ તપાસ કરી રહી છે. જેમાં અગાઉ તે રાત્રે સુનિતાની સાથે હતા તે SRP જવાન, હોમગાર્ડના જવાન અને મોબાઈલમાં શૂટિંગ કરનાર પોલીસ મિત્રના પણ નિવેદન લેવાઈ ચુક્યા છે. જ્યારે બાકીના બન્ને મુદ્દે તપાસ હાલ ચાલી રહી છે.

સુનિતાને પોલીસ રક્ષણ અપાયુંસુનિતા યાદવે સોશિયલ મીડિયામાં પોતાની જાનને જોખમ હોવાનું વાઈરલ કર્યું હતું. જેથી સુરત પોલીસ દ્વારા સુનિતાની સુરક્ષા વધારી દેવામાં આવી છે. હાલ સુનિતા યાદવને બે જવાનો ફાળવવામાં આવ્યાં છે. જે સુનિતાના ઘરે પણ રક્ષણ આપી રહ્યાં છે.







સુનિતા યાદવે વરાછા વિસ્તારમાં લોકોને ઉઠક બેઠક કરાવી હોવાના મુદ્દે પણ તપાસ શરૂ થઈ છે(ઈન્સેટમાં સુનિતા યાદવની ફાઈલ તસવીર)