વેલમાર્ક લો પ્રેશર યથાવત, જામનગર-દ્વારકા સહિત સૌરાષ્ટ્રમાં હજી બે દિવસ અતિભારે વરસાદની આગાહી

વેલમાર્ક લો પ્રેશર યથાવત, જામનગર-દ્વારકા સહિત સૌરાષ્ટ્રમાં હજી બે દિવસ અતિભારે વરસાદની આગાહીરાજ્યમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર પંથકમાં ત્રણેક દિવસથી સાંબેલાધાર વરસાદ પડી રહ્યો છે અને આજે અને કાલે પણ જામનગર, દ્વારકા સહિત સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી હતી. હવામાન વિભાગે જણાવ્યા અનુસાર રાજ્ય ઉપર વેલમાર્ક લો પ્રેશર યથાવત છે. જેના કારણે સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદ પડશે. સૌરાષ્ટ્રમાં જામનગર,દ્વારકા સહિતના વિસ્તારોમાં અને કચ્છ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. તેમજ એ દરમિયાન પવનની ગતિ 40 થી 60 km પ્રતિ કલાક રહી શકે છે.

9 જુલાઈથી વરસાદના જોરમાં ઘટાડો નોંધાશેહવામાન વિભાગ અનુસાર આજે અને આવતીકાલે પણ સૌરાષ્ટ્ર કચ્છમાં વરસાદનું જોર યથાવત રહેશે. જામનગર, દ્વારકા, રાજકોટ, કચ્છ, ગીર-સોમનાથ, મોરબી, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, દીવ-દમણમાં ભારેથી અતિભારે વરસાદ પડશે. જ્યારે 9 જુલાઈના રોજ વરસાદનું જોર ઘટશે અને અમુક ભાગોમાં હળવાથી સામાન્ય વરસાદ પડી શકે છે.લો પ્રેશરના કારણે આગામી 2-3 દિવસ ભારે વરસાદ પડી શકેસોમવારે પણ હવામાન વિભાગે જણાવ્યું હતું કે કચ્છ અને આસપાસના વિસ્તારમાં લો પ્રેસર સર્જાવાથી રાજ્યમાં આવાનાર 2-3 દિવસ અતિભારે વરસાદ પડી શકે છે. ત્યારબાદ વરસાદના જોરમાં ઘટાડો જોવા મળી શકે છે. આગાહી પ્રમાણે સોમવારે સૌરાષ્ટ્રના જામનગર, દ્વારકા સહિતના વિસ્તારોમાં અતિભારે વરસાદ પડ્યો હતો. દેવભૂમિ દ્વારકાનાખંભાળિયામાં આભ ફાટતા 19 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. તો જામનગરના કાલાવડમાં સોમવારે 10 ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો.જામનગર અને દેવભૂમિ દ્વારકામાં ભારે વરસાદના કારણેનદીઓ ગાંડીતુર થતા નદીના પાણી અમુક ગામોમાં ઘૂસ્યા હતા.two more days of heavy rains forecast in Saurashtra including Jamnagar-Dwarka