વિયેટનામની આ હોટલમાં ગેટથી કપ સુધી બધું જ સોનાનું 

વિયેટનામની આ હોટલમાં ગેટથી કપ સુધી બધું જ સોનાનું 



વિયેટનામની રાજધાનીમાં ગુરુવારે દુનિયાની પ્રથમ ગોલ્ડ પ્લેટેડ હોટલ ડોલ્સે હનોઈ ગોલ્ડન લેકનો શુભારંભ થયો.આ હોટલમાં ગેટથી માંડીને પ્લેટ અને કપ સુધી બધું જ સોનાનું બનેલું છે. આ 25 માળની ફાઈસ્ટાર હોટલમાં 400 રૂમ છે. હોટલની બહારની દીવાલો પર લગભગ 54 હજાર ચોરસફૂટ ગોલ્ડ પ્લેટેડ ટાઈલ્સ લગાવાઈ છે. ડબલ બેડરૂમના સ્યૂટનું એક રાતનું ભાડું લગભગ રૂ.75 હજાર અને બીજા રૂમનું ભાડું લગભગ રૂ.20 હજાર છે.

હોટલ સ્ટાફનો ડ્રેસ કોડ પણ રેડ-ગોલ્ડન રખાયો

ગોલ્ડન ડ્રેસ : હોટલ સ્ટાફનો ડ્રેસ કોડ પણ રેડ-ગોલ્ડન રખાયો છે. લોબીમાં ફર્નિચર અને સજાવટમાં પણ સોનાની કારીગરી કરાઈ છે. જેથી આખી હોટલમાં એક સમાન દેખાય.

બાથરૂમમાંતમામ એસેસરી પણ ગોલ્ડ પ્લેટેડ.

ગોલ્ડન બાથ : વોશરૂમમાં બાથટબ, સિંક, શાવરથી માંડીને તમામ એસેસરી પણ ગોલ્ડ પ્લેટેડ રખાઈ છે. બેડરૂમમાં પણ ફર્નિચર અને સામાનો પર ગોલ્ડ પ્લેટિંગ કરાયું છે.

છત પર ઈન્ફિનિટી પૂલ બનાવ્યો, ફ્લેટ પણ
હોટલના ટોપ ફ્લોર પર ઈન્ફિનિટી પુલ બનાવાયો છે. પ્રથમ દિવસે મહેમાનોએ તેમાં રસ દેખાડ્યો હતો. તેની દીવાલો અને શાવર પણ ગોલ્ડ પ્લેટેડ છે. આ હોટલનું નિર્માણ 2009માં થયું હતું. હોટલના ઉપરના ફ્લોર પર રહેવા માટે ફ્લેટ્સ પણ બનાવાયા છે.









દુનિયાની પ્રથમ ગોલ્ડ પ્લેટેડ હોટલ ડોલ્સે હનોઈ ગોલ્ડન લેક.