Translate to...

વ્યાજખોરના ત્રાસથી વેપારીની 12માં માળેથી કૂદી આત્મહત્યા, ધમકી દેકર મેરે સે 1 કરોડ કે ઉપર લે ચુકે હૈઃસુસાઈડ નોટ

વ્યાજખોરના ત્રાસથી વેપારીની 12માં માળેથી કૂદી આત્મહત્યા, ધમકી દેકર મેરે સે 1 કરોડ કે ઉપર લે ચુકે હૈઃસુસાઈડ નોટ




શહેરના પ્રહલાદનગરમાં રહેતાકેમિકલના વેપારીશુશીલતિબરેવાલે વ્યાજખોરોના ત્રાસથી પોતાના ફ્લેટના 12મા માળેથી પડતું મૂકી આપઘાત કરી લીધો છે. લોકડાઉનમાં ધંધો બંધ રહેતા આર્થિક નુકસાન થયું હતું. જેના કારણે તેઓ છેલ્લા એક મહિનાથી ટેન્શનમાં રહેતા હતા. આનંદનગર પોલીસે અકસ્માત મોત નોંધી તપાસ શરૂ કરી છે.મૃતકે થોડા સમય પહેલા ઓમ પંજાબી નામના વ્યક્તિ પાસેથી 20 લાખ રૂપિયા વ્યાજે લીધા હતા અને તે પઠાણી ઉઘરાણી કરતા શુશીલભાઈ કંટાળી ગયા અને મંગળવારે ધાબેથી છલાંગ લગાવી આપઘાત કર્યો હતો.

સુસાઈડ નોટમાં જેનું નામ છે તે ઓમ પંજાબી અને મૃતક

શબ્દશઃ વેપારીની હિન્દીમાં લખેલી સુસાઈડ નોટમેં સુશીલકુમાર અપને પુરે હોંશ મેં લિખ રહા હું કી મેરી મૃત્યુ કા જવાબદાર ઓમપ્રકાશ પંજાલ હૈ જીસસે મૈંને પૈસે લિયે થે ઔર ઉનકો મેં 5 મહિને કે હિસાબ સે બ્યાજ ઔર પૈસા દે ચુકા હું. 20 લાખ કે બદલે મેં ધમકી દેકર મેરે સે 1 કરોડ કે ઉપર લે ચુકે હૈ ઔર ભી કહતે હૈ કી ઔર પૈસે દો નહી તો ઉપર સે ફેંક દૂંગા. અતઃ મેરી મોત કિ જવાબદારી સિર્ફ એચકોમ બ્રિજ કે પાસ રહેતે ઓમપ્રકાશ કી હૈ. મેરે કો ધમકી દેતે હૈ કિ અહમદાબાદ કી પોલીસ વ ગુંડે મેરી જેબ મેં હૈ. મેરે પુરે પરિવારને મેરે કો બહુત હી સાથ દિયા ઉસકે લિયે ઉન સબકા આભારી હું.

અનલોકમાં પણતિબરેવાલને ટેન્શન રહ્યુંપ્રહલાદનગર વિસ્તારમાં આવેલા સફલ પરિસર ફ્લેટમાં સુશીલ તિબરેવાલ (ઉ.વ.62) તેમના પરિવાર સાથે રહેતા હતા. માર્ચ મહિનામાં કોરોનાના કારણે લોકડાઉન થતાં બે મહિના તેમનો ધંધો બંધ રહ્યો હતો. જેના કારણે તેઓને મોટું આર્થિક નુકસાન ગયું હતું. જેના કારણે અનલોક ખુલ્યા બાદ પણ તેઓ ખૂબ ટેન્શનમાં રહેતા હતા.

ગરકાવ પરિવારજનો

પોલીસે નિવેદન લઈ તપાસ હાથ ધરીમંગળવારે સવારે 10.30ની આસપાસ સુશીલભાઈ A બ્લોકના 12માં માળે ગયા હતા અને ત્યાંથી નીચે પડતું મૂકી આપઘાત કરી લીધો હતો. આનંદનગર પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે પરિવારના નિવેદન લઇ તપાસ શરૂ કરી છે.







A trader from Prahladnagar committed suicide by jumping from the 12th floor of a flat due to loss in lockdown