Translate to...

વાયરલ ક્લિપમાં એક વ્યક્તિ કહે છે- અમારા સહયોગી દિલ્હીમાં છે, પૈસા મળી ગયા છે

વાયરલ ક્લિપમાં એક વ્યક્તિ કહે છે- અમારા સહયોગી દિલ્હીમાં છે, પૈસા મળી ગયા છે
રાજસ્થાનમાં છેલ્લા સાત દિવસોથ ચાલી રહેલા રાજકીય ડ્રામામાં ગુરૂવારે રાત્રે અચાનક ધારાસભ્યોની સોદાબાજી સાથે જોડાયેલી વાતચીતના ત્રણ ઓડિયો વાયરલ થયા હતા. આ ઓડિયોમાં એક વ્યક્તિ પોતાને સંજય જૈન અને બીજો ગજેન્દ્રસિંહ કહે છે. બે ઓડિયોમાં વાતચીત રાજસ્થાનીમાં છે જ્યારે ત્રીજામાં અંગ્રેજીમાં વાત થઇ રહી છે. જોકે આ ઓડિયોની ભાસ્કર ખરાઇ કરતું નથી. એ પણ સ્પષ્ટ નથી કે ઓડિયો ક્યારના છે.

ઓડિયોમાં વાતચીત સ્પષ્ટ નથી પરંતુ સાંભળીને એવું લાગે છે કે તે ધારાસભ્યોની હોર્સ ટ્રેડીંગ સાથે જોડાયેલા છે. ઓડિયોમાં એક વ્યક્તિ કહી રહી છે કે જલ્દી 30ની સંખ્યા પૂરી થઇ જશે. ત્યારબાદ તે રાજસ્થાનીમાં વિજય ભવ:ની વાત કહે છે.

તે સિવાય એક વ્યક્તિ વાતચીતમાં કહે છે કે અમારા સાથી દિલ્હીમાં બેઠા છે. તેઓ પૈસા લઇ ચૂક્યા છે. પહેલો હપ્તો પહોંચી ચૂક્યો છે. વાતચીત દરમિયાન પોતાને ગનેન્દ્રસિંહ કહેનાર સરકારને ઘુંટણિયે પાડવાની વાત કરી રહ્યો છે. તે કહે છે કે લગભગ 8થી 10 દિવસ રોકોવા માટે કહ્યું છે. આવી પરિસ્થિતિમાં વધુ સમય રોકીને ન રહી શકાય. જેવા છોડીશું લોકો પાસે આવી જશે.ત્રણ ઓડિયોનું વિવરણ

પહેલો ઓડિયોતેમાં એક વ્યક્તિ કહે છે- જે અમારા સહયોગી દિલ્હીમાં બેઠા છે તેઓ પૈસા લઇ ચૂક્યા છે. પહેલો હપ્તો પહોંચી ગયો છે. ફરી ક્યાર મળશો, કાલે ? બીજી વ્યક્તિ- કાલે સવારે જલ્દી 8 વાગ્યે. એવું કરીએ સવારે મળએ. મને દિલ્હીમાં બીજુ કામ પણ છે. 8-9 વાગ્યે તે પૂરુ કરી લઉં પછી તમે જ્યારે કહેશો ત્યારે મળીશું. ફોન પર ઓછું. પહેલી વ્યક્તિ- હવે આપણે લીગલી મુવ કરીશું. બીજી- તમારી એક્શન ડિસાઇડ થઇ ગઇ ને. પહેલી- કેવી રીતે . બીજી- તમે કઇ લાઇન લઇ રહ્યા છો ? પહેલી- હા અમે લાઇન લઇ રહ્યા છીએ. બીજી- તમે તેમની સાથે જ છો ને. પહેલી - હા. બીજી- ચાંદનાનો કોઇ ફોન નથી આવ્યો. પહેલી- અને મેં પણ નથી કર્યો.

બીજો વાયરલ ઓડિયોપહેલી વ્યક્તિ- એકલા જ છો ને. બીજી- હા. પહેલી- બે ત્રણ દિવસમાં સંખ્યા પૂરી થઇ જશે. બીજી- હા. પહેલી- મેં કહી દીધુ છે કે 2 જણા ખચકાર છે, તેમની ડાયરેક્ટ તમારી સાથે વાત છે. ક્યાંય કોઇ પરેશાની થશે તો તરત કામ થશે. બીજી- હા. પહેલી-હવે સચિનની લિસ્ટ આપે તો કહી દેજો કે સાહેબ મારી વાત થઇ ગઇ છે, નામ ના લેશો. બીજી- હા કહી દઇશ. પહેલી- ગજેન્દ્રજી સાથે વાત કરાવી દો. બીજી- હમણા કરાવી દઉ. ત્રીજી વ્યક્તિ- ગજેન્દ્રસિંહ બોલી રહ્યો છું મહારાજ. બીજી- તમને આશીર્વાદ આપું છું, વિજયી ભવ: ત્રીજી- અરે તમારી સાથે વિજયી છીએ. બીજી- 1-2 દિવસમાં સંખ્યા પૂરી થઇ જશે. ત્રીજી- સંજયજીએ પણ વાત કરી. હવે આપણને 8થી 10 દિવસ રાહ જોવાની હિંમત રાખવી પડશે. ભેદ આટલા દિવસ કેદ ન રહી શકે. જેવા બહાર આવશે પોતાના પાસે આવશે. બીજી- હું પણ સમજું છું કે હોટલથી રાજ ન ચાલે. સંખ્યાબળ છે જ નહીં. બાકી સંજયની વાત થઇ ગઇ હશે. મારું લિસ્ટમાં નામ નથી. ઠીક સાહેબ.

ત્રીજો ઓડિયોપહેલી વ્યક્તિ- હેલો, બીજી- હા ઠીક છે સાહેબ બધી વાત થઇ ગઇ. કોઇ શંકા રહી નથી. પહેલી- હા, સરકાર ન હોય તો બધા પ્રયત્ન કરવા પડે. બીજી- આપણું તો ઠીક છે બાકી તમે જોઇ લ્યો સંખ્યાબળ થઇ જાય, મેં આખો પ્રોગ્રામ તમને કહી દીધો છે. પહેલી- હા ઠીક છે. બીજી- મારી પાસે તમારી એક બીજી જવાબદારી છે, તમારી વાત થઇ ગઇ. પહેલી- ઠીક છે. બીજી- તમારી સિનિયોરિટીનું પૂરતું ધ્યાન રાખવામા આવશે. ચિંતા ના કરતા. પહેલી- ઠીક છે. બીજી- હવે તો બસ ચેતન ડૂડી અને બલવંત પૂનિયા. પહેલી- ચેતન ડૂડી પણ આવશે, બલવંત પુનિયા પણ આવશે. બીજા પણ આવશે. બીજી- પછી તો બહુ સરસ થઇ જશે.નોટ- અમુક વાતચીતના અંશ સમજાય તેવા નથી તેથી તેમને હટાવી દીધા છે.

કોંગ્રેસી MLA ભંવરલાલ શર્માના ઓડિયોથી ખળભળાટ મચ્યોરાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતના ઓએસડીએ ગુરુવારે ત્રણ ઓડિયો જાહેર કર્યા છે. જેમાં દલાલ સંજય જૈન, કોંગ્રેસના MLA ભંવરલાલ શર્મા વચ્ચેની વાતચીતનો દાવો કરાયો છે. આ વાતચીતમાં કેન્દ્રીય મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતનું નામ પણ આવે છે. ઓડિયોમાં ભંવરલાલ દ્વારા 30 ધારાસભ્યોની સંખ્યા જલદી પૂરી થઈ જશે તેવું કહેવામાં આવે છે. સંજય જૈન ભંવરલાલને કહે છે કે તમે સચિન પાઈલટને કહી તમારું અને ગિરધારીનું નામ એ લિસ્ટમાંથી અલગ કરાવી દેજો. તેમની ગજેન્દ્રજી સાથે સીધી વાત કરાવાશે. રકમ અંગે ભંવરલાલ પૂછે છે ત્યારે સંજય જૈન કહે છે કે કાલે જણાવીશ અને તમારી સિનિયોરિટીનું ધ્યાન રખાશે.In the viral clip, a person says- our colleague is in Delhi, the money has been found