વૈભવ, ઐશ્વર્યની આ પૌરાણિક નગરી અયોધ્યા રઘુવંશી રાજાઓની રાજધાની હતી, તેનો અર્થ છે-‘અ-યુદ્ધ’

વૈભવ, ઐશ્વર્યની આ પૌરાણિક નગરી અયોધ્યા રઘુવંશી રાજાઓની રાજધાની હતી, તેનો અર્થ છે-‘અ-યુદ્ધ’ભગવાન રામની જન્મભૂમિ અયોધ્યા રઘુવંશી રાજાઓની રાજધાની હતી. તેનો અર્થ છે - ‘અ-યુદ્ધ’, એટલે અહીં ક્યારેય યુદ્ધ થતું નથી. તે કૌશલ જનપદની રાજધાની હતી. વાલ્મિકી રામાયણના 5મા સર્ગમાં અયોધ્યાનું સવિસ્તાર વર્ણન છે.

7 પવિત્ર નગરોમાંથી પ્રથમ સ્થાને છે અયોધ્યા અયોધ્યાની ગણતરી ભારતની પ્રાચીન સપ્તપુરિઓમાં પ્રથમ સ્થાન તરીકે કરાઈ છે. હિન્દુ પ્રાચિન ઈતિહાસમાં પવિત્ર 7 નગરોમાં અયોધ્યા, મથુરા, માયા(હરિદ્વાર), કાશી, કાંચી, અવંતિકા (ઉજ્જૈન) અને દ્વારકાને સામેલ કરાયા છે.

ભગવાન વિષ્ણુના ચક્ર પર બિરાજમાન છે અયોધ્યા સ્કંદપુરાણ અનુસાર અયોધ્યા ભગવાન વિષ્ણુના ચક્ર પર બિરાજમાન છે. મનુએ બ્રહ્માજીને પોતાના માટે એક નગર વસાવવાની વાત કરી તો તેમને વિષ્ણુજી પાસે લઈ ગયા. વિષ્ણુજીએ સાકેતધામ (અયોધ્યા)માં સ્થાન બતાવ્યું, જ્યાં વિશ્વકર્માએ નગર વસાવ્યું.

ઈક્ષ્વાકુ કુલનું રાજ, દશરત 63મા રાજા આ નગરને વિવસ્વાન(સૂર્ય)ના પુત્ર વૈવસ્ત મનુએ સમૃદ્ધ કર્યું. માન્યતા છે કે, બ્રહ્માજીના પુત્ર મરીચિથી કશ્યપ, કશ્યપથી વિવસ્વાન અને તેમના પુત્ર વૈવસ્વત હતા. તેમના 10 પુત્ર - ઈલ, ઈક્ષ્વાકુ, કુશનામ, અરિષ્ટ, ધૃષ્ટ, નરિષ્યન્ત, કરૂષ, મહાબલી, શર્યાતિ અને પુષદ હતા. સૌથી વધુ વિસ્તાર ઈક્ષ્વાકુ કૂળનો થયો. આ જ વંશના રાજા દશરથ અયોધ્યાના 63મા શાસક હતા. ત્યાર પછી મહાભારત કાળ સુધી આ વંશનું શાસન રહ્યું.

સ્વર્ગ સાથે સમૃદ્ધિની સરખામણી કરાઈ છે અયોધ્યાને અથર્વવેદમાં ઈશ્વરનું નગર કહેવાયું છે અને તેની સમૃદ્ધિની સરખામણી સ્વર્ગ સાથે કરાઈ છે. સ્કંદપુરાણ અનુસાર અયોધ્યા શબ્દ ‘અ’ કાર બ્રહ્મા, ‘ય’ કાર વિષ્ણુ છે તથા ‘ધ’ કાર રુદ્ર સ્વરૂપ છે. માન્યતા છે કે, રામના પુત્ર કુશે અયોધ્યાનું પુન:નિર્માણ કરાવ્યું હતું.

ઋષભ દેવજી સહિત 5 તીર્થંકરનું જન્મસ્થાન લાલા સીતારામ ભૂપે લખેલા ‘અયોધ્યા કા ઈતિહાસ’ અને અલાહાબાદ યુનિવર્સિટીમાં ઈતિહાસશાસ્ત્રી ડો. હેરમ્બ ચતુર્વેદી અનુસાર 24 જૈન તીર્થંકરોમાંથી પહેલા ઋષભ દેવ સહિત 5 તીર્થંકરનો જન્મ અયોધ્યામાં જ થયો હતો. એ પણ કહેવાયું છે કે, આ ઈક્ષ્વાકુ કુળ સાથે સંબંધિત છે.રામ કી પૌડીનું વિહંગમ્ દૃશ્ય.