Translate to...

વેબ સિરીઝ ‘અવરોધ’માં કમાન્ડો જેવા દેખાવા માટે અમિત સાધે 12 કિલો વજન વધાર્યું

વેબ સિરીઝ ‘અવરોધ’માં કમાન્ડો જેવા દેખાવા માટે અમિત સાધે 12 કિલો વજન વધાર્યું



તાજેતરમાં ‘ધ કપિલ શર્મા શો’માં એક્ટર અમિત સાધ પોતાની વેબ સિરીઝ ‘અવરોધ’ને પ્રમોટ કરવા માટે આવ્યો હતો. શોમાં વાતચીત દરમિયાન જ્યારે કપિલે તેમને આ ભૂમિકાની તૈયારી વિશે સવાલ પૂછ્યો, ત્યારે અમિત સાધે જણાવ્યું કે, આ સિરીઝ માટે એણે 12 કિલો વજન વધાર્યું હતું.

કપિલના સવાલના જવાબમાં અમિતે કહ્યું કે, ‘જ્યારે મને આ સિરીઝમાં રોલ મળ્યો ત્યારે હું ‘ગોલ્ડ’ નામની એક ફિલ્મનું શૂટિંગ પૂરું કરી રહ્યો હતો, જેમાં મેં એક હોકી ખેલાડીનો રોલ નિભાવ્યો હતો. તે રોલ માટે મારે વજન ઘટાડવાનું હતું અને ફિટ રહેવાનું હતું.’ અમિત સાધે જણાવ્યા પ્રમાણે, ‘ત્યારબાદ જ્યારે અવરોધના ડાયરેક્ટર રાજ મને મળ્યા તો તેમણે વેબ સિરીઝમાં મારા રોલની તૈયારી માટે સ્પેશિયલ ફોર્સના જવાનોના ફોટા બતાવ્યા. ત્યારે મને ખબર પડી કે તે લોકો કેટલા મજબૂત હોય છે અને આ રીતે મારી ટ્રેનિંગ શરૂ થઈ.’

કમાન્ડોની માનસિકતાને સમજવાનો પ્રયત્ન કર્યો એણે વધુમાં કહ્યું- ‘જ્યારે મેં શરૂઆત કરી ત્યારે મારું વજન 72 કિલો હતું અને ત્યારબાદ વધીને લગભગ 89-90 કિલો થઈ ગયું. મેં માત્ર વજન જ નહોતું વધાર્યું, બલકે મારી શક્તિ અને સહનશક્તિ પર પણ કામ કર્યું. આ રોલ માટે મેં સ્પેશિયલ ફોર્સના કમાન્ડોની માનસિકતાને સમજવાનો અને અનુભવ કરવાનો પ્રયત્ન કર્યો.’

અમિતા સાધ ઉપરાંત આ પ્રમોશનલ એક્ટિવિટી દરમિયાન અવરોધ વેબ સિરીઝમાં અભિનય કરનારા અન્ય એક્ટર્સ જેવા કે નીરજ કાબી, મધુરિમા તુલી અને દર્શન કુમાર પણ હાજર હતા.







Amit Sadh made special preparations to look like a commando in the web series 'Avadhrodh', gained 12 kg