વેસ્ટ ઇન્ડીઝના પ્રથમ અશ્વેત કેપ્ટન સર ફ્રેન્ક વોરેલનો જન્મ આજના દિવસે જ 1924માં થયો હતો. વોરેલ ક્રિકેટની સૌથી પ્રખ્યાત 3W ત્રિપુટીના સર કલાઇવ વાલકોટ અને સર એવટર્ન વીક્સ સાથે ભાગ હતા. વોરેલનો પ્રભાવ એવો કે વિન્ડિઝ અને ઓસ્ટ્રેલિયાની ટીમ હવે બાઇલેટરલ સીરિઝ 'સર ફ્રેન્ક વોરેલ ટ્રોફી' માટે રમે છે. 1964માં તેમને સરની ઉપાધિ આપવામાં આવી હતી. આજે તેમની 96મી જન્મ જયંતિના અવસરે તેમના ક્રિકેટિંગ કરિયરની સૌથી યાદગાર ઘટના વિશે વાત કરીએ જ્યારે તેમણે રિયલ જેન્ટલમેનની જેમ પગલું ભરીને ભારતના નરી કોન્ટ્રાકટરનો જીવ બચાવ્યો હતો.
1962માં નરીને ગ્રેફિથનો બાઉન્સર વાગ્યો
ભારતની ટીમ માર્ચ 1962માં વેસ્ટ ઇન્ડીઝના પ્રવાસે ગઈ હતી. પહેલી બે ટેસ્ટ પછી ભારત બારબાડોસ ખાતે એક કોલોની મેચ રમી રહ્યું હતું.તે દરમિયાન ઝડપી બોલર ચાર્લી ગ્રેફિથનો બાઉન્સર તત્કાલીન કેપ્ટન નરી કોન્ટ્રાકટરના માથે વાગ્યો હતો. તે ખરાબ રીતે ઘાયલ થયા હતા અને તેમને તરત હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.ત્યાં તેમનું ઓપરેશન થયું, મેડિકલ સ્ટાફે જાણ કરી કે તેમને બચાવવા લોહીની જરુર છે. ત્યારે વોરેલ આગળ આવીને બંને ટીમના ખેલાડીઓને રક્તદાન કરવાની અપીલ કરી હતી.તેમના કહેવા પર બધાએ આવું કર્યું અને નરીનો જીવ બચી ગયો હતો. તેઓ ફરી ક્યારેક ક્રિકેટ ન રમ્યા તે જુદી વાત છે પરંતુ ફેન્સ વોરેલના પગલાંને ક્યારેય ભૂલ્યા નથી.ભાગ્યની વક્રોક્તિ જુઓ કે આ જેન્ટલમેનનું માર્ચ 1967માં લ્યુકેમિયા (એક પ્રકારનું બ્લડ કેન્સર)ને લીધે 42 વર્ષની વયે અવસાન થયું હતું. ઇજાગ્રસ્ત નરી કોન્ટ્રાકટર.સન્માન:
બારબાડોસની 5 ડોલર નોટ પર વોરેલનો ફોટોઓન ધ ફિલ્ડ દેખાવની સાથે, ઓફ ધ ફિલ્ડ તેમના યોગદાન બદલ બારબાડોસની 5 ડોલરની નોટ પર તેમનો ફોટો છાપીને તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત 2 ડોલરના પોસ્ટજ સ્ટેમ્પ પર પણ તેમનો સમાવેશ કરાયો હતો.બ્લેક સ્પોર્ટ્સ હોલ ઓફ ફેમ1975માં યુનાઇટેડ સ્ટેટ્સ બ્લેક સ્પોર્ટ્સ હોલ ઓફ ફેમમાં સાત કેરેબિયન સ્પોર્ટ્સપર્સનને સ્થાન આપવામાં આવ્યું હતું. આ સાત પહેલા એવા ખેલાડીઓ હતા જે નોન-અમેરિકન હતા. તેમાંથી એક સર વોરેલ હતા.ફ્રેન્ક વોરેલ મેમોરિયલ કમિટીતેમના અવસાનને 40 વર્ષ થયા એ જ દિવસે એટલે કે 13 માર્ચ, 2007ના રોજ આ કમિટી બનાવવામાં આવી હતી. એ જ દિવસે વેસ્ટ ઇન્ડીઝમાં 50 ઓવરનો વર્લ્ડ કપ રમાયો હતો. આ કમિટી ત્રિનિદાદમાં દર વર્ષે એન્યુલ બ્લડ ડોનેશન કેમ્પની ડ્રાઈવ ચલાવે છે.ક્રિકેટિંગ બ્રિફ
સર ફ્રેન્ક વોરેલ વિન્ડિઝ માટે 51 ટેસ્ટ મેચ રમ્યા, જે દરમિયાન તેમણે 49.48ની એવરેજથી 3860 રન કર્યા હતા. તેમજ 69 વિકેટ લીધી હતી.1960થી 1963 દરમિયાન 15 ટેસ્ટમાં વિન્ડિઝની કમાન સંભાળી હતી.તેઓ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 2 વખત 500 રનની ભાગીદારીમાં સામેલ થનાર પ્રથમ બેટ્સમેન હતા. અત્યાર સુધી માત્ર રવિન્દ્ર જાડેજા આ સિદ્ધિ મેળવી શક્યો છે.સર ફ્રેન્ક વોરેલ વિન્ડિઝ માટે 51 ટેસ્ટ મેચ રમ્યા, જે દરમિયાન તેમણે 49.48ની એવરેજથી 3860 રન કર્યા હતા. તેમજ 69 વિકેટ લીધી હતી.