Translate to...

વિધાનસભા સ્પીકર સીપી જોશી હોઈકોર્ટના આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકારશે, કહ્યું- બળવાખોર ધારાસભ્યોને કારણદર્શક નોટિસ મોકલવાનો હક છે

વિધાનસભા સ્પીકર સીપી જોશી હોઈકોર્ટના આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકારશે, કહ્યું- બળવાખોર ધારાસભ્યોને કારણદર્શક નોટિસ મોકલવાનો હક છે



રાજસ્થાનમાં રાજકીય ડ્રામાને આજે 13મો દિવસ છે. વિધાનસભા સ્પીકર સીપી જોશીએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે હાઈકોર્ટના આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકારીશું. તેમણે કહ્યું કે સ્પીકરને બળવાખોર ધારાસભ્યોને કારણદર્શક નોટિસ મોકલવાનો હક છે.

જોશીએ કહ્યું કે બંધારણ અને સુપ્રીમ કોર્ટે જવાબદારીઓ નક્કી કરી છે. સ્પીકર હોવાના કારણે મે કારણદર્શક નોટિસ મોકલી છે. જો ઓથોરિટી કારણદર્શક નોટિસ ઈસ્યુ કરશે નહિ તો તેનું કામ શું હશે. આ પહેલા મંગળવારે 19 ધારાસભ્યોને ઈસ્યુ કરાયેલી અયોગ્યતા નોટિસના મામલામાં હાઈકોર્ટેમાં સતત બીજા દિવસે સુનાવણી હાથધરાઈ હતી. દલીલો પુરી થયા પછી 24 જુલાઈ સુધી ચુકાદાને અનામત રાખવામાં આવ્યો છે. ત્યાં સુધી સ્પીકર આ ધારાસભ્યોની વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરી શકશે નહિ.

કોંગ્રેસના ચીફ વ્હિપ મહેશ જોશીની ફરિયાદ પર સ્પીકરે 14 જુલાઈએ આ ધારાસભ્યોને પક્ષપલટા વિરોધી કાયદા અંતર્ગત સભ્યપદ રદ કરવાની નોટિસ આપી હતી. સ્પીકરને ફરિયાદમાં કહેવામાં આવ્યું હતું કે ધારાસભ્ય પક્ષની બેઠક માટે પાર્ટીએ વ્હિપ ઈસ્યુ કર્યું હતું પરંતુ પાયલટ ગ્રુપે તેનું પાલન ન કર્યું. બીજી તરફ પાયલટ ગ્રુપનું કહેવું છે કે વ્હિપ વિધાનસભા સત્ર દરમિયાન લાગુ થાય છે. પાર્ટી બેઠક માટે લાગુ થતી નથી.

અત્યાર સુધીમાં શું થયુ ?14 જુલાઈઃ સ્પીકરે સચિન પાયલટ સહિત 19 ધારાસભ્યોને અયોગ્યતાની નોટિસ મોકલી અને 17 જુલાઈએ બપોરે 1.30 વાગ્યા સુધીમાં જવાબ માંગ્યો.16 જુલાઈઃ નોટિસની વિરુદ્ધ પાયલટ સહિત 19 ધારાસભ્યોને અયોગ્યતાની નોટિસ મોકલી અને 17 જુલાઈ બપોરે 1.30 વાગ્યા સુધીમાં જવાબ માંગ્યો.17 જુલાઈઃ હાઈકોર્ટની સિંગલ બેન્ચે સુનાવણી કરી અને મામલો બે જજોની બેન્ચમાં મોકલ્યો. આ બેન્ચે 18 જુલાઈ સુધી સુનાવણી નક્કી કરી.18 જુલાઈઃ અગામી સુનાવણી 20 જુલાઈએ નક્કી કરવામાં આવી અને સ્પીકરને કહ્યું કે તે 21 જુલાઈ સુધી નોટિસ પર કાર્યવાહી ન કરે. સ્પીકરે પણ તેનું પાલન કરતા કાર્યવાહી ટાળી.20 જુલાઈઃ હાઈકોર્ટે દલીલ પુરી ન થવાને કારણે કહ્યું- 21 જુલાઈએ પણ સુનાવણી થશે.21 જુલાઈઃ હાઈકોર્ટે ફરી મામલાને સાંભળ્યો અને ચુકાદાને 24 જુલાઈ માટે સુરક્ષિત રાખ્યો. સ્પીકરને પણ ત્યાં સુધી કોઈ નિર્ણય ન કરવા માટે કહ્યું.

હાઈકોર્ટનો ચુકાદો પાયલટ ગ્રુપના પક્ષમાં આવ્યો તોપાયલટ સહિત 19 ધારાસભ્યોનું પક્ષ બચી જશે. જો ગેહલોત સરકારે વ્હિપ ઈસ્યુ કરીને ફલોર ટેસ્ટ કર્યો તો તેમણે સરકારના પક્ષમાં વોટ કરવો પડશે. જો ન કર્યો તો સભ્યપદ જવાનો ખતરો. ફલોર ટેસ્ટની બહાર રહ્યાં તો પણ સભ્યપદ જઈ શકે છે.

જો સ્પીકરના પક્ષમાં આવ્યો તોતમામ 19 ધારાસભ્યોનું સભ્યપદ જઈ શકે છે. જોકે હાઈકોર્ટમાં ચાલી રહેલી સુનાવણીમાં વકીલોએ દલીલ કરીકે કે નોટિસના મામલામાં તમામ ધારાસભ્યો પર એક સાથે કાર્યવાહી થશે નહિ પરંતુ કેસ ટુ કેસ મામલાઓ જોવામાં આવશે. આ કારણે જે ધારાસભ્યો પાયલટ ગ્રુપ છોડવા તૈયાર થશે તેને રાહત મળે તેવી શકયતા છે.







Assembly Speaker CP Joshi to challenge High Court order in Supreme Court, says rebel MLAs have right to send reasoned notice