Translate to...

વિદેશ મંત્રી પોમ્પિયોએ કહ્યું- સાઉથ ચાઈના સીમાં ચીનના દાવાનો કોઈ આધાર નથી, વિશ્વ તેને ત્યાં જળ સામ્રાજ્ય સ્થાપવાની પરવાનગી નહીં આપે

વિદેશ મંત્રી પોમ્પિયોએ કહ્યું- સાઉથ ચાઈના સીમાં ચીનના દાવાનો કોઈ આધાર નથી, વિશ્વ તેને ત્યાં જળ સામ્રાજ્ય સ્થાપવાની પરવાનગી નહીં આપે



ટ્રમ્પ સરકારે સોમવારે સાઉથ ચાઈના સી ઉપર ચીનના દાવાને સંપૂર્ણ રીતે ફગાવી દીધો છે. સાથે કહ્યું કે 21મી સદીમાં ચીનની દાદાગીરી નહીં ચાલે. તેના દાવાને કોઈ કાયદાકીય આધાર નથી. વિશ્વ ચીનને સાઉથ ચાઈના સીને પોતાના જળ સામ્રાજ્ય માનવાની પરવાનગી નહીં આપે.

અમેરિકાના વિદેશ મત્રી માઈક પોમ્પિયોએ કહ્યું કે અમેરિકા દક્ષિણ-પૂર્વ એશિયાના સહયોગીઓ સાથે ઊભું છે. તે સમુદ્રના કિનારાના વિસ્તારોમાં રહેલા દેશોના પ્રાકૃતિક સંસાધનોના અધિકારોનું રક્ષણ કરવા માટે તેમની સાથે છે. ચીનના આંતરરાષ્ટ્રીય માન્યતાવાળા સમુદ્રી વિસ્તાર સિવાય તમામ દાવા ગેરકાયદેસર છે. જોકે વિદેશ મંત્રીએ કહ્યું કે અમેરિકા જમીન સાથે જોડાયેલા વિવાદમાં નિષ્પક્ષ બનેલું રહેશે.

ચીન સાઉથ ચાઈના સી ઉપર નિયંત્રણની કોશિશ કરી રહ્યું છેતેમણે કહ્યું કે ચીન ગેરકાયદેસર રીતે સાઉથ ચાઈના સી ઉપર નિયંત્રણ કરવાની કોશિશ કરી રહ્યું છે. આ ક્ષેત્રમાં અમેરિકા શાંતિ અને સ્થિરતા બનાવી રાખવાની સાથે આંતરાષ્ટ્રીય કાયદા મુજબ સમુદ્રની સ્વતંત્રતા બનાવી રાખવાના પક્ષમાં છે. તેમણે આરોપ લગાવ્યો છે કે ચીન સાઉથ ચાઈના સીમાં દક્ષિણ પૂર્વ એશિયાના સમુદ્ર કિનારે આવેલા દેશોને ધમકી આપે છે. સાથે આ વિસ્તારમાં એક તરફ પ્રભુત્વનો દાવો કરે છે.

ચીન અમેરિકા ઉપર ભડક્યુંચીને અમેરિકાના આ નિવેદનનો વિરોધ કર્યો છે. ચીનના દૂતાવાસે કહ્યું કે વિદેશ મંત્રી પોમ્પિયો તથ્યોને તોડી-મરોડીને રજૂ કરી રહ્યા છે. તેમની નિવેદન યોગ્ય નથી. અમે તેનો વિરોધ કરશે.

બન્ને દેશો વ્ચચે તણાવ વધી રહ્યો છેહાલમાં જ આ ક્ષેત્રમાં બન્ને દેશની સેનાએ મિલેટ્રી એક્સરસાઈઝ કરી છે. તેનાથી લાગી રહ્યુ છે કે બન્ને દેશો વચ્ચે તણાવ વધી રહ્યો છે. 1થી 5 જુલાઈ સુધી ચીને એક્સરસાઈઝ કરી હતી, જેને અમેરિકાએ ભડકાવવાનું કામ ગણાવ્યું હતું. ત્યાર પછી અમેરિકાએ પણ સાઉથ ચાઈના સીમાં આ વિસ્તારમાં બે એરક્રાફ્ટ કેરિયર મોકલ્યા હતા.

સાઉથ ચાઈના સી વિવાદ શું છેસાઉથ ચાઈના સીનો વિસ્તાર ઈન્ડોનેશિયા અને વિયતનામ વચ્ચે છે, જે લગભગ 35 લાખ વર્ગ કિલોમીટરમાં ફેલાયેલ છે. હાલના કેટલાક વર્ષોમાં ચીન આ વિસ્તારમાં પોતાનો દબદબો બનાવવા માટે પોતાના જહાજોનો અડ્ડો બનાવ્યો છે. સાથે એક આર્ટિફિશિયલ ટાપુ બનાવીને સૈન્ય અડ્ડાનું નિર્માણ કર્યું છે. ચીન આ વિસ્તારને પોતાનો ગણાવે છે અને આંતરરાષ્ટ્રીય કાયદાને માનવાનો ઈનકાર કરે છે. સાથે આ વિસ્તારમાં ચીન ઉપરાંત ફિલિપાઈન્સ, તાઈવાન, મલેશિયા, વિયતનામ અને બ્રુનેઈ પોતાનો દાવો કરે છે.







અમેરિકાએ કહ્યું- ચીન સાઉથ ચાઈના સી ઉપર એકતરફી પ્રભુત્વનો દાવો કરે છે, જે ગેરકાનુની છે. - ફાઈલ તસવીર