Translate to...

વાણી કપૂર લાંબા સમય બાદ શૂટિંગ કરવા માટે ઘણી ખુશ છે, ટૂંક સમયમાં સ્કોટલેન્ડમાં બેલ બોટમ ફિલ્મનું શૂટિંગ શરૂ કરશે

વાણી કપૂર લાંબા સમય બાદ શૂટિંગ કરવા માટે ઘણી ખુશ છે, ટૂંક સમયમાં સ્કોટલેન્ડમાં બેલ બોટમ ફિલ્મનું શૂટિંગ શરૂ કરશે



કોરોના મહામારીમાં અનલોક બાદ ફરીથી કામ શરૂ કરનાર સૌથી પહેલી એક્ટ્રેસ વાણી કપૂરનું કહેવું છે કે, હું લાંબા બ્રેક પછી ફરીથી કામ પર આવીને ઘણી ખુશ છું. વાણી બેલ બોટમ ફિલ્મનું શૂટિંગ ટૂંક સમયમાં શરૂ કરવાની છે.

લોકડાઉનને કારણે તમામ ફિલ્મના શૂટિંગ અટકી ગયા હતા. અનલોક બાદ જ્યારે હવે શૂટિંગ માટે પરવાનગી મળી રહી છે ત્યારે વાણી કપૂર બોલિવૂડની પહેલી એવી લીડિંગ લેડી છે જે સેટ પર કમબેક કરી રહી છે. અક્ષય કુમાર સ્ટારર બેલ બોટમ ફિલ્મ વાણીએ મહામારી દરમ્યાન જ સાઈન કરી હતી. અક્ષય અને ફિલ્મ મેકર્સે શૂટિંગ શરૂ કરવાનો નિર્ણય લીધો છે અને તેઓ સ્કોટલેન્ડ જઈને શૂટિંગ શરૂ કરશે. વાણી સેટ પરના કમબેકને લઈને ઘણી ઉત્સાહિત છે અને તે ખુશ છે કે નોર્મલ જીવન ફરી શરૂ થઇ રહ્યું છે.

View this post on Instagram

Super Super Thrilled & Excited for this one !! Teaming up with the one & only @akshaykumar Sir