Translate to...

વિજય ચાર રસ્તા પર રીક્ષાને કારે ટક્કર મારી, કારમાંથી બીયર અને વિદેશી દારૂનો જથ્થો મળ્યો

વિજય ચાર રસ્તા પર રીક્ષાને કારે ટક્કર મારી, કારમાંથી બીયર અને વિદેશી દારૂનો જથ્થો મળ્યો



શહેરના વિજય ચાર રસ્તા પર એક કાર અને રીક્ષાનો અકસ્માત સર્જાયો હતો. જેમાં કારનો આગળનો ભાગ ભુક્કો બોલી ગયો હતો અને રીક્ષાનો આગળનો ભાગને મોટું નુકસાન થયું હતું. કારમાંથી વિદેશી દારૂની બોટલો અને બીયરના ટીન મળ્યા હતા. ગુજરાત યુનિવર્સિટી પોલીસે ઘટનાસ્થળે પહોંચીને હતી. ગુજરાત યુનિવર્સિટી પોલીસે અકસ્માતનો ગુનો અને પ્રોહિબિશનનો ગુનો નોઁધીને તપાસ હાથ ધરી છે.

કારમાંથી વિદેશી દારૂ અને બીયરના ટીન મળ્યા હતા

વહેલી સવારે અકસ્માતઆજે વહેલી સવારે 6:15એ રીક્ષાને કારે અડફેટે લેતા ફંગોળાઈને ટ્રાફિક બૂથને ટકરાઈને ઘસડાઈ હતી. અકસ્માત બાદનો ઘટનાક્રમ સીસીટીવીમાં કેદ થયો હતો. રીક્ષામાં સવાર બે વ્યક્તિઓ રતનભાઈ અને ઉમાશંકર શર્મા નામના બે વ્યક્તિઓને ઈજાઓ થતાં સોલા સિવિલ ખસેડવામાં આવ્યા હતા. જ્યારે કારનો ચાલક અકસ્માત સર્જી ફરાર થઈ ગયો હતો. GJ01BR2742 નંબરની મારૂતિ સ્વીફ્ટ કારમાંથી વિદેશી દારૂ અને બીયરના ટીન ભરેલા બોક્સ મળ્યા હતા

કારની ટક્કરથી રીક્ષાને નુકસાન થયું હતું





Rickshaw and car accident at Vijay Char Rasta, quantity of beer and foreign liquor found