Translate to...

વાઘોડિયા બ્રિજ પાસે બાઇક-ટ્રક વચ્ચે અકસ્માત, નેશનલ હાઇવે ઉપર 3 કિ.મી.નો ટ્રાફિકજામ થતાં વાહનચાલકો અટવાયા

વાઘોડિયા બ્રિજ પાસે બાઇક-ટ્રક વચ્ચે અકસ્માત, નેશનલ હાઇવે ઉપર 3 કિ.મી.નો ટ્રાફિકજામ થતાં વાહનચાલકો અટવાયા




વડોદરા શહેરના વાઘોડિયા બ્રિજ પાસે આજે સવારે બાઇક અને ટ્રક વચ્ચે અકસ્માત થયો હતો. જેને પગલે નેશનલ હાઇવે નં-48 પર ટ્રાફિકજામ થયો હતો. અકસ્માતના પગલે 3 કિ.મી. સુધી વાહનોની કતારો જોવા હતી.

ટ્રાફિકજામને પગલે વાહનોની કતારો લાગી નેશનલ હાઇવે નં-48 ઉપર વાઘોડિયા બ્રિજ પાસે અકસ્માત થતાં દુમાડ ચોકડી સુધી વાહનોની લાંબી-લાંબી કતારો જોવા મળી હતી. દોઢ કલાક સુધી ટ્રાફિક જામ થતાં વાહનચાલકો અટવાઇ ગયા હતા. ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો હતો અને ટ્રાફિકજામને હળવો કર્યો હતો.

હાઇવે પર વાહનોની લાંબી-લાંબી કતારો જોવા મળી

પોલીસે અકસ્માતગ્રસ્ત વાહનો હટાવવાની કામગીરી શરૂ કરી નેશનલ હાઇવે પર અકસ્માત થતાં ટ્રાફિકજામને પગલે વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. ઘટના સ્થળે પહોંચેલી પોલીસે નેશનલ હાઇવે પરથી બાઇક અને ટ્રકને હટાવવાની કામગીરી હાથ ધરી છે.

ટ્રાફિકજામને પગલે વાહનચાલકો અટવાઇ ગયા





અકસ્માતને પગલે નેશનલ હાઇવે પર ટ્રાફિકજામ