Translate to...

વેક્સીન અને દવાની શોધના મોટા-મોટા દાવા વચ્ચે 11 કંપનીઓએ શેર વેચીને રૂ.7500 કરોડ કમાયા

વેક્સીન અને દવાની શોધના મોટા-મોટા દાવા વચ્ચે 11 કંપનીઓએ શેર વેચીને રૂ.7500 કરોડ કમાયાકોરોના વાઈરસની વેક્સીન બનાવવા માટે અનેક દવા કંપનીઓ વચ્ચે સ્પર્ધા જામી છે. આ દરમિયાન અનેક ફાર્મા કંપનીઓના વરિષ્ઠ અધિકારીઓ અને બોર્ડનાં સભ્યોએ સ્થિતિનો ફાયદો લેવાનું શરૂ કર્યું છે. તેઓ રસી બનાવવાની પ્રક્રિયાનાં શ્રેષ્ઠ પરિણામોની જાહેરાત કરીને કરોડોની કમાણી કરી રહ્યા છે. જેમાં મોટાભાગની નાની કંપનીઓ છે. તેમની સફળતાનો આધાર કોઈ એક દવા સફળ કે નિષ્ફળ થવા પર છે. ન્યૂયોર્ક ટાઈમ્સ માટે ડેટા ભેગી કરતી કંપની ઈક્વિલાર અનુસાર ઓછામાં ઓછી 11 કંપનીઓએ માર્ચ પછી લગભગ રૂ.7500 કરોડના શેર વેચ્યા છે.

અનેક કિસ્સામાં કંપનીઓ સાથે જોડાયેલા લોકોએ કંપની પાસેથી નિયમિત રીતે મળતા શેર અને ઓટોમેટિક ટ્રેડિંગમાં નફો રળ્યો છે. બંને બાબતોમાં વરિષ્ઠ અધિકારીઓએ શેરની ઊંચી કિંમતનો ફાયદો ઉઠાવ્યો છે. કેટલીક કંપનીઓએ રસીની પ્રગતિ અંગે બજારને પ્રભાવિત કરનારી જાહેરાતના થોડા સમય પહેલા જ અધિકારીઓને શેર ફાળવી દીધા છે. કંપનીના અધિકારીઓએ સમાચારોનાં આકર્ષિક હેડિંગ મેળવવા માટે ઈનામ અપાયું છે. ભલે રસી, દવા ક્યારેય બજારમાં ન આવે.

કેટલીક કંપનીઓએ પોતાના માર્કેટિંગ માટે સરકારના રસી અભિયાન ‘ઓપરેશન વાર્પ સ્પીડ’ સાથે જોડાયા હોવાના દાવા પણ કર્યા છે. સરકાર આ બાબતની તપાસ કરી રહી છે. ઉદાહરણ તરીકે, વેક્સાર્ટ કંપનીની પ્રેસ નોટમાં જાહેરાત કરાઈ હતી કે, વેક્સાર્ટની કોવિડ-19ની રસીને અમેરિકાની સરકારના ઓપરેશન વાર્પ સ્પીડ માટે પસંદ કરાઈ છે. જોકે, વાસ્તવિક્તા અલગ છે. વેક્સાર્ટની રસીને વાંદરા પર ટ્રાલયમાં સામેલ કરાઈ છે. વેક્સાર્ટ એ કંપનીઓમાં સામેલ નથી જેને રસીનાં કરોડો ડોઝ બનાવવા માટે સરકાર પાસેથી પૈસા મળી રહ્યા છે.

અમેરિકન આરોગ્ય અને માનવ સેવાઓના સહયક સચિવ માઈકલ કાપુટોએ કહ્યું કે, કેટલીક કંપનીઓને પૈસા આપવાના કરાર થયા છે અને કેટલીક સાથે ચર્ચા ચાલે છે. આ બંનેમાં વેક્સાર્ટ સામેલ નથી. વિભાગના અનેક અધિકારી ચિંતિત છે કે, વેક્સાર્ટ સહિત કેટલીક કંપનીઓ વાર્પ સ્પીડમાં પોતાની ભૂમિકા વધારીને બતાવીને પોતાનાં શેરની કિંમત વધારવાનો પ્રયાસ કરી રહી છે. આ માહિતી સિક્યોરિટીઝ અને એક્સચેન્જ કમીશનને આપી દેવાઈ છે. વેક્સાર્ટના સીઈઓ આન્દ્રેઈ ફ્લોરોઈએ એક નિવેદનમાં કહ્યું કે, વેક્સાર્ટ કોર્પોરેટ દિશા નિર્દેશો અને નીતિઓનું પાલન કરે છે. યોગ્ય સમયે શેરોનું ખરીદ-વેચાણ સામાન્ય રીતે કાનુની છે. જોકે, રોકાણકાર અને કોર્પોરેટ વિશેષજ્ઞ કહે છે કે, તેનાથી એવી માન્યતા બની શકે છે કે, કંપનીના અધિકારી આંતરિક માહિતી દ્વારા નફો રળી રહ્યા છે.

કોરોનાવાઈરસની રસી અને ઈલાજ પર થઈ રહેલી રિસર્ચથી મોટો નફો રળનારી કંપનીઓની યાદી લાંબી છે. બાયોટેક કંપની રિજનેરોનના શેર ફેબ્રુઆરીમાં કોવિડ-19ના ઈલાજમાં આરોગ્ય વિભાગ સાથે સહયોગની જાહેરાત પછી 80% વધી ગયા છે. ત્યાર પછી કંપનીના મોટા અધિકારીઓ અને બોર્ડનાં સભ્યોએ લગભગ રૂ.5200 કરોડનાં શેર વેચ્યા છે. 10 વર્ષથી રસી બનાવતી કંપની મોડર્નાએ જાન્યુઆરીમાં કોરોનાની રસી પર કામ કરવાની જાહેરાત કરી હતી. તેણે રસીની પ્રગતિ અંગેના અનેક સમાચાર પ્રકાશિત કર્યા છે. જેમાં તેના શેરની કિંમત ત્રણ ગણી વધી ગઈ છે. તેનું બજાર મૂલ્ય રૂ.2.24 લાખ કરોડ થઈ ગઈ. મોડર્ના સાથે જોડાયેલા લોકોએ જાહેરાત પછી રૂ.1850 કરોડનાં શેર વેચ્યા છે.

15 કર્મચારીઓની કંપનીએ કરોડોની કમાણી કરી વેક્સાર્ટ કંપનીએ સૌથી વધુ પૈસા કમાયા છે. વર્ષની શરૂઆતમાં તેનો શેર રૂ.26નો હતો. તેણે જાન્યુઆરીમાં વાઈરસની રસી બનાવવાની શરૂઆત કરી હતી. 15 કર્મચારીઓની કંપનીએ 26 જુનના રોજ રસી પર કામ કરવા અને તેના માટે સરકારના ‘ઓપરેશન વાર્પ સ્પીડ’માં પસંદ થયાની જાહેરાત કરી હતી. તેનાં શેરની કિંમત છ ગણી વધી ગઈ. કંપની પર નિયંત્રણ ધરાવનાર હેજ ફંડ - આર્મિસ્ટિસ રૂ.1490 કરોડનો નફો રળીને બહાર નિકળી ગયો. કંપનીએ હજુ સુધી કશું પણ બનાવ્યું નથી.


Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
ન્યૂયોર્ક સ્ટોક એક્સચેન્જની ફાઇલ તસવીર.