Translate to...

વિકાસ દુબેના ઘર અને આજુબાજુના 5-6 ઘરમાંથી પોલીસ પર ગોળીબાર થયો હતો, ગામમાં સન્નાટો

વિકાસ દુબેના ઘર અને આજુબાજુના 5-6 ઘરમાંથી પોલીસ પર ગોળીબાર થયો હતો, ગામમાં સન્નાટો
કાનપુરનું બિકરું ગામ હવે ગામ નથી પણ પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું. ગત ગુરુવારની રાત્રે અસામાજીક તત્વોને પકડવા માટે પહોંચેલા 8 પોલીસ કર્મચારીની હત્યા કરી દેવામાં આવી. પોલીસ ટીમનો ટાર્ગેટ કાનપુરના હિસ્ટ્રી શીટર વિકાસ દુબે હતો, પણ તપાસ દરમિયાન આજુબાજુની 5 ઘરમાંથી પોલીસ ટીમ પર ગોળીબાર થયો હતો. વિકાસ દુબે ફરાર થઈ ગયો છે અને હવે તેના ઘર પર પિતા, નોકરાણી તેમ જ નોકરાણીના બાળક છે.

ઘટનાના ગણતરીના કલાકોમાં જ્યારે ભાસ્કરની ટીમ બિકરું ગામ પહોંચી તો ચોતરફ ફક્ત પોલીસ જ દેખાતી હતી. મુખ્ય માર્ગથી થોડા અંતરે ચાર બાજુથી એક મકાનને ઘેરવામાં આવેલુ છે, તે વિકાસ દુબેનું ઘર છે. તેના ઘરની આજુબાજુ તેના નજીકના સંબંધિઓના ઘર છે અને આ ઘરોમાંથી પોલીસ પર ગોળીબાર થયો હતો.

આ વિકાસનું ઘર છે. ઘટના બાદ પોલીસ અને મીડિયાનો જમાવડો જોવા મળે છે.

ઘરમાંથી નોકરાણી અને તેના બાળક મળ્યાધીમે ધીમે જ્યારે અમે મોટા ઘરની અંદર પ્રવેશ કર્યો તો એક લોબીમાં એક પંખો તૂટેલો દેખાયો. બારીના કાચ તૂટીને વિખેરાયેલા પડ્યા હતા. ગેલેરીથી આગળ જતા એક મોટું આંગણુ અને ત્યારબાદ નજીકમાં રસોડુ છે. એક ખાટલા ઉપર બે બાળકો બેઠા હતા. જેમના માટે એક મહિલા બાફેલા બટાકા અને રોટલી લઈને આવી રહી હતી. આ મહિલા વિકાસની નોકરાણી રેખા છે. જે બાળકો માટે ભોજનની વ્યવસ્થા કરી રહી હતી.

વિકાસની નોકરાણી રેખા તેના બાળકોને ખવડાવી રહી છે

વિકાસના પિતાને પેરાલિસિસ છે, તે ઘરમાં જ મળ્યાઘરમાં સામાન વિખેરાયેલો પડ્યો હતો. એવું લાગતુ હતું કે એન્કાઉન્ટર બાદ ઘરમાં તોડફોડ કરવામાં આવી. રેખાએ કહ્યુ કે તેના પતિ કલ્લૂને પોલીસ પકડીને લઈ ગઈ છે. વિકાસના પિતા રામકુમાર અહીં રહે છે, તે ઘણા દિવસથી બીમાર છે. તેમને પેરાલિસિસ છે.

હિસ્ટ્રીશીટર વિકાસ દુબેના ઘરમાં બારીના તૂટેલા કાચ દેખાય છે

રેખા કહે છે કે વિકાસ અહીં ઘણા સમયથી આવ્યો નથી. રાત્રીના સમયે જ્યારે પોલીસ ઘરમાં આવી તો જાણવા મળ્યું કે તે વિકાસને શોધતી હતી. રેખા એટલા માટે વધારે પરેશાન છે કે ઘરમાં પોલીસે તોડફોડ કરી હતી અને બધુ જ નવેસરથી સંભાળવું પડશે. 8 પોલીસની હત્યાના કેટલાક કલાક બાદ અમે તેમને જોઈ પણ તેના ચહેરા પર થોડો પણ શોક દેખાયો નહીં.

વિકાસના ઘરમાં સામાન અસ્તવ્યસ્ત હતો

વિકાસના મામાનું એન્કાઉન્ટર થયું હતું, પણ ઘરવાળાને જાણ જ ન હતીપ્રેમ પ્રકાશના ઘરમાં પ્રવેશ કરતા પહેલા તેની પત્ની સુષ્મા પાંડે દેખાય છે. તે કહે છે કે દિકરો શશિકાંત નિર્દોષ છે. તેને એ વાતની પણ ખબર નથી કે તેના પતિ એન્કાઉન્ટરમાં માર્યા ગયો છે. આ રૂમમાં જ શશિકાંતની પત્ની મનુ પણ દેખાય છે, જે રડી રહી હતી. તેનો દિકરો ઉંઘી રહ્યો હતો. અમે ગેલેરીમાં આગળ વધ્યા તો એક મોટું આંગણુ દેખાયું. આંગણાના એક ખૂણામાં ઘણુબધુ લોહી દેખાયું. પોલીસે અમને કહ્યું કે દેવેન્દ્ર મિશ્રાને અહીં ગોળી મારવામાં આવી હતી.

આ તસ્વીર સુમન પાંડેની છે. સુમનના પતિ પ્રેમ પ્રકાશનું પોલીસે એન્કાઉન્ટર કર્યું છે. પણ સુમન તે અંગે વાકેફ નથી

વિકાસના મામાના ઘરમાં સીઓની હત્યાવિકાસ દુબેના ઘરની સામે આશરે 200 મીટર પર તેના મામા પ્રેમ પ્રકાશનુ ઘર છે. આ ઘરમાં DSP દેવેન્દ્ર મિશ્રને ગોળી મારવામાં આવી. પ્રેમ પ્રકાશને પોલીસે એન્કાઉન્ટરમાં સવારે સાત વાગે મારી નાંખવામાં આવ્યો હતો. તેનો દિકરો શશિકાંત ફરાર છે. બન્ને ઘર વચ્ચે માર્ગ છે. આ માર્ગ પર પોલીસને અટકાવવા માટે JCB ઉભુ કરવામાં આવ્યુ હતું

અહી વિકાસના મામ પ્રેમ પ્રકાશનું ઘર છે. અહીં DSP દેવેન્દ્રને ગોળી મારવામાં આવી

ગામનો માર્ગ બનાવી રહ્યો હતો વિકાસ, JCB ભાડે લાવ્યો હતોમનુ કહે છે કે ગોળીબારને જોઈ મારા પતિ અને મારા સસરા ભાગી ગયા. અમે લોકોએ અંદરથી દરવાજો બંધ કરી દીધો.વિકાસ કેટલાક દિવસથી અહીં રહેતો હતો. તે ગામમાં માર્ગ બનાવતો હતો, આ માટે તે JCB પણ ભાડેથી લાવ્યો હતો. બીજી બાજુ, પોલીસે અમને કહ્યું કે પ્રેમ પ્રકાશના મકાનમાંથી ગોળીબાર થયો હતો. જ્યારે CO અંદર ગયા તો તેમને પણ ગોળી મારી દેવામાં આવી હતી. બિકરુથી છોડા અંતરે પોલીસે સવારે 7 વાગે પ્રેમ પ્રકાશ અને વિકાસના ભત્રીજો અતુલનું એન્કાઉન્ટર કર્યું હતું

વિકાસ અને તેના મામાના ઘરની સામેના માર્ગ પર જેસીડી ઉભુ કરી દેવામાં આવ્યુ હતુ, જેથી પોલીસને તપાસ માટે આવવામાં તકલીફ પડે

વિકાસને અગાઉથી જાણ થઈ ગઈ હતીવિકાસને પોલીસની તપાસ અંગે અગાઉથી જાણ થઈ ગઈ હતી. તેણે પોતાના ઘરે અને આજુબાજુના ઘરોમાંથી હુમલો કરવાની યોજના કરી લીધી હતી. તેના લોકો અગાઉથી ત્યાં તૈયાર હતા. જ્યારે પોલીસને ઘેરી લેવામાં આવી હતી ત્યારે ટીમ JCB સુધી પહોંચી તો તેમની ઉપર ચોતરફથી ગોળીબાર શરૂ થઈ ગયો હતો.વિકાસના ઘર ઉપરાંત અલગ-અલગ ઘરોમાંથી ગોળીબાર કરવામાં આવ્યો હતો. આ ઘરોમાં રહેતા લોકો ભાગી છૂટ્યા છે.

આ તસ્વીર વિકાસના પિતાની છે. તે લાંબા સમયથી બીમાર છે.

ગામના અનેક યુવકોની પૂછપરછ કરવામાં આવી રહી છેપોલીસે ગામના અનેક યુવકોને અટકાયતમાં લઈ પૂછપરછ કરવામાં આવી રહી છે. તેમના પર વિકાસ માટે કામ કરવાનો આરોપ છે.અનેક લોકો પાસેથી મોબાઈલ પણ જપ્ત કરવામાં આવ્યા છે. પોલીસ કોમ્બિંગ કરી રહી છે.

આ તસ્વીર વિકાસના ઘરે જતી મુખ્ય માર્ગ છે

કોઈ જ વ્યક્તિ વિકાસ વિરુદ્ધ બોલવા તૈયાર નથીગામમાં ડરનો માહોલ છે. કોઈ પણ વિકાસ સામે બોલવા માટે તૈયાર નથી. વિકાસના ઘરથી દૂર આવેલા ઘરોમાંથી પણ કોઈ વ્યક્તિ કંઈ પણ કહેવા તૈયાર નથી કે છેવટે રાત્રે શું થયું હતું.

અથડામણવાળી જગ્યા પર બંદુક અને લોહીના ડાઘ જોવા મળે છે

વિકાસનો મોટો દિકરો વિદેશમાં અભ્યાસ કરે છેવિકાસની નોકરાણી રેખા કહે છે કે વિકાસની પત્ની અને બે દિકરા લખનઉમાં રહે છે. લખનઉનું સરનામુ ખબર નથી. વિકાસનો મોટો દિકરો વિદેશમાં MBBS કરી રહ્યો છે, જ્યારે નાનો દિકરો લખનઉમાં ઈન્ટર કરી રહ્યો છે.

ADG કાયદો-વ્યવસ્થા પ્રશાંત કુમાર બિકરુ ગામ પહોંચ્યા હતા

આ તસ્વીર કાનપુરના બિકરુ ગામ સ્થિત વિકાસ દુબેના ઘરની છે. ઘરની બહાર ગેટ પર CCTV લાગેલા છે.તેની બહાર JCB લગાવી પોલીસનો માર્ગ અટકાવવામાં આવ્યો હતો