Translate to...

વિકાસ દૂબેને એકપણ કેસમાં સજા મળી નથી; એન્કાઉન્ટરથી બચી ગયો, પરંતુ શું જન્મટીપ કે ફાંસીથી બચી શકશે?

વિકાસ દૂબેને એકપણ કેસમાં સજા મળી નથી; એન્કાઉન્ટરથી બચી ગયો, પરંતુ શું જન્મટીપ કે ફાંસીથી બચી શકશે?
કાનપુરમાં આઠ પોલીસ કર્ચમારીની હત્યાના કેસમાં ફરાર મુખ્ય આરોપી વિકાસ દૂબેની ઉજ્જૈનથી ધરપકડ થઈ છે. કોંગ્રેસે તેની નાટકીય ધરપકડ ઉપર સવાલ ઉઠાવ્યા છે, પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે હવે આગળ શું થશે? શું આ ધરપકડ કે સરેન્ડર વિકાસ દૂબેને એન્કાઉન્ટરથી બચાલી લેશે? શું તેનો જીવ બચી જશે?

વિકાસનું એન્કાઉન્ટર કેમ ન થઈ શકે?

લોકો અને પોલીસ કર્મચારીઓમાં ગેંગસ્ટર વિકાસ દૂબેના એન્કાઉન્ટરની માંગ ઉઠી રહી છે. પરંતુ આ શક્ય નથી. સંવિધાનના આર્ટિકલ 21 દરેકને જીવવાનો અધિકાર આપે છે. એક ગુનેગારને પણ. વિકાસ દૂબેના એન્કાઉન્ટરની માંગ વિશે સુપ્રીમ કોર્ટની ડિવિઝન બેન્ચના એક્સ્ટ્રા- જ્યુડિશિયલ હત્યાઓ એટલે કે એન્કાઉન્ટર પર 2014માં અપાયેલા ચુકાદાનું અલગ મહત્વ છે. પીયુસીએલ વિરુદ્ધ મહારાષ્ટ્ર કેસમાં પીપલ્સ યુનિયન ઓફ સિવિલ લિબર્ટીઝે મુંબઈ પોલીસના 1995થી 1997 વચ્ચે થયેલા એન્કાઉન્ટર્સમાં 90 ગુનેગારોની હત્યા અંગે સવાલ ઉઠાવ્યા હતા. તે અંતર્ગત 2018માં યુપી પોલીસના એન્કાઉન્ટર સામે અરજી પણ દાખલ કરાઈ હતી. તે સમયના ચીફ જસ્ટિસ આરએમ લોઢા અને જસ્ટિસ આરએફ નરીમને 233 સપ્ટેમ્બર 2014ના ચુકાદામાં કહ્યું હતું કે સંવિધાનના આર્ટિકલ 21 મુજબ દરેક વ્યક્તિને જીવવાનો અધિકાર છે. સરકાર પણ તેનો એ અધિકાર કોઈ પાસેથી છીનવી શકે નહીં.

તો શું પોલીસ માટે એન્કાઉન્ટરનો વિકલ્પ નથી?

કાનપુર એન્કાઉન્ટર કેસમાં મુખ્ય આરોપી વિકાસ દૂબેની મધ્યપ્રદેશના ઉજ્જૈનથી ધરપકડ કરાઈ છે. તેણે ઉજ્જૈનમાં કોઈ ગુનો કર્યો નથી. એવામાં યુપી પોલીસ તેને ઉજ્જૈન કોર્ટમાં રજૂ કરી ટ્રાંઝિટ રિમાન્ડ માંગશે. ટ્રાંઝિટ રિમાન્ડ મળ્યા પછી યુપી પોલીસ વિકાસ દૂબેને કાનપુર લઈ જશે અને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ માંગીને પુછપરછ કરશે. આ દરમિયાન કાનપુરના બિકારુ ગામમાં થયેલા એન્કાઉન્ટર વિશે સવાલ પુછાશે? આ પહેલા જો ઉત્તર પ્રદેશ લઈ જતી વેળાએ વિકાસ દૂબે ભાગવાની કોશિશ કરશે તો(તેની સંભાવના ઓછી છે) તો પોલીસ એન્કાઉન્ટર કરી શકે છે. કાનપુર જેલ પહોંચી જશે તો વિકાસ દૂબેનું એન્કાઉન્ટર નહીં થઈ શકે. ઉજ્જૈન આવવું અને નાટકીય રીતે ધરપકડ કરાવવી એ સ્પષ્ટ રીતે જીવ બચાવવા માટે સરેન્ડર છે.

આવી રીતે પોલીસ કોઈપણનું એન્કાઉન્ટર ન કરી શકે?

સુપ્રીમ કોર્ટે 2015માં પોલીસ એન્કાઉન્ટર સંદર્ભમાં દિશા-નિર્દેશ બહાર પાડ્યા હતા. દરેક એન્કાઉન્ટરની તપાસ જરૂરી છે. તપાસ પૂરી થયા સુધી તેમા સામેલ પોલીસ કર્મચારીને પ્રમોશન અને વિરતા પુરસ્કાર મળતા નથી. એન્કાઉન્ટર ખાસ કરીને બે પ્રકારના હોય છે. પહેલું જેમાં કોઈ ગુનેગાર પોલીસની કસ્ટડીમાંથી ભાગવાની કોશિશ કરે. બીજું પોલીસ જ્યારે કોઈ આરોપીને પકડવા જાય અને તે સામે હુમલો કરી દે. સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન મુજબ CRPCની કલમ 176 મુજબ દરેક એન્કાઉન્ટરની મેજિસ્ટ્રેટ તપાસ જરૂરી છે. પોલીસે દરેક અથડામણ પછી ઉપયોગમાં લેવાયેલા હથિયાર અને ગોળીઓનો હિસાબ આપવાનો હોય છે. પોલીસને એન્કાઉન્ટરનો અધિકાર નથી. માત્ર પોતાની સુરક્ષાનો અધિકાર છે. જો આરોપીથી પોતાનો જીવ બચાવવા પોલીસ કર્મચારી ગોળી ચલાવે અને કોઈ આરોપી માર્યો જાય તો તે સાબિત કરવું પણ જરૂરી છે.

તો હવે વિકાસ દૂબેને ફાંસી થશે કે જન્મટીપ?

જાણીતા ક્રિમિનલ લોયર અને મુંબઈના 26/11 કેસમાં કસાબને ફાંસી અપાવવામાં મહત્વની ભૂમિકા નિભાવનાર સરાકરી વકીલ ઉજ્વલ નિકમનું કહેવું છે કે યુપી પોલીસ માટે આગળનો માર્ગ સરળ નહીં હોય. નિકમનું કહેવું છે કે અત્યાર સુધીમાં વિકાસ દૂબેને કોઈ કેસમાં સજા થઈ નથી. તેની સામે કોઈ મજબુત પુરાવા પોલીસ પાસે નથી. એવામાં બિકરુ ગામના એન્કાઉન્ટરને લઈને પોલીસ એ સાબિત કરવું પડશે કે 8 પોલીસ કર્મચારીની હત્યા સમયે વિકાસ દુબે જ પોતાના સાથીઓને નિર્દેશ આપી રહ્યો હતો, જે એટલું સરળ નહીં હોય. એટલું જ નહીં, કેસ લાંબો ચાલશે. ફાસ્ટ ટ્રેકમાં ગયો તો પણ વિકાસ દૂબે માટે ફાંસી સરળ નહીં હોય કારણ કે તે રેરેસ્ટ ઓફ રેર કેસમાં અપાય છે.પોલીસ અને વકીલોએ વધારે મહેનત કરવી પડશે. ત્યારે તે કોર્ટમાં ફાંસીની માંગ કરી શકશે.

વિકાસ દૂબે ઉપર 60થી વધારે કેસ,સજા એકપણમાં નહીં

કાનપુરના ચૌબેપુર પોલીસ સ્ટેશનમાં વિકાસ દૂબે સામે 60 કેસ નોંધાયા છે. તેમાં હત્યાનો પ્રયાસ જેવા ગંભીર કેસ પણ છે. કાનપુર આઈજી મોહિત અગ્રવાલ મુજબ જે કેસમાં પોલીસે વિકાસ દૂબેના ઘરે રેડ પાડી હગતી તે હત્યા સાથે જોડાયેલ હતો. વિકાસ દૂબે તેમા આરોપી હતો. છેલ્લા ત્રણ દશકમાં વિકાસ દૂબે ઉપર ઘણા કેસ નોંધાયા. ઘણીવાર ધરપકડ પણ થઈ પરંતું કોઈ કેસમાં સજા થઈ નથી.

Vikas Dubey has not been convicted in any of the cases so far; Survived the encounter, but will he survive the birthmark or the gallows?