Translate to...

વિકાસ દુબેની ઉજ્જૈનમાં ધરપકડ થઈ હતી; UP પોલીસે MP પોલીસને પત્ર લખી પૂછ્યું- 5 લાખ ઈનામ કોને આપવાનું છે

વિકાસ દુબેની ઉજ્જૈનમાં ધરપકડ થઈ હતી; UP પોલીસે MP પોલીસને પત્ર લખી પૂછ્યું- 5 લાખ ઈનામ કોને આપવાનું છે




ઉત્તર પ્રદેશના કાનપુરમાં બે જુલાઈની રાત્રે બિકરું ગામમાં આઠ પોલીસ કર્મચારીઓની હત્યા કરવામાં આવી હતી. આ ઘટનાનો માસ્ટર માઈન્ડ અને હિસ્ટ્રીશીટર વિકાસ દુબેની 9 જુલાઈના રોજ ઉજ્જૈનથી ધરપકડ કરવામાં આવી હતી. તેના પર UP પોલીસે પાંચ લાખ રૂપિયાનું ઈનામ જાહેર કર્યું હતું. ઉજ્જૈનથી કાનપુર લાવવામાં આવતો હતો ત્યારે માર્ગમાં STFની ગાડી પલટી મારી ગયા બાદ ભાગવાનો પ્રયત્ન કરતી વખતે વિકાસ દુબે ઠાર થયો હતો. હવે UP પોલીસે પત્ર લખીને MP પોલીસને પૂછ્યુ છે કે હિસ્ટ્રીશીટરને લઈ જે ઈનામ જાહેર કરવામાં આવ્યુ હતું તે કોને આપવામાં આવે.

વિકાસ દુબેની ધરપકડ ઉજ્જૈનમાંથી થઈ હતી. ધરપકડ બાદ અનેક વ્યક્તિ સામે આવ્યા છે કે જેમની માહિતીને આધારે વિકાસ દુબેની ધરપકડ કરવામાં આવી હતી.આ સંજોગોમાં UP પોલીસ સામે એક મૂઝવણભરી સ્થિતિ સર્જાઈ છે કે છેવટે ઈનામની રકમ કોને આપવામાં આવે. આ અંગે UP પોલીસે MP પોલીસને એક પત્ર પણ લખ્યો છે.

ત્રણ સભ્યની ટીમ નિર્ણય લેશેUP પોલીસ પણ જાણવા ઈચ્છે છે કે ઈનામની આ રકમ કોને આપવામાં આવે. ઉજ્જૈન SP મનોજ કુમાર સિંહે મીડિયા સાથે વાતચીતમાં કહ્યું કે કાનપુર SSPનો અમને પત્ર મળ્યો છે. આ પત્રમાં વિકાસ દુબે પર જે ઈનામ જાહેર કરવામાં આવ્યુ હતું તેનો ઉલ્લેખ છે. આ સાથે જ તેમણે એ માહિતી પણ માંગી છે કે આ ઈનામની રકમ કોને આપવામાં આવે. આ સાથે વિકાસ દુબેની અટકાયત કરવામાં કોની ભૂમિકા હતી તેની પણ માહિતી માંગી છે.

આ માટે ત્રણ સભ્યની ટીમ તૈયાર કરવામાં આવી છે, જે આ ઈનામની રકમ કોને આપવી તે અંગે નિર્ણય કરશે. આ સમિતીમાં SSP રેન્કના 3 અધિકારીનો સમાવેશ થાય છે. વિકાસ દુબેને પ્રથમ વખત કોણે જોયો, તેને કોણે પકડ્યો અને UP STFને કોણે સોંપ્યો તે અંગે વિગતોનો તેમા સમાવેશ થાય છે.







વિકાસ દુબેની ઉજ્જૈન માંથી ધરપકડ કરવામાં આવી હતી-ફાઈલ ફોટો