Translate to...

વિકાસ દુબે એન્કાઉન્ટર: પોલીસ પર પણ હત્યાનો કેસ ચાલશે; સાબિત કરવું પડશે કે સ્વબચાવ માટે હત્યા કરાઈ છે

વિકાસ દુબે એન્કાઉન્ટર: પોલીસ પર પણ હત્યાનો કેસ ચાલશે; સાબિત કરવું પડશે કે સ્વબચાવ માટે હત્યા કરાઈ છે
કાનપુરના બિકરુ ગામમાં સીઓ સહિત 8 પોલીસ કર્મચારીઓની હત્યા કરનાર ગેંગસ્ટર વિકાસ દુબે શુક્રવાર સવારે એન્કાઉન્ટરમાં માર્યો ગયો છે. એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા પોલીસ કર્મચારીઓના પરીવારજનો સાથે લોકો પણ તેને યોગ્ય ગણાવી રહી છે. બીજી તરફ રાજકારણ પણ ગરમાયું છે.

તમામ વિરોધ પક્ષો ઓરોપ લગાવી રહ્યા છે કે વિકાસ દુબે ઘણા નેતાઓનો પર્દાફાશ કરી શકે તેમ હતો. એટલા માટે તેને ઠાર કરાયો હતો. આ એન્કાઉન્ટર ઉપર વિશેષજ્ઞ પણ સવાલ કરી રહ્યા છે. પોલીસની કહાની પોતાની જગ્યાએ છે. વિશેષજ્ઞનું કહેવું છે કે પ્રક્રિયા મુજબ કેસ તો હત્યાનો જ નોંધાશે.

વિકાસ દુબેના એન્કાઉન્ટરમાં પોલીસની કહાની શું છે?યુપી STFની ટીમ વિકાસ દુબેને ઉજ્જૈનથી કાનપુર લઈ જઈ રહી હતી. શહેરથી 17 કિમી પહેલા બર્રા પોલીસ સ્ટેશનની હદમાં સવારે 6.30 વાગ્યે કાફલાની એક કાર પલટી ગઈ. વિકાસ દુબે એ ગાડીમાં હતો. વિકાસ દુબેએ પોલીસ પાસેથી પિસ્ટોલ છીનવીને હુમલો કરવાની કોશિશ કરી. જવાબી કાર્યવાહીમાં તેને ત્રણ ગોળીઓ વાગી અને હોસ્પિટલમાં લઈ જતી વેળાએ તેનું મોત થયું.

સવારે 7.55 વાગ્યે તેને મૃત જાહેર કરાયો હતો. વિકાસ દુબેને ત્રણ ગોળી છાતીમાં અને એક હાથમાં વાગી હતી. એડીજી (લો એન્ડ ઓર્ડર) પ્રશાંત કુમારનું કહેવું છે કે ગાડી પલટ્યા પછી વિકાસે ભાગવાની કોશિશ કરી. તેણે એક ઘાયલ જવાનની પિસ્ટોલ છીનવી લીધી હતી. અમે વિકાસને સરેન્ડર માટે કહ્યું, પરંતુ તેણે ફાયરિંગ કર્યું. પોલીસે બચાવમાં ગોળી છોડવી પડી.

હવે આગળ શું થશે, શું પોલીસે જે કર્યું તે યોગ્ય છે?સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ સંજય પારિખનું કહેવં છે કે કાયદામાં એન્કાઉન્ટર જેવો કોઈ શબ્દ નથી. કાયદાની દ્રષ્ટીએ આ એક હત્યા છે. FIR થશે. લોકોમાં ગેરસમજ છે કે પોલીસ એન્કાઉન્ટર કરી બચી જાય છે. એવા અનેક કેસ છે કે જેમાં ફેક એન્કાઉન્ટરમાં પોલીસ કર્મચારીઓને સજા મળે છે. પોલીસને એન્કાઉન્ટરમાં કોઈને પણ મારવાની છૂટ નથી. તેને પણ હત્યાની માફક ટ્રીટ કરવામાં આવે છેકેસ નોંધાશે અને સ્વતંત્ર પોલીસ અધિકારી દ્વારા તપાસ થશે. તમાપમાં એ સ્પષ્ટ થશે કે પોલીસ ક્રમચારીઓએ આત્મરક્ષા માટે અધિકાર હેઠળ ગુનેગાર પર ગોળી ચલાવવામાં આવી છે કે પછી એન્કાઉન્ટર કરવામાં આવ્યુ છે. હાલમાં તો આ કેસમાં કંઈ પણ કહેવું ઉતાવળભર્યું કહેવાશે. એન્કાઉન્ટર થયું છે, તે યોગ્ય છે કે અયોગ્ય તે તપાસમાં જ સ્પષ્ટ થશે.

રાઈટ ફોર પ્રાઈવેટ ડિફેન્સ એટલે કે આત્મરક્ષાના અધિકાર હેઠળ કરવામાં આવતી કાર્યવાહીને યોગ્ય ગણવામાં આવે છે. આ ઉપરાંત વિકાસ દુબેના કોઈ સંબંધિ કોઈ પોલીસ સ્ટેશનમાં FIR દાખલ કરાવી શકે છે.

એવી જ રીતે સુપ્રીમ કોર્ટમાં એન્કાઉન્ટર કેસ લડી ચુકેલા વરિષ્ઠ વકીલ પ્રશાંત ભૂષણે ટ્વિટ કરી કહ્યું છે કે આ એક એક્સ્ટ્રા-જ્યુડિશિયલ કિલિંગનો એક સ્પષ્ટ કેસ છે. દુબે એક ગેંગસ્ટર આતંકવાદી હતો, જેને કદાંચ મરવું જ જોઈતુ હતું. પણ યુપી પોલીસે સ્પષ્ટ રીતે તેની હત્યા કરી છે. જો ભારતની સુપ્રીમ કોર્ટે આ ઘટનાની સુઓ મોટોને આધારે સ્થિતિને ધ્યાન પર નહીં લે તો તેનો અર્થ એ થયો કે ભારતમાં કાયદાનું કોઈ જ શાસન બચ્યુ નથી.

શું છે રાઈટ ફોર પ્રાઈવેટ ડિફેન્સ?IPCની કલમ-96થી 106 હેઠળ રાઈટ ઓફ પ્રાઈવેટ ડિફેન્સની વ્યાખ્યા રજૂ કરવામાં આવી છે. તેમા વ્યક્તિની સુરક્ષા અને પોતાની સંપત્તિની સુરક્ષા માટે આપવામાં આવતો એક અધિકાર છે. તેમા પણ કલમ-100માં સ્પષ્ટ કરવામાં આવ્યુ છે કે કઈ પરિસ્થિતિમાં આત્મરક્ષા માટે કરવામાં આવેલ હત્યા એ ગુનો માનવામાં નહીં આવે. આ માટે ચાર જોગવાઈ ચે.

1. જે વ્યક્તિએ હત્યા કરી છે, તેની અથડામણમાં કોઈ ભૂલ ન હોવી જોઈએ.2. એ સ્પષ્ટ હોવું જોઈએ કે જો તે હત્યા ન કરી હોય તો તેના જીવને જોખમ હતું અથવા શરીરને ગંભીર ઈજા પહોંચવાની શક્યતા હતી3. આરોપી પાસે પીછેહઠ કરવાનો કે ભાગવાનો કોઈ માર્ગ ન હતો.4. સામેની વ્યક્તિને જાનથી મારી નાંખવી તે તે સમયની આવશ્યકતા હતી

તો શું પોલીસ આત્મરક્ષાને આધાર બનાવી બચીને નિકળી જશે?1. પંજાબના અમૃતસરમાં બે પોલીસ કર્મચારઓએ 18 સપ્ટેમ્બર 1992માં એક 15 વર્ષિય સગીરનું એન્કાઉન્ટર કર્યું હતું. 26 વર્ષ બાદ 2018માં બન્ને પોલીસ કર્મચારીઓને આજીવન કેદની સજા કરવામાં આવી2. દેહરાદૂનમાં 3 જુલાઈ 2009માં રણવીરની એન્કાઉન્ટરમાં હત્યા કરવામાં આવી હતી. આ કેસમાં પણ ઉંડી તપાસ થયા બાદ 18 પોલીસ કર્મચારીઓને જૂન 2014માં આજીવન કેદની સજા થઈ. બાદમાં 11 પોલીસ કર્મચારી મુક્ત થયા જ્યારે સાત પોલીસ કર્મચારીની સજા યથાવત રહી.3. જુલાઈ 1991માં પીલીભીતમાં 47 પોલીસ કર્મચારઓએ 11 શીખને આતંકવાદી ગણાવી અથડામણમાં ઠાર ક્યા હતા. PIL પર સુપ્રીમ કોર્ટે 2016માં દોષી પોલીસ કર્મચારીઓને આજીવન કેદની સજા કરવામાં આવી. ત્યા સુધીમાં 10 કર્મચારીનું મૃત્યુ થઈ ગયુ હતું.4. દિલ્હીમાં 1997માં બે ઉદ્યોગપતિઓને અથડામણમાં ઠાર કરનાર સહાયક પોલીસ વડા સહિત દસ અધિકારીઓને 2011માં આજીવન કારાવાસની સજા કરવામાં આવી હતી.

એન્કાઉન્ટર હત્યા કેસમાં સુપ્રીમ કોર્ટની 16 મુદ્દાની માર્ગદર્શિકા શું છે?સુપ્રીમ કોર્ટે 2014માં એન્કાઉન્ટર હત્યાઓ અંગે કહ્યું હતું કે સરકાર કોઈ પણ વ્યક્તિને બંધારણ હેઠળ મળેલા અધિકારથી વંચિત રાખી શકે નહીં. ત્યારબાદ તેમણે 16-મુદ્દાની માર્ગદર્શિકા રજૂ કહી હતી.1.ગુનાહિત પ્રવૃત્તિઓ સાથે જોડાયેલી ઘટનાનો રેકોર્ડ લેખિત અથવા ઈલેક્ટ્રોનિક ફોર્મમાં રાખવામાં આવે2. તે કોઈ ટિપ-ઓફ પર પોલીસ હથિયારોનો ઉપયોગ કરી શકે છે અને કોઈ વ્યક્તિનું મોત થાય છે તો યોગ્ય ગુનાહિત તપાસ શરૂ કરવા FIR દાખલ કરવી.3. આ પ્રકારના મોતને લગતા કેસ સ્વતંત્ર CID ટીમ કરશે. જેને અગાઉ ઓછામાં ઓછી આઠ તપાસ કરેલી છે.4.એન્કાઉન્ટર હત્યામાં મેજીસ્ટ્રીટ તપાસ ફરજિયાત કરવામાં આવે5. NHRC અથવા રાજ્યના માનવ અધિકાર આયોગને એન્કાઉન્ટરમાં થયેલા મોતની તાત્કાલિક જાણ કરવામાં આવે6.ઈજાગ્રસ્ત પીડિત/અપરાધીને તાત્કાલિક તબીબી મદદ કરવામાં આવે અને મેજીસ્ટ્રેટ તેનું નિવેદન નોંધે7. કોઈ પણ પ્રકારના વિલંબ વગર FIR અને પોલીસ ડાયરીને કોર્ટ સમક્ષ સુનિશ્ચિત કરવામાં આવે8.તાત્કાલિક ટ્રાયલ શરૂ કરવામાં આવે અને યોગ્ય પ્રક્રિયાનું પાલન કરવામાં આવે9. ગુનેગારના નજીકના સંબંધિને તેના મોત અંગે જાણ કરવામાં આવે.10. તમામ એન્કાઉન્ટર મોતની વિગતો બે વર્ષમાં NHRC અને રાજ્ય પંચને નિર્ધારિત ફોર્મેટમાં આપવામાં આવે11. જો કોઈ એન્કાઉન્ટર ખોટી રીતે કરવામાં આવ્યું હોય તો દોષિત પોલીસ અધિકારીને સસ્પેન્ડ કરી અનુશાસનાત્મક કાર્યવાહી કરવામાં આવે.12.CRPC હેઠળ મૃતક સંબંધિને વળતર આપવામાં આવે13. પોલીસ અધિકારીઓને બંધારણની કલમ-20 હેઠળ મળેલા અધિકારોના સંદર્ભમાં તપાસ માટે હથિયાર તાત્કાલિક સરન્ડર કરવાના રહેશે.14. આરોપી પોલીસ અધિકારીના પરિવારને તાત્કાલિક જાણ કરવામાં આવે અને તેમને વકીલ/સલાહકારની સેવા આપવામાં આવે15. એન્કાઉન્ટર હત્યામાં સામેલ અધિકારીઓને કોઈ આઉટ ઓફ ટર્ન પુરસ્કાર કે પ્રમોશન આપવામાં ન આવે16. પીડિતના પરિવારને જો લાગે છે કે ગાઈડલાઈનનું પાલન નથી કરવામાં આવ્યુ તો તે સેશન્સ જજ સમક્ષ ફરીયાદ કરાવી શકે છે.Vikas Dubey encounter: Police will also be charged with murder; Must prove killed for self-defense