Translate to...

વિકાસ ચિત્ર કથાઃ આગળ ગુનાખોર, પાછળ સિપાહી; નેશનાલિઝ્મ અને સિટિઝનશીપનું CBI કનેક્શન

વિકાસ ચિત્ર કથાઃ આગળ ગુનાખોર, પાછળ સિપાહી; નેશનાલિઝ્મ અને સિટિઝનશીપનું CBI કનેક્શન
1. નજર જોયું, પણ હાથમાં ન આવ્યુંઆગળ ગુનાખોર, પાછળ સિપાહી. યુપીમાં આવું જ થઈ રહ્યું છે. એક ગેંગસ્ટર ગોળીઓ વરસાવીને આઠ પોલીસવાળાઓનો જીવ લીધા પછી ભાગી નીકળે છે અને છ દિવસ સુધી પોલીસ તેને પકડી નથી શકતી. તે પોલીસ કરતા આગળ છે.. અને પોલીસ પાછળ છે.અને એવું પણ નથી કે તેનો પત્તો નથી લાગી રહ્યો. ગેંગસ્ટર વિકાસ દુબે યુપીથી નીકળીને ફરીદાબાદ પહોંચી ગયો છે. હોટલમાં રૂમ લેવા માટે ગયો હતો. અંકુર નામ કહીને ત્યાં રોકાયો. હરિયાણા પોલીસ અને UP થી નીકળીને STF ત્યાં પહોંચી, આ પહેલા તે નીકળી ગયો હતો. CCTVમાં બસ તેની એક ઝલક જ જોવા મળી હતી, જે દિવસભર ચેનલ, સોશિયલ મીડિયા પર ચાલી હતી. ફુટેજમાં તે રસ્તા પર આરામથી ઊભેલો જોવા મળ્યો હતો. એક બે રિક્ષા વાળાને હાથ બતાવ્યા પછી ત્રીજી રિક્ષામાં નીકળી જાય છે.

હવે જોઈએ ચોંકવાનારી ત્રણ વાતોપહેલીઃ એવા પણ સમાચારો મળ્યા કે એક વખત વિકાસ પોલીસના ઠીક સામે હતો, પણ પોલીસ તેને ઓળખી ન શકી. સાચું છે કે ખોટું, એ તો વિકાસ અથવા પોલીસ જ કહી શકે છે.

બીજીઃ વિકાસ બે દિવસથી ફરીદાબાદમાં એક સંબંધીના ઘરમાં હતો. અહીંયા પણ પોલીસ મોડી પહોંચી હતી. આ પહેલા પણ બે દિવસ તે કાનપુરના શિવલીમાં હતોત્રીજીઃ વિકાસ ફરીદાબાદમાં જે સંબંધીને ત્યાં રોકાયેલો હતો,તેના ઘરેથી પણ ચાર પિસ્તોલ મળી. જેમાંથી બે યુપી પોલીસ પાસેથી લૂંટી લેવાઈ હતી.એવું પણ નથી કે પોલીસના દરેક એક્શનમાં મોડુ થઈ રહ્યું છે. વિકાસ દુબેના સૌથી વિશ્વાસુ શાર્પ શુટર અમર દુબેને યુપી પોલીસે બુધવારે ઠાર માર્યો છે.પોલીસ કહી રહી છે કે, અમે એવી કાર્યવાહી કરીશું કે ગુનાખોરોને પછતાવો થશે.

કાનપુર શુટઆઉટ / પોલીસે વિકાસની બાતમી પર ઈનામની રકમ વધારીને 5 લાખ કરી, બોડીગાર્ડ અમર દુબેનું એન્કાઉન્ટર કરાયું; 29 જૂને જ અમરના લગ્ન થયા હતા

2. નેશનલિઝ્મ, સેક્યુલરિઝ્મ અને સિટીઝનશીપને વાંચવાની જરૂર નથીCBSEના 9માંથી 12માં ધોરણના સિલેબસમાં થયેલા 30 ટકાના ઘટાડો થઈ ગયો છે. CBSEએ એક્સપર્ટ્સની ભલામણો અને સરકારને મળેલા દોઢ હજારથી વધુ સૂચનોના આધારે આ ઘટાડો કર્યો છે. અને આ યોગ્ય પણ છે. જેમાં 11માં ધોરણના અભ્યાસક્રમમાંથી નેશનાલિઝ્મ, સેક્યુલરિઝ્મ અને સિટીઝનશીપ હટાવી લેવાયું છે.

આ ત્રણેય એ જ શબ્દ છે, જે છેલ્લા 6 વર્ષથી સૌથી વધુ ચર્ચામાં છે. ત્રણ ટોપિક આગળ લખવામાં આવ્યું છે કે કમ્પ્લીટલી ડિલીટેડ. આગળ વધીએ તો અંગ્રેજીના અભ્યાસક્રમમાંથી લેટર ટૂ એડિટર અને નોકરી માટે રિઝ્યુમ સાથે અપ્લાઈ કરો જેવા ટોપિક પણ હટાવી લેવાયા છે. CBSEએ આ મામલે પણ જવાબ આપવા પડ્યા. બોર્ડે કહ્યું કે આ ઘટાડો તો માત્ર એક વખત માટે જ છે, હંમેશા માટે નથી.

CBSE ધોરણ 9ના સિલેબસમાંથી આ બધું નીકળ્યું / કમ્પ્યુટરમાંથી પ્રોગ્રામિંગ લેન્ગવેજ, સોશિયલ સાયન્સમાંથી લોકતાંત્રિક અધિકાર અને હિન્દીમાંથી બચ્ચન અને દિનકરની કવિતાઓ નીકળી ગઈ

3. ડ્રોપલેટ્સથી વધુ જોખમી એરોસોલકોરોના હવાથી ફેલાય છે કે નહીં, આ ચર્ચા બુધવારે વધી ગઈ હતી. જો કે, 32 દેશના 239 વૈજ્ઞાનિકોએ કહ્યું હતું, કે કોરોના હવાથી પણ ફેલાઈ શકે છે. ત્યારે WHOએ તેને ફગાવીને કહ્યું હતું કે, આ જોખમ માત્ર મેડિકલ ફેસિલિટી જેવી હોસ્પિટલ, ક્લિનીક અથવા ડિસ્પેન્સરીમાં જ છે. હવે WHOનું કહેવું છે કે તમામ જગ્યાએ એરોસોલ ટ્રાન્સમિશનના જોખમથી ઈન્કાર ન કરી શકાય.

હવે સમજીએ કે એરોસોલ કોણે કહેવાય છે. એક્સપર્ટે જણાવ્યું કે, આમા અને ડ્રોપલેટ્સલમાં વધુ ફરક નથી. જ્યારે ખાંસીએ કે છીંક આવે તો ડ્રોપલેટ્સ નીકળે છે. જ્યારે શ્વાસ છોડીએ તો કહીએ છીએને કે ગીત ગાઈએ ત્યારે એરોસોલ નીકળે છે. ડ્રોપલેટ્સ જો પાંચ માઈક્રોનથી ઓછા આકારના છે તો એરોસોલ કહેવાય છે.એરોસોલ બંધ રૂમમાં પણ થોડેક દૂર સુધી સફર કરી શકે છે. જેમાં હાજર વાઈરસ હવામાં ત્રણ કલાક સુધી જીવતો રહી શકે છે. એટલા માટે ડ્રોપલેટ્સથી વધુ જોખમી હોઈ શકે છે.

ડ્રોપલેટ્સને ટક્કર આપતા એરોસોલ / ભીડવાળી જગ્યાઓએ એક કોરોના દર્દી એટલા એરોસોલ છોડી શકે છે જે ઘણા લોકોને બીમાર પાડી શકે છે

4. આજની બે ઈવેન્ટ્સઆજે મોદી બોલશેઆજે બપોરે પીએમ મોદી ભાષણ આપવાના છે. આ અવસર ઈન્ડિયા ગ્લોબલ વીક 2020નો છે. આ ઈવેન્ટ બ્રિટનમાં આજથી શરૂ થવા જઈ રહી છે. જેમાં મોદી ભારતમાં ટ્રેડ અને ફોરેન ઈન્વેસ્ટમેન્ટ્સ અંગે વાત કરી શકે છે. ત્રણ દિવસ ચાલનારી આ સમિટમાં વિદેશ મંત્રી એસ જયશંકર, રેલવે મંત્રી પીયૂષ ગોયલ, સિવિલ એવિએશન મિનિસ્ટર હરદીપ સિંહ પુરી, IT મિનિસ્ટર રવિશંકર પ્રસાદ અને સ્કિલ ડેવલપમેન્ટ મિનિસ્ટર મહેમ્દ્રનાથ પાંડેય પણ સામેલ હશે. આ તમામ દિલ્હીમાં જ બેઠા બેઠા ભાગ લેશે, કારણ કે સમિટ વર્ચુઅલ છે.

બંગાળમાં આજથી ટોટલ લોકડાઉનબંગાળ આજે સાંજે પાંચ વાગ્યાથી ટોટલ લોકડાઉન લગાવવા માટે જઈ રહ્યું છે. જે આખા રાજ્ય માટે નથી. આ લોકડાઉન માત્ર કન્ટેન્ટમેન્ટ ઝોન અને બફર ઝોન માટે જ છે. કન્ટેન્ટમેન્ટ ઝોન એટલે કે રેડ ઝોનમાં આવનારા એવા વિસ્તાર જ્યાં સંક્રમણના કેસ સૌથી વધુ છે. બફર ઝોન એટલે કે કન્ટેન્ટમેન્ટ ઝોનની આસપાસ થોડાક કિમીનો વિસ્તાર.

5. આજનો દિવસ કેવો રહેશે?વાત રાશિફળની. આજે કન્યા, તુલા,ધન અને મીન રાશિ વાળાઓએ આખો દિવસ સાચવવું પડશે. જોબ-બિઝનેસ અને લેવડ દેવડમાં સાવધાની રાખવી પડશે. મેષ, વૃષક કર્ક અને કુંભ રાશિ વાળા લોકોએ દાન કરવું શુભ રહેશે. મિથુન, સિંહ અને મકર રાશિ વાળા લોકો માટે દિવસ સામાન્ય રહેશે.

9 જુલાઈનું રાશિફળ /ગુરુવારે તુલા રાશિના જાતકોએ ધન સંબંધિત લેવડ-દેવડમાં સાવધાની જાળવવી

6. અન્ય સમાચારો, કદાચ તમે વાંચવા માંગો1962 થી અત્યાર સુધી ભારત-ચીનની સફરબન્ને દેશોમાં 1962માં યુદ્ધ થયું હતું. ત્યારે ચીનની GDP આપણા કરતા માત્ર 12% વધુ હતી. આજે ભારત કરતા પાંચ ગણી મોટી ઈકોનોમી ચીનની છે. ઈકોનોમી ખુલ્યા પછી ભારતની સરખામણીએ ચીન વધુ આગળ વધી ગયું છે. ચીનની ઈકોનોમી 39 ગણી વધી ગઈ છે, જ્યારે ભારતની 9 ગણી વધી છે.

ભાસ્કર ડેટા સ્ટોરી / 1962ના યુદ્ધ વખતે ભારતથી ફક્ત 12% વધુ હતી ચીનની GDP, આજે આપણા કરતાં 5 ગણી મોટી ઈકોનોમી

UPના મોટા માફિયાઅમે ઉત્તરપ્રદેશના ઘણા એવા માફિયાની કહાની જણાવી રહ્યા છીએ જેમનો ભય છે. એકનું નામ અતીક અહેમદ છે. 10 જજોએ તેમના કેસની સુનાવણી માટે પોતાને અલગ કરી દીધા હતા. 11માં જજે સુનાવણી કરી અને અતીકને જામીન મળી ગયા હતા.ઈન્સ્ટાગ્રામનું નવું ફિચરઈન્ટાગ્રામે પિન કમેન્ટ ફીચરને હવે દરેક માટે રોલ આઉટ કરી દીધું છે. તેનું મે મહિનાથી જ ટેસ્ટિંગ ચાલી રહ્યું હતું. હવે યુઝર્સ તેમના એકાઉન્ટ પર નેગેટિવ કમેન્ટ્સ એક સાથે ડિલીટ કરી શકશે. ટ્રોલ કરનારા યુઝર્સને પણ બ્લોક કરી શકશે.

ન્યૂ ફીચર / ઇન્સ્ટાગ્રામમાં ‘Pinned Comments’ ફીચર ઉમેરાયું, એન્ડ્રોઈડ અને iOS યુઝર્સ માટે ઉપલબ્ધ છેNews Brief/Dainik Bhaskar Morning Latest [Updates]; UP Gangster Vikas Dubey Story, CBSE Syllabus 2020 21 and Aaj Ka Rashifal (Horoscope Today)