Translate to...

વાંકાનેર સિવિલ હોસ્પિટલ સ્ટાફે હદ વટાવી, આઇસોલેશન વોર્ડમાં કોરોના દર્દી સાથે કૂતરાને વોર્ડમાં પૂરી દરવાજાને તાળું મારી દીધું!

વાંકાનેર સિવિલ હોસ્પિટલ સ્ટાફે હદ વટાવી, આઇસોલેશન વોર્ડમાં કોરોના દર્દી સાથે કૂતરાને વોર્ડમાં પૂરી દરવાજાને તાળું મારી દીધું!




વાંકાનેરની સિવિલ હોસ્પિટલ હંમેશા વિવાદોમાં ઘેરાયેલી રહે છે. હમણાં થોડા સમયથી શાંતિ છવાઈ હતી ત્યાં જ હોસ્પિટલ સ્ટાફની ગંભીર બેદરકારી સામે આવી છે. જેમાં કોરોના વોર્ડમાં દાખલ એકમાત્ર મહિલા દર્દીની સાથે કુતરાને પૂરીને વોર્ડની જાળીને બહારથી તાળુ મારીને બધો સ્ટાફ જતો રહ્યો હતો. મહિલા દર્દીને કંઈ તકલીફ પડે તો સ્ટાફને જાણ કરવા અપાયેલા મોબાઈલ નંબર પર મહિલા દર્દીએ ફોન કરતા ફોન ઉપાડ્યો નહીં અને વોર્ડમાં મહિલા કૂતરાથી બચવા ઘરે હોમ ક્વોરન્ટીન પતિને મદદ માટે બોલાવવા પડ્યા હતા. દર્દીના પતિ પણ કોરોનાગ્રસ્ત હ.તા જેઓ કોરોનાને મ્હાત આપી ઘરે હોમ ક્વોરન્ટીન થયા હતા.

કુતરા સાથે મહિલાને પૂરી દેવામાં આવી હતી

5 જુલાઇ મહિલાને દાખલ કરવામાં આવ્યા હતાકોરોના દર્દી નયનબા હરપાલસિંહ રાયજાદાનો ગત તારીખ 5મી જુલાઇએ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેઓને વાંકાનેરની સિવિલ હોસ્પિટલમા દાખલ કરવામા આવ્યા હતા. તેઓને સિવિલ હોસ્પિટલમાં સ્ટાફની બેદરકારીને કારણે કદી ન ભૂલાય તેવો કડવો અનુભવ થયો હતો.શહેરની સિવિલ હોસ્પિટલમાં કોરોના પોઝિટિવ નયનાબા રાયજાદા દાખલ હતા તેમના પરિવારમાં કુલ ચાર સભ્યોને કોરોના થયો હતો. જેમાંથી નયનાબાના સાસુનું અવસાન થયું છે. આવા સમયમાં નયનાબા તેમના પરિવારથી અલગવાંકાનેર સિવિલ હોસ્પિટલમાં એક માત્ર દર્દી છે અને એ પણ મહિલા ત્યારે સ્ટાફની આવી બેદરકારી તેવો માટે અસહ્ય બની ગઈ છે.

આઇસોલેશન વોર્ડમાં એક માત્ર મહિલા દર્દી જ છે

7 જુલાઇએ હોસ્પિટલ સ્ટાફ મહિલાને અંદર પૂરી તાળુ મારી જતો રહ્યો હતોનયનાબાના પતિ હરપાલસિંહના જણાવ્યા મુજબ નયનાબા જ્યારે દાખલ થયા તેના બીજા દિવસે રાત્રે આ વોર્ડમાં એક માત્ર મહિલા દર્દી હોવા છતાં રાત્રે પુરુષ કર્મચારીને મૂકવામાં આવ્યા હતા. જે બાબતે હોસ્પિટલ સત્તાધીશોને જાણ કરતા એવું કહેવામાં આવ્યું હતું કે સ્ટાફ નથી આમ કોરોનાગ્રસ્ત મહિલાની સ્થિતિ દયનીય બની ગઈ હતી. ત્યારબાદ 7 જુલાઇના રોજ રાત્રે જમવાના સમયે આ વોર્ડમાંથી તમામ સ્ટાફ વોર્ડના મુખ્ય દરવાજે તાળુ મારીને વોર્ડમાં પેશન્ટ નયનાબા અને એક કૂતરાને પૂરીને જતો રહ્યો હતો. વોર્ડમાં દર્દી સાથે કૂતરાને પણ પૂરી બહારથી લોક મારી જતાં રહેતા કૂતરાના ડરથી દર્દીએ દર્દીને હોસ્પિટલમાંથી કામકાજ માટે આપવામાં આવેલા મોબાઈલ નંબર પર ફોન કરતા કોઈએ ફોન ઉપાડ્યો નહીં. જેથી દર્દીએ ઘરે હોમ ક્વોરન્ટીન તેના પતિને ફોન કરી જાણ કરતા તેઓ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. નયનાબાએ કર્મચારીને એક નહીં પણ બબ્બે વખત ફોન કર્યા છતાં તેઓ આવ્યા ન હતા. આમ બે કલાક બાદ આ કર્મચારીઓ આવ્યા અને હરપાલસિંહે તેમના પત્નીને ટિફિન આપ્યું હતું.સામાન્ય રીતે હોસ્પિટલમાં સ્ટાફ નર્સ રાત્રે જનાર દર્દીઓ સાથે બેહુદુ વર્તન કરતા હોય તેવી અનેક ફરિયાદો અધિકારીને કરી હતી. પરંતુ આવડી મોટી ગંભીર ઘટના બનતા આ મુદ્દો ટોક ઓફ ધ ટાઉન બની ગયો છે.(અહેવાલ-તસવીરોઃમુકેશ પંડ્યા, વાંકાનેર)







કોરોનાગ્રસ્ત મહિલાને અંદર પૂરી સ્ટાફ બહાર દરવાજા પર તાળુ મારી દીધું