Translate to...

વસ્ત્રાપુરમાં સોશિયલ ડિસ્ટન્સનો ભંગ અને માસ્ક વગર લોકો જોવા મળતાં A-ONE મોલને AMCએ સીલ કર્યો

વસ્ત્રાપુરમાં સોશિયલ ડિસ્ટન્સનો ભંગ અને માસ્ક વગર લોકો જોવા મળતાં A-ONE મોલને AMCએ સીલ કર્યો




વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલા એ-વન મોલને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગે સીલ કર્યો છે. મોલમાં લોકો માસ્ક વગર અને સોશિયલ ડિસ્ટન્સના નિયમનું પાલન ન કરતા નજરે પડ્યા હતા. મોલમાં લોકો ગમે તે રીતે ફરતા જોવા મળ્યા હતા અને આ બાબત કોર્પોરેશનના ધ્યાન પર આવતા આજે કાર્યવાહી કરવામાં આવી છે. સોલિડ વેસ્ટ મેનેજમેન્ટની ટીમે સીલ મારી દેતા મોલ હવે બંધ કરવામાં આવ્યો છે.

માત્ર હાઈસ કિપિંગ અને મેઈન્ટેનન્સના કર્મીઓ જ મોલમાં જઈ શકશે મોલ ડિસઇન્ફેક્ટ કરવા અને સિક્યુરિટી, હાઉસ કિપિંગ સહિતના સ્ટાફનો રેપીડ ટેસ્ટ કરવા સૂચના આપી છે. હાઉસ કિપિંગ અને મેઇન્ટેનન્સ વિભાગના કર્મચારી સિવાય કોઈને મોલમાં પ્રવેશવા ન દેવા જણાવ્યું છે. ભવિષ્યમાં આ રીતે ગાઈડલાઈનનો ભંગ ન થાય તેની બાંહેધરી પણ આપવી પડશે.

ગાઈડ લાઈનના પાલન સાથે અનલોક-2માં મોલ શરૂ થયા છે ઉલ્લેખનીય છે કે, અનલોક-2માં મોલને સોશિયલ ડિસ્ટન્સ અને ગાઈડ લાઈનના પાલન સાથે ચાલુ કરવા દેવામાં આવ્યા હતા. એ-વન મોલમાં લોકોની ભીડ થતી જોવા મળી હતી. મોલ દ્વારા ગાઈડ લાઈનનું લોકો પાસે પાલન ન કરાવતા કોર્પોરેશને કડક કાર્યવાહી કરી છે.







AMC seals A-ONE mall in Vastrapur after breaking social distance and seeing people without masks in Ahmedabad