વલસાડમાં ભારે વરસાદની આગાહીઃ NDRFની ટીમ પહોંચી ગઈ, પરિસ્થિતિનો તાગ મેળવ્યો

વલસાડમાં ભારે વરસાદની આગાહીઃ NDRFની ટીમ પહોંચી ગઈ, પરિસ્થિતિનો તાગ મેળવ્યો



હવામાન વિભાગની આગાહીને પગલે રાજ્યનું તંત્ર એલર્ટ છે અને રાજ્યમાં ઉત્તર ગુજરાત તેમજ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં NDRFની ટીમ મોકલવામાં આવી છે. ત્યારે વલસાડ જિલ્લામાં પણ બે દિવસથી વરસાદી માહોલ છે. આજરોજ વલસાડ આવી પહોંચેલી NDRFની ટીમે શહેરની ઔરંગા નદી અને તેના આજુબાજુના વિસ્તારો જે પૂરગ્રસ્ત હોય ત્યાં નિરીક્ષણ કર્યું અને આવનાર દિવસોમાં પૂરની સ્થિત સર્જાઈ તો કંઈ રીતે લોકોને બચાવવા અને રાહત કામગીરી કરવીએ સંદર્ભે આજરોજ વલસાડ મામલતદાર અને પાલિકા ફાયરની ટીમ સાથે NDRFની ટીમ ફરી હતી અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો.

સવારથી હળવો વરસાદ નોંધાયોવલસાડ જિલ્લાના તમામ 6 તાલુકામાં છેલ્લા બે દિવસથી વરસાદ પડી રહ્યો છે. જેમાં ગત રોજ સવારના 6થી આજના સવારના 6 વાગ્યા સુધીમાં 11 મીમીથી લઈને બે ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. જ્યારે આજે સવારથી પણ વરસાદ વરસી રહ્યો છે. જેમાં સવારે 6થી 4 વાગ્યા સુધીમાં હળવો વરસાદ નોંધાયો છે. જ્યારે આગામી બે દિવસ સુધી મધ્યમથી ભારે વરસાદની આગાહી વ્યકત કરવામાં આવી છે.

સવારે 6થી 4 વાગ્યા સુધીનો વરસાદ







ઔરંગા નદી અને તેના આજુબાજુના વિસ્તારો જે પૂરગ્રસ્ત હોય ત્યાં નિરીક્ષણ કર્યું