Translate to...

વધુ 8 PTS તાલીમાર્થીઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યાં, અત્યાર સુધીમાં કુલ 49 તાલીમાર્થીઓ સારવાર હેઠળ

વધુ 8 PTS તાલીમાર્થીઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યાં, અત્યાર સુધીમાં કુલ 49 તાલીમાર્થીઓ સારવાર હેઠળ




શહેરમાં આવેલી PTS તાલીમ શાળામાં વધુ 8 તાલીમાર્થીઓના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યાં છે. આમ અત્યાર સુધીમાં કુલ 49 તાલીમાર્થીઓના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવી ચૂક્યાં છે. જે તમામને હાલ સારવાર માટે ખસેડવામાં આવ્યાં છે.વડોદરા શહેર અને જિલ્લામાં કોરોના વાઈરસના આજે અત્યાર સુધીના સૌથીવધુ 68 પોઝિટિવ કેસ નોંધાયા છે. પોઝિટિવ કેસની કુલ સંખ્યા 2718 ઉપર પહોંચી છે. વડોદરામાં છેલ્લા 24 કલાકમાં લેવાયેલા 426 સેમ્પલમાંથી 68 પોઝિટિવ અને 358 નેગેટિવ આવ્યા છે. વડોદરામાં આજે વધુ 101 દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરાયા છે 1991 કુલ રિકવર થયા છે. વડોદરામાં અત્યારે કુલ 670 એક્ટિવ કેસ છે, જે પૈકી 138 ઓક્સિજન ઉપર અને 36 વેન્ટીલેટર-બી પેપ ઉપર છે.

વડોદરાના આ વિસ્તારોમાં આજે કોરોનાના કેસ નોંધાયાવડોદરાના આ વિસ્તારોમાં આજે વાઘોડિયા રોડ, વારસીયા, માંજલપુર, ફતેપુરા, અલકાપુરી, પ્રતાપનગર, કિશનવાડી, સમા, દાંડીયાબજાર, કારેલીબાગ, નવાપુરા, વાડી, ગોરવા, ગોત્રી, નાગરવાડા, અને આજવા રોડ વિસ્તારમાં કોરોના વાઈરસના કેસો નોંધાયા છે. જ્યારે વડોદરા ગ્રામ્યમાં પાદરા, સાવલી, કોયલી, નંદેસરી,પોર, કરજણ અને શિનોરમાં કોરોનાના કેસો નોંધાયા છે. આ ઉપરાંત ગાંધીનગરનો એક કેસ પણ વડોદરામાં નોંધાયો છે.

વડોદરામાં કોરોનાની સારવાર દરમિયાન આજે 4 દર્દીના મોતવડોદરા શહેરમાં કોરોના વાઈરસની સારવાર દરમિયાન આજે વધુ 4 દર્દીના મોત થયા છે. જેમાં રાવપુરા કોઠી ચાર રસ્તા પાસે 58 વર્ષના પુરુષનું સયાજી હોસ્પિટલમાં મોત થયું છે. જ્યારે વાઘોડિયા રોડ પર રહેતા 73 વર્ષીય વૃદ્ધ અને વાધોડિયા રિંગ રોડ પર રહેતા 65 વર્ષીય વૃદ્ધનું પણ મોત થયું છે. એન્ય એક વ્યક્તિનું ગોત્રી હોસ્પિટલમાં મોત થયું છે. વડોદરા શહેરમાં 25 એપ્રિલથી 6 જુલાઇ સુધી એકપણ પોઝિટિવ કેસ ન નોંધાતા 74 સોસાયટીઓને રેડ ઝોનમાંથી મુક્ત કરીને ઓરેન્જ ઝોનમાં મુકવામાં આવી છે. જેમાં શહેરના ઉત્તર પૂર્વ અને પશ્ચિમ વિસ્તારોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત 1 મેથી 7 જુલાઈ સુધીમાં એક પણ પોઝિટવ કેસ ન આવતા 47 સોસાયટીઓને રેડ ઝોનમાંથી મુક્ત કરીને ઓરેન્જ ઝોનમાં મુકવામાં આવી છે. જેમાં ઉત્તર, દક્ષિણ અને પશ્ચિમ વિસ્તારોનો સમાવેશ થાય છે.

પાદરામાં આજે વધુ 9 પોઝિટિવ કેસ નોંધાયાવડોદરા જિલ્લાના પાદરામાં આજે કોરોના વાઈરસના વધુ 9 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં પાદરા શહેરમાં એક અને ગ્રામ્યમાં 8 કેસનો સમાવેશ થાય છે. આમ પાદરામાં કોરોનાના કેસની સંખ્યા 161 ઉપર પહોંચી ગઇ છે.

ભરૂચ જિલ્લામાં આજે વધુ 19 પોઝિટિવ કેસ નોંધાયાભરૂચ જિલ્લામાં કોરોના વાઈરસનો કહેર દિવસને દિવસે વધી રહ્યો છે. રોજે રોજ 15થી 20 જેટલા કેસો સામે આવી રહ્યા છે. ભરૂચ જિલ્લામાં કોરોના વાઈરસના આજે વધુ 19 પોઝિટિવ કેસ નોંધાયા છે. આમ અત્યાર સુધીમાં કોરોના વાઈરસ પોઝિટિવ કેસની કુલ સંખ્યા 352 ઉપર પહોંચી ગઇ છે. ભરૂચમાં કોરોના વાઈરસના વધતા જતા કેસોને લઇને પશ્ચિમ વિસ્તારના વેપારીઓની અનોખી પહેલ કરી છે. સવારે 8થી બપોરે 2 વાગ્યા સુધી જ વેપાર ધંધા ચલાવે છે. આજથી બપોર બાદ વેપારીઓએ સ્વયંભૂ બંધ રાખ્યું હતું. જેને કારણે ભરૂચનો પશ્ચિમ વિસ્તાર સુમસામ બની ગયો હતો.







Corona Vadodara LIve more two patients Death total 74 societies were liberated from red zone and shifted to orange zone