Translate to...

વધુ 234 કેસ સાથે પોઝિટિવનો આંકડો 9701 પર પહોંચ્યો, 8 મોત સાથે મૃત્યુઆંક 409 થયો

વધુ 234 કેસ સાથે પોઝિટિવનો આંકડો 9701 પર પહોંચ્યો, 8 મોત સાથે મૃત્યુઆંક 409 થયો




કોરોનાનું સંક્રમણ દિવસેને દિવસે વધી રહ્યું છે. પાલિકા અને જિલ્લા પ્રશાસન દ્વારા જાહેર કરાયેલા આંકડા પ્રમાણે કુલ 234 લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેમાં જિલ્લાના 57 અને શહેરના 177 દર્દીઓનો સમાવેશ થાય છે. કુલ પોઝિટિવનો આંકડો 9701 થયો છે. જેમાં શહેરના 8107 અને જિલ્લાના 1594નો સમાવેશ થાય છે. આજે કુલ 8ના મોત થતા મૃત્યુઆંક 409 થયો છે. જેમાં શહેરના 355 અને જિલ્લાના 54 મૃતકોનો સમાવેશ થાય છે.શહેરમાંથી આજે 189 અને જિલ્લામાંથી 56 દર્દીઓ કોરોનાને હરાવીને પોતાના ઘરે પરત ફર્યા છે જેથી રિક્વરી પામેલાની સંખ્યા 6115 થઈ છે જેમાં જિલ્લાના 867નો સમાવેશ થાય છે. આજે નિવૃત પોલીસ અધિકારી સહિત કારખાનેદાર અને વેપારીમાં પણ સંક્રમણ જોવા મળ્યું છે.

વધુ 8 ડોક્ટર પોઝિટિવનવા નોંધાયેલ કેસમાં 8 ડોક્ટર, 12 રત્નકલાકાર અને 9 ટેક્સટાઇલ સાથે જોડાયેલા લોકોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યા હતા. આ સાથે મેડિકલ સ્ટોર ચલાવનાર, ધારાસભ્યના ભાઈ, ફૂલોની દુકાન ચલાવનાર, સબ જેલનો કેદી, સ્મીમેર હોસ્પિટલનો વોર્ડ બોય, મોટા વરાછાની સ્કૂલના શિક્ષક, સિવિલ હોસ્પિટલની આયા, સ્મિમેરની નર્સ, ઓલા ડ્રાઈવર, હજીરા હોસ્પિટલની સ્ટાફ નર્સ, ફાયર વિભાગની ગાડીનો ડ્રાઈવર, કોટક મહિન્દ્રાનો કર્મચારી, ખેડૂત, કરીયાણાની દુકાન ચલાવનાર, કોસંબા હોસ્પિટલના ડોકટર, SMCના SI, SMCના જુનિયર ઈજનેર અને MR સહિતના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા.







શહેરમાં કોરોના પોઝિટિવના કેસ વધતાં આરોગ્ય તંત્ર સતત દોડતું રહે છે.