શહેરમાં કોરોનાનું સંક્રમણ વધવાની સાથે સાથે ડિસ્ચાર્જ થતાં દર્દીઓની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. પાલિકા અને જિલ્લા તંત્ર દ્વારા જાહેર કરાયેલા આંકડા પ્રમાણે 231 કેસ સામે આવ્યા છે. જ્યારે 356 દર્દીઓને કોરોનામુક્ત કરવામાં આવ્યાં છે. કોરોના પોઝિટિવની કુલ સંખ્યા 15,362 થઈ છે. આજે વધુ 10 મોત સાથે કુલ મૃત્યુઆંક 668 થયો છે. જેમાં શહેરના 534 અને જિલ્લાના 134 મૃતકોનો સમાવેશ થાય છે. આજે શહેરમાંથી 309 અને જિલ્લામાંથી 47 દર્દીઓ કોરોનામુક્ત થતા કુલ 356 સાથે ડિસ્ચાર્જની સંખ્યા 11,457 થઈ છે. જેમાં જિલ્લાના 2363નો સમાવેશ થાય છે. શહેરની વિવિધ હોસ્પિટલમાં અત્યારે કુલ 3237 દીર્દીઓ સારવાર હેઠળ છે.
શહેર જિલ્લામાં કુલ 21 દર્દી વેન્ટિલેટર પર સુરત શહેર જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનામાં 668 વ્યક્તિઓના મોત નીપજ્યા છે. નવી સિવિલ અને કોવિડ હોસ્પિટલમાં 271 કોરોનાના દર્દી પૈકી 207 ગંભીર છે. 15 વેન્ટિલેટર, 23 બાઈપેપ અને 166 દર્દીઓ ઓક્સિજન પર છે. જ્યારે સ્મીમેરમાં સારવાર લેતા 140 પૈકી 99 દર્દીઓની હાલત ગંભીર છે. 6 વેન્ટિલેટર, 31 બાઈપેપ અને 62 ઓક્સિજન પર છે.
સુરત કોવિડ હોસ્પિટલની ફાઈલ તસવીર