Translate to...

વડાપ્રધાન મોદીએ કહ્યું- દેશના યુવાનોને વિશ્વની જરૂરિયાતો વિશે જણાવી રહ્યાં છીએ, નાની-મોટી દરેક સ્કિલ આત્મનિર્ભર ભારતની તાકાત બનશે

વડાપ્રધાન મોદીએ કહ્યું- દેશના યુવાનોને વિશ્વની જરૂરિયાતો વિશે જણાવી રહ્યાં છીએ, નાની-મોટી દરેક સ્કિલ આત્મનિર્ભર ભારતની તાકાત બનશેવડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્લ્ડ યૂથ સ્કિલ્સ ડેના પ્રસંગે બુધવારે ડિજિટલ કોન્કલેવમાં સંબોધન કર્યું હતું. તેમણે કહ્યું કે દેશના યુવાનોને વિશ્વની જરૂરિયાતો વિશે ચોક્કસ માહિતી આપવાની કોશિશ કરી રહ્યાં છીએ. નાની-મોટી દરેક સ્કિલ આત્મનિર્ભર ભારતની મોટી તાકાત બનશે. સફળ વ્યક્તિની એ નિશાની હોય છે કે તે દરેક સ્કીલ વધારવા માટે નવીનવી તકો શોધે છે. કઈક શીખવાની ઈચ્છા ન થવાથી જીવન થંભી જાય છે.

મોદીના ભાષણની 6 મહત્વની વાતો1.સ્કિલ ઈઝ સેલ્ફ રિલાયન્સસ્કિલ માણસને ક્યાંથી ક્યાં પહોંચાડી શકે છે. સફળ વ્યક્તિની એ નિશાની હોય છે કે તે સ્કીલ વધારવા માટેની કોઈ તકને જવા દેતો નથી પરંતુ નવી-નવી તકો શોધતો રહે છે. કઈ શીખવાની ઉત્સુકતા ન હોય તો જીવન અટકી જાય છે. સ્કિલ પ્રત્યે આકર્ષણ જીવવાની તાકાત આપે છે.

2.સ્કિલની તાકાતનો અનુભવ કર્યો છેહું યુવા અવસ્થામાં ટ્રાઈબલ બેલ્ટમાં વોલેન્ટિયર તરીકે કામ કરતો હતો. એક વખત એક સંસ્થા સાથે કામમાં જવાનું હતું પરંતુ ગાડી ચાલી શકી નહિ. મિકેનિકને બોલાવ્યો તો તેણે 2 મિનિટમાં ગાડી રિપેર કરી દીધી. તેણે 20 રૂપિયા માંગ્યા. એક સાથીએ કહ્યું 2 મિનિટના કામના 20 રૂપિયા લઈ રહ્યાં છો. મિકેનિકે કહ્યું- 2 મિનિટના 20 રૂપિયા નથી પરંતુ 20 વર્ષથી કામ દ્વારા જે સ્કિલ પ્રાપ્ત કરી છે, તેની કિંમત લઈ રહ્યો છું. આ સ્કીલની તાકાત છે.

3.સ્કિલથી મેહનતને બચાવી શકાય છેતમે બુક્સમાં વાંચી શકો છો, યુ-ટયુબ પર જોઈ શકો છો કે સાયકલ કઈ રીતે ચાલે છે. આ બધુ નોલેજ છે. જોકે તમને નોલેજ હોય તો તમે સાયકલ ચલાવી શકશો તે જરૂરી નથી. જોકે સ્કિલ છે તો તમે સાઈકલ ચલાવી શકો છે. આજે દેશમાં નોલેજ અને સ્કિલમાં જે અંતર છે, તેને જોતા જ કામ થઈ રહ્યું છે. આજથી 5 વર્ષ પહેલા આજના દિવસે સ્કિલ ઈન્ડિયા મિશન આ બાબતને ધ્યાનમાં રાખીને જ શરૂ કરવામં આવ્યું હતું.

4.યુવાઓને સારી તકો આપવાની કોશિશ કરી રહ્યાં છીએહાલ એવી કોશિશ કરવામાં આવી રહી છે કે દેશના યુવાનોને અન્ય દેશોની જરૂરિયાત વિશે સાચી અને ચોક્કસ માહિતી મળી શકે. ક્યાં દેશમાં હેલ્થ સર્વિસમાં કઈ તકો ઉપલબ્ધ છે. ક્યાં સેકટરમાં કઈ તકો છે. તેની માહિતી યુવાઓને ઝડપથી મળી શકે. મર્ચન્ટ નેવીનું ઉદાહરણ લેવામાં આવે તો સેલરની સૌથી વધુ જરૂર છે. આપણે વિશ્વને લાખો સેલર આપી શકીએ છીએ અને આપણી કોસ્ટલ ઈકોનોમિને મજબૂત કરી શકીએ છીએ.

5.નાના-નાના ઉદ્યોગો જ દેશને મજબૂત કરશેશ્રમિકોની સ્કિલના મેપિંગ માટે પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું છે. આ પોર્ટલ સ્કિલ્ડ લોકોને, સ્કિલ્ડ શ્રમિકોનું મેપિંગ કરવામાં મહત્વની ભૂમિકા ભજવશે. તેનાથી એમ્પલોયર એક ક્લિકમાં જ સ્કિલ્ડ મેપવાળા વર્કર્સ સુધી પહોંચી શકશે. નાની-મોટી દરેક સ્કિલ આત્મનિર્ભર ભારતની બહુ મોટી શક્તિ બનશે.

6.થૂકવાની આદત છોડવા માટે કહ્યુંવૈશ્વિક મહામારીમાં આપણે વારંવાર એ વાતનું પુનરાવર્તન કરી રહ્યાં છીએ કે આપણે સ્વસ્થ રહીએ, બે ગજ અંતરનું પાલન કરતા રહીએ, માસ્ક પહેરવાનું ન ભૂલીએ, થૂંકવાની આંદત બધાને છોડવા માટે સમજાવતા રહીએ. જે કામ માટે આજે એકત્રિત થયા છો, તેના મંત્રને હમેશા યાદ રાખો કે કેટલા પણ ભણેલા-ગણેલા કેમ ન હોવ, નવી-નવી સ્કિલ વધારતા રહો. તેનાથી જિંદગી જીવવાની મજા આવશે.

ભારતમાં 2.3 ટકા લોકોની પાસે જો સ્કિલદર વર્ષે 15 જુલાઈએ વર્લ્ડ યૂથ સ્કિલ્સ ડે મનાવવામાં આવે છે. સંયુક્ત રાષ્ટ્રના રિકગનાઈઝ્ડ આ ઈવેન્ટ દ્વારા યુવાનોને સ્કિલ દ્વારા રોજગાર અને એન્ટરપ્રેન્યોરશીપ પર ભાર મૂકવામાં આવે છે. સાથે જ હાલના અને ભવિષ્યના પડકારોનો સામનો કરવા માટે સ્કિલ પર ફોકસ કરવામાં આવે છે. ભારતના વર્કફોર્સમાં માત્ર 2.3 ટકા જ લોકો એવા છે, જેમની પાસે કોઈ જોબ સ્કિલ છે.Prime Minister Narendra Modi's address at the Digital Conclave begins today, the fifth anniversary of the National Skill Development Mission