Translate to...

વડાપ્રધાને કહ્યું- મારું આવવાનું સ્વાભાવિક હતું, કેમકે-રામકાજ કીન્હે બિનુ મોહિ કહાં વિશ્રામ, સદીઓનો સંકલ્પ પૂરો થયો

વડાપ્રધાને કહ્યું- મારું આવવાનું સ્વાભાવિક હતું, કેમકે-રામકાજ કીન્હે બિનુ મોહિ કહાં વિશ્રામ, સદીઓનો સંકલ્પ પૂરો થયોવડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અયોધ્યામાં રામ મંદિરના ભૂમિપૂજન પછી સંબોધન કર્યું છે. તેમણે કહ્યું કે, અહીં મારું આવવું સ્વાભાવિક હતું. કેમકે રામ કાજ કિજે બિના મોહિ કહાં વિશ્રામ. ભારત આજે ભગવાન ભાસ્કરના સાનિધ્યમાં સરયુના કિનારે એક સ્વર્ણિમ અધ્યાય રચાઈ રહ્યો છે. સોમનાથથી કાશી વિશ્વનાથ, બોધગયાથી સારનાથ સુધી, અમૃતસરથી પટના સહિત સુધી, લક્ષદ્વીપથી લેહ સુધી આજે સમગ્ર ભારત રામ મય છે.

મોદીના ભાષણના મહત્વના મુદ્દા

રામની ગૂંજ સમગ્ર દુનિયામાં પહેલા પ્રભુ રામ અને માતા જાનકીને યાદ કરી લો. સિયાવર રામચંદ્રની જય, જય શ્રી રામ. આજે આ જયઘોષ ફકર સીતારામની નગરી આયોધ્યામાં જ સાંભળવા નથી મળતી, આની ગૂંજ સમગ્ર વિશ્વભરમાં સંભળાઈ રહી છે. દરેક દેશવાસીઓ અને દુનિયાભરમાં રહેતા કરોડો-કરોડો ભારતના ભક્તોને, રામભક્તોને આજે આ પવિત્ર અવસર પર કોટી-કોટી અભિનંદન. આ મારું સૌભાગ્ય છે કે રામ જન્મ ભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે મને બોલાવ્યો અને મને આ ઐતિહાસિક પળનો સાક્ષી બનવાનો અવસર આપ્યો. હું હૃદયપૂર્વક ટ્રસ્ટનો આભાર વ્યક્ત કરું છુ.

સદીઓની પ્રતીક્ષા પૂરી થઈ આજે સમગ્ર દેશ આનંદિત છે, દરેકનું મન દીપમય છે. આજે સમગ્ર ભારત ભાવુક છે. સદીઓની પ્રતીક્ષા આજે સમાપ્ત થઇ છે. કરોડો લોકોને આજે વિશ્વાસ થઇ રહ્યો નહિ હોય કે તેઓ જીવતે જીવ આ પાવન અવસરને જોઈ રહ્યા છે. વર્ષોથી ટેન્ટની નીચે રહેતા રામલલા માટે એક ભવ્ય મંદિરનું નિર્માણ થશે. તૂટવું અને ફરી ઉભું થવું સદીઓથી ચાલી રહેલ આ ક્રમથી રામ જન્મભૂમિ આજે મુક્ત થઇ છે.

મંદિર કરોડો લોકોની સામૂહિક શક્તિનું પ્રતિક અહીં આવતા પહેલાં મેં હનુમાન ગઢીના દર્શન કર્યા. રામના બધા કામ હનુમાનજી તો કરે છે. રામના આદર્શોની કલિયુગમાં રક્ષા કરવાની જવાબદારી હનુમાનજીની છે. શ્રીરામનું મંદિર અમારી સંસ્કૃતિનું આધુનિક પ્રતીક બનશે. જાણીજોઈને આધુનિક શબ્દનો ઉપયોગ કરુ છું. આપણી શાશ્વત આત્મા અને રાષ્ટ્રીય ભાવનાનું પ્રતીક બનશે. આ મંદિર કરોડો લોકોની સામૂહિક સંકલ્પ શક્તિનું પ્રતીક બનશે. આગામી પેઢીને આસ્થા, શ્રદ્ધા અને સંકલ્પની પ્રેરણા આ મંદિર આપે છે. આ મંદિર બન્યા પછી અયોધ્યાની ભવ્યતા વધવાની સાથે સાથે આ વિસ્તારનું સમગ્ર અર્થતંત્ર જ બદલાઈ ગયું છે. દરેક ક્ષેત્રે નવા અવસર બનશે.

રામ મંદિર માટે સદીઓ સુધી પ્રયાસ થતા રહ્યા આઝાદીની લડાઈમાં અનેક પેઢીઓએ પોતાનું સર્વસ્વ સમર્પિત કરી દીધું, ગુલામીના કાળખંડમાં એવો કોઈ સમય ન હતો, જ્યાં આઝાદી માટે આંદોલન ન થયું હોય. દેશનો કોઈપણ ભૂપ્રદેશ એવો ન હતો, જ્યાં આઝાદી માટે બલિદાન દેવામાં ન આવ્યું હોય. 15 ઓગસ્ટનો દિવસ તે અથાગ તપના લાખો બલિદાનનું પ્રતીક છે. આ સાથે તે જ પ્રમાણે રામ મંદિર માટે અનેક સદીઓ સુધી, અનેક પેઢીઓએ અખંડ અને અવિરત પ્રયાસ કર્યા. આજનો દિવસ તે જ તપ, ત્યાગ અને સંકલ્પનું પ્રતીક છે.

રામની શક્તિ અનુભવાય છે રામ આપણા મનમાં છે, આપણી અંદર ભળી ગયા છે. આપણે કોઈપણ કામ કરવું હોય તો પ્રેરણા માટે ભગવાન રામની તરફ જ જોઈએ છીએ. આપ ભગવાન રામની અદ્દભુત શક્તિ જુઓ, ઇમારતો નષ્ટ થઇ ગઈ, શું શું નથી કરવામાં આવ્યું, અસ્તિત્વને નાબૂદ કરવાના ઘણા પ્રયત્નો થયા, પરંતુ રામ આજે પણ આપણા મનમાં વસે છે. આપણી સંસ્કૃતિના આધાર છે. શ્રીરામ ભારતની મર્યાદા છે, શ્રીરામ મર્યાદા પુરુષોત્તમ છે. આજે અયોધ્યામાં રામ જન્મભૂમિ પર શ્રીરામના ભવ્ય-દિવ્ય રામ મંદિર માટે ભૂમિપૂજન કરવામાં આવ્યું છે.

કોરોનામાં મર્યાદાનું ધ્યાન રખાયું

કોરોનાના કારણે સર્જાયેલી પરિસ્થિતિઓને કારણે ભૂમિપૂજનનો કાર્યક્રમ મર્યાદાઓ વચ્ચે યોજાયો છે. શ્રીરામના કાર્યક્રમમાં મર્યાદા જેવું કંઈક હોવું જોઈએ, દેશે તેવું જ ઉદાહરણ આપ્યું છે. આજ મર્યાદાનું પાલન અમે ત્યારે પણ કર્યું હતું, જ્યારે સુપ્રીમ કોર્ટે પોતાનો ચુકાદો સંભળાવ્યો હતો. સમગ્ર દેશવાસીઓએ શાંતિની સાથે તમામની ભાવનાઓનું ધ્યાન રાખીને કામ કરવામાં આવ્યું હતું.

ન ભૂત કે ન ભવિષ્યની જેવી તક

આ મંદિરની સાથે નવો ઇતિહાસ જ નથી રચાવા જઈ રહ્યો, પરંતુ ઇતિહાસ પોતાને પુનરાવર્તિત કરી રહ્યો છે. તેવી રીતે ખિસકોલીથી લઈને વાનર અને કેવટથી લઈને વનવાસી ભાઈઓને ભગવાન રામના વિજયનું માધ્યમ બનવાનું સૌભાગ્ય મળ્યું. જે પ્રમાણે નાના નાના ગોવાળોએ શ્રી કૃષ્ણ દ્વારા ગોવર્ધન ઉઠાવવામાં ભૂમિકા નિભાવી, જેવી રીતે મહારાષ્ટ્ર શિવજીનું સમરાજ્ય બન્યું, જેવી રીતે દલિતો, પછાતો, આદિવાસી સમાજના વર્ગે આઝાદીની લડાઈમાં સહયોગ આપ્યો હતો, તે જ પ્રમાણે દેશભરના લોકોના સહયોગથી રામ મંદિર નિર્માણનું આ પુણ્ય કાર્ય શરુ થયું છે. આપણે જાણીએ છીએ કે પથ્થરો પર શ્રી રામ લખીને રામ સેતુ બનાવવામાં આવ્યો, તેજ રીતે ઘરે-ઘરે, ગામે-ગામથી પૂજવામાં આવેલી શિલાઓ અહીંયા ઉર્જાનો સ્ત્રોત બની ગઈ. દેશભરની નદીઓની માટી, જળ, લોકોની સંસ્કૃતિ, ભાવનાઓ એક શક્તિ બની ગઈ. આ ન ભૂત કે ન ભવિષ્ય છે.મોદીએ કહ્યું કે મંદિર બન્યા બાદ અયોધ્યાની ભવ્યતા જ નહીં વધે, આ ક્ષેત્રનું સમગ્ર અર્થતંત્ર જ બદલાઈ જશે.