વડાપ્રધાન ઓલી મુલાકાતોના 6 રાઉન્ડ પછી પણ વિરોધી પ્રચંડને ન મનાવી શકયા, હવે સમર્થકોને રસ્તાઓ પર દેખાવો માટે ઉતાર્યા

વડાપ્રધાન ઓલી મુલાકાતોના 6 રાઉન્ડ પછી પણ વિરોધી પ્રચંડને ન મનાવી શકયા, હવે સમર્થકોને રસ્તાઓ પર દેખાવો માટે ઉતાર્યા



વડાપ્રધાન કે પી શર્મા ઓલી તેમની પાર્ટી NCPમાં એકલા પડી ગયા છે પરંતુ રાજીનામું આપવા તૈયાર નથી. તેના મુખ્ય વિરોધ પુષ્પ કમલ દહલ ઉર્ફે પ્રચંડને ઓલીનું રાજીનામું જ જોઈએ છે. તેઓ તેનાથી ઓછામાં માનવા તૈયાર નથી. બંને નેતાઓની વચ્ચે વાતચીતના 6 રાઉન્ડ થઈ ચૂક્યા છે. જોકે હાલ આ મુદ્દાનું સમાધાન થાય તેવું લાગી રહ્યું નથી. બુધવારે ઓલીએ બીજી એક ચાલ ચાલી છે. તેમણે તેમના સમર્થકોને રસ્તાઓ પર પ્રચંડની વિરુદ્ધ દેખાવો કરવા કહ્યું. જોકે તેઓ સ્ટેન્ડિંગ કમિટીની મીટિંગ બોલાવવાનું ટાળી રહ્યાં છે.

2 કલાકની વાતચીત નિષ્ફળબુધવારે ઓલી અને પ્રચંડની વચ્ચે સતત છઠ્ઠા દિવસે 2 કલાક વાતચીત થઈ. બેઠક પછી બંને પાર્ટીના નેતાઓએ સ્પષ્ટ માન્યું કે ઓલી અને પ્રચંડની વચ્ચે કોઈ સમાધાન થયું નથી. ઓલી ખુરશી છોડવા તૈયાર નથી અને પ્રચંડ આ માંગ પર અડગ છે. તેની અસર સરકારના કામકાજ પર પડી રહી છે. પાર્ટી પ્રવકતા નારાયણ કાજી શ્રેષ્ઠે કહ્યું- બંને નેતાઓની વચ્ચે વાતચીત ચાલુ રહેશે. હાલ તેઓ કોઈ પરિણામ પર પહોંચી શકયા નથી.

પાર્ટીને ભરોસોમાં લેતા નથી ઓલીઓલીના વિરોધીઓનો આરોપ છે કે તેઓ પ્રત્યેક બાબતે નિષ્ફળ સાબિત થયા છે. કોવિડ-19 પર સરકાર કાબુ કરી શકી નથી. બહારથી પરત ફરેલા નાગરિકો માટે કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી. ભારત અને ચીનના તાજેતરના વિવાદોમાં તેમનું વલણ ખોટું હતું. ભારત પર સરકાર પાડવાનું ષડયંત્ર રચવાનો આરોપ લગાવીને તેમણે બે બાબત સ્પષ્ટ કરી દીધી છે. એક તો એ વાત કે તેઓ ચીન તરફ ઝુકેલા છે. બીજી વાત એ કે તેઓ ખુરશી બચાવવા માટે ખોટા નિવેદનો આપી રહ્યાં છે.

હવે નવો દાવઓલીએ હવે એ સમજી લીધું કે પાર્ટીમાં તેમનો વિરોધ વધી રહ્યો છે તો બુધવારે તો તેમણે એક નવી ચાલ ચાલી. તેમણે પોતાના સમર્થકોને કહ્યું કે તેઓ પ્રચંડનો વિરોધમાં રસ્તાઓ પર દેખાવો કરે. કેટલાક સમર્થકોએ દેખાવો પણ કર્યા હતા. જોકે તેમનો આ દાવ એટલા માટે સફળ ન થઈ શકયો કારણ કે સ્ટેન્ડિંગ કમિટીના 40માંથી 30થી વધુ નેતાઓ તેનો વિરોધ કરી રહ્યાં છે. તેમાં માધવ કુમાર નેપાળ, ઝાલાનાથ ખનાલ અને બામદેવ ગૌતમ જેવા મોટા નેતા સામેલ છે. તેની સરખામણીએ ઓલીના સમર્થકો ખૂબ જ ઓછા છે.







નેપાળના વડાપ્રધાન કે પી શર્મા ઓલી(જમણી તરફ) પાર્ટીમાં તેમના મુખ્ય વિરોધી નેતા પ્રચંડની સાથે.