Translate to...

વડાપ્રધાન ઓલી મોદીની સ્ટ્રેટેજીને જ અનુસરે છે, સત્તા પર આવવા રાષ્ટ્રવાદનો સહારો લીધો હતો

વડાપ્રધાન ઓલી મોદીની સ્ટ્રેટેજીને જ અનુસરે છે, સત્તા પર આવવા રાષ્ટ્રવાદનો સહારો લીધો હતો
ભારત અને ચીન વચ્ચેની સરહદી તંગદીલીની સમાંતરે નેપાળનો બદલાતો રાજકીય ઘટનાક્રમ પણ ચર્ચાસ્પદ બન્યો છે. એવું મનાય છે કે વડાપ્રધાન ઓલીની સરકાર ચીન તરફ ઝૂકી રહી છે. 8 મેના રોજ સંરક્ષણમંત્રી રાજનાથ સિંહે 80 કિમી લાંબા લિપુલેખ-ધારાચુલા ધોરીમાર્ગનું ઉદઘાટન કર્યું ત્યારે નેપાળે તેનો ઉગ્ર વિરોધ કર્યો હતો. એ અગાઉ કાલાપાની, લિપુલેખ અને લિમ્પિયધૂરાને ભારતના નકશામાં સામેલ ગણાવવા સામે પણ નેપાળે વાંધો ઊઠાવ્યો હતો. ભારત સાથે જોડાયેલી સરહદ પર નેપાળી સૈન્યને તહેનાત કરી દેવાયું. આવી ઘટના બંને દેશો વચ્ચે પહેલી જ વાર બની રહી હતી. બંને દેશો વચ્ચે સર્જાયેલી તંગદીલી દૂર કરવા માટે વડાપ્રધાન સ્તરની મંત્રણા થાય એ બહુ જ જરૂરી છે કારણ કે નીતિ અને નિર્ણય તેમના હાથમાં છે.

મોદી અને ઓલીઃ સામ્ય સમજાવતા 3 મુદ્દા

બંને નેતાઓ કટ્ટર રાષ્ટ્રવાદની હિમાયત કરીને સત્તા પર આવ્યા છે. અલબત્ત, બંનેનું રાજકીય બેકગ્રાઉન્ડ અલગ છે. મોદીએ 2015માં નેપાળ સરહદ લોક કરી એથી નેપાળમાં ચીજવસ્તુઓની ભારે ખેંચ ઊભી થઈ અને નેપાળમાં ભારત સામે વ્યાપક કડવાશ સર્જાઈ. નેપાળીઓની આ લાગણી બહેકાવીને ઓલી સત્તા પર આવ્યા છે. બીજા શબ્દોમાં કહીએ તો, ભારતે જો પ્રતિબંધ લાદ્યો ન હોત તો ઓલી સત્તા પર હોત જ નહિ. બંને નેતાઓ નવી સદીના મૂડીવાદમાં વિશ્વાસ ધરાવે છે. જોકે મોદી હિન્દુત્વના સમર્થક છે તો ઓલી સામ્યવાદી ડાબેરી વિચારધારાને વરેલા છે. ત્રીજો મુદ્દો વધુ રસપ્રદ છે. બંને નેતાઓ વિસ્તારવાદના વિરોધી છે. પરંતુ મોદી ચીનના વિસ્તારવાદનો વિરોધ કરે છે જ્યારે ઓલી ભારત પર વિસ્તારવાદી નીતિ અપનાવવાનો આરોપ મૂકે છે. હાલની ઘટના તેનું ઉદાહરણ છે. ભારત-નેપાળ વચ્ચે વિવાદનું કારણ ચીન નથી

એક-બે વખત એવું બન્યું છે કે નેપાળ સંદર્ભે કોઈ મહત્વનો નિર્ણય લેતાં પહેલાં ભારત અને ચીને એકબીજાને વિશ્વાસમાં લીધા હોય. કાલાપાની અને લિપુલેખનો મુદ્દો એમાં સામેલ છે. નેપાળ ભારત અને ચીન વચ્ચેની 1954ની પંચશીલ સમજુતીથી બરાબર વાકેફ છે જ. એ મુજબ, પહેલી વાર લિપુલેખને ભારતીય તીર્થયાત્રીઓને પરવાનગી આપતાં કુલ 8 પૈકીના બોર્ડર પોઈન્ટ તરીકે માન્યતા મળી હતી. 8 મેએ રાજનાથે જે ધોરી માર્ગનું ઉદઘાટન કર્યું એ 2015માં મોદીની ચીનયાત્રા વખતે લિપુલેખ માર્ગે ટ્રેડરૂટ વધારવા અંગે ભારત-ચીન વચ્ચે થયેલ સમજુતીનો જ હિસ્સો છે.આ સમજુતી અંગેની જાણકારી જ્યારે નેપાળના તત્કાલીન વડાપ્રધાન સુશીલકુમાર કોઈરાલાને મળી તો તેમણે ભારત અને ચીન બંનેને પત્ર લખીને વિરોધ કર્યો હતો.

ચીનનું સાવચેત વલણકાલાપાની મુદ્દે જ્યારે ભારત અને નેપાળ વચ્ચે વિવાદ સર્જાયો ત્યારે ચીને બંને દેશોને મંત્રણાના માર્ગે વિવાદ ઉકેલવા સલાહ આપી હતી. ચીની વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઝાઓ લિજિયાને કહ્યું હતું કે, બંને દેશોએ એકતરફી કાર્યવાહી ટાળવી જોઈએ. તેનાંથી વિવાદ વધુ વણસી શકે છે. જોકે ચીનના આ વલણની મીંઢાઈ એ છે કે તે ભારત કે નેપાળ પૈકી કોના વલણને એકતરફી કાર્યવાહી ગણે છે એ સ્પષ્ટ થતું નથી.ગેરસમજ થવાનું બીજું કારણ એ પણ ખરું કે લિપુલેખનો ઉલ્લેખ તો પાંચ વર્ષ પહેલાં જ મોદી અને જિનપિંગ વચ્ચેની મંત્રણામાં આવરી લેવાયો હતો. તો શું ચીનના નિવેદનનો અર્થ એવો થાય છે કે તે લિપુલેખને વિવાદિત ગણીને નેપાળને નવો નકશો જારી ન કરવા સુચિત કરી રહ્યું છે? આ અંગે ચીને કશો ફોડ પાડ્યો નથી તેને લીધે નેપાળ અને ભારત વચ્ચે તંગદીલી વધી રહી છે. કારણ કે ભારત એમ સમજે છે કે લિપુલેખ મુદ્દે ચીન પોતાની તરફેણ કરે છે. જ્યારે નેપાળ એમ માને છે કે લિપુલેખ ધોરી માર્ગનું ઉદઘાટન કરવાના ભારતના પગલાંને ચીન એકતરફી કાર્યવાહી ગણાવે છે.

દસ્તાવેજી પૂરાવાઓ શું કહે છે?પૂરાવાઓ મુજબ, બ્રિટિશ શાસન દરમિયાન અંગ્રેજોએ નકશા બદલીને નેપાળ પાસેથી જે વિસ્તાર છીનવી લીધા હતા ત્યાં તત્કાલીન બ્રિટિશ હકુમતનો અધિકાર ન હતો. નેપાળમાં 1959માં ચૂંટણીઓ યોજાઈ ત્યારે લિમ્પિધૂરાના મતદારોએ મતદાન કર્યું હતું. 1961માં નેપાળમાં થયેલી મતગણતરી વખતે પણ આ વિસ્તારને નેપાળનો જ ગણીને ગણતરીમાં સમાવવામાં આવ્યો હતો. પરંતુ એ પછી આ વિસ્તાર નેપાળથી અલગ થતો રહ્યો.KP Sharma Oli Vs Narendra Modi; Similarities Between India PM Modi Vs Nepal Prime Minister Oli