વડોદરામાં 19 તાલીમાર્થી LRD જવાન કોરોના પોઝિટિવ, આજે 62 કેસ સાથે પોઝિટિવનો કુલ આંક 2459 થયો, 4 દર્દીના મોત, ભરૂચમાં વધુ 13 કેસ નોંધાયા

વડોદરામાં 19 તાલીમાર્થી LRD જવાન કોરોના પોઝિટિવ, આજે 62 કેસ સાથે પોઝિટિવનો કુલ આંક 2459 થયો, 4 દર્દીના મોત, ભરૂચમાં વધુ 13 કેસ નોંધાયા



વડોદારના લાલબાગ વિસ્તારમાં આવેલ પોલીસ તાલીમ શાળામાં 20 તાલીમાર્થી LRD (લોકરક્ષક દળ) જવાનનો કોરોના ટેસ્ટ કરાવતા 19 તાલીમાર્થીઓનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. હાલ અહીં રાજ્યમાંથી આવેલા 471 LRD જવાનો તાલિમ લઈ રહ્યા છે. વડોદરા મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે વડોદરા શહેર અને જિલ્લામાં કોરોના વાઈરસના આજે અત્યાર સુધીના સૌથી વધુ 62 કેસ નોંધાયા છે. આમ પોઝિટિવ કેસની કુલ સંખ્યા 2459 ઉપર પહોંચી ગઇ છે. વડોદરામાં આજે વધુ 29 દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ 1790 દર્દી સાજા થયા છે. વડોદરામાં હાલ 612 એક્ટિવ કેસ છે, જે પૈકી 129 ઓક્સિજન ઉપર અને 28 વેન્ટીલેટર પર છે.

વડોદરાના આ વિસ્તારોમાં આજે કોરોનાના કેસ નોંધાયાવડોદરા શહેરમાં આજે ગોત્રી, છાણી, આજવા રોડ, વડસર, વારસીયા, માંજલપુર, રાવપુરા, પ્રતાપનગર, મુંજમહુડા, ખોડિયારનગર, અટલાદરા, ગોરવા, વાડી, હરણી, તાંદલજા, ફતેપુરા, સમતા, વાસણા રોડ, માણેજા, પથ્થરગેટ, નવાયાર્ડ, અકોટા, ઇલોરાપાર્ક, તરલાલી અને રાણાવાસ વિસ્તારમાં કોરોના વાઈરસના કેસ નોંધાયા છે. જ્યારે વડોદરા ગ્રામ્યમાં કરજણ, પાદરા, દશરથ, ભાયલી રોડ, રણોલી, ઉંડેરા અને ડભોઇમાં કોરોના વાઈરસના કેસો નોંધાયા છે.

ભરૂચમાં આજે કોરોનાના વધુ 13 પોઝિટિવ કેસ નોંધાયાભરૂચ જિલ્લામાં આજે કોરોના વાઈરસના વધુ 13 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં જંબુસરમાં 5, ભરૂચમાં 4, અંકલેશ્વરમાં 3 અને આમોદમાં 1 કેસ નોંધાયો છે. આમ ભરૂચ જિલ્લામાં કોરોના વાઈરસ પોઝિટિવ કેસની સંખ્યા કુલ 276 ઉપર પહોંચી ગઇ છે. જેમાં ભરૂચ શહેર અને તાલુકામાં કુલ 100 અને જંબુસર શહેર અને તાલુકામાં કુલ 91 પોઝિટવ કેસ નોંધાયા છે. આમ ભરૂચ અને જંબુસર હોટસ્પોટ બન્યા છે.

વડોદરામાં આજે વધુ4 દર્દીના મોતવડોદરા શહેરમાં કોરોના વાઈરસની સારવાર દરમિયાન આજે 4 દર્દીના મોત થયા છે. વડોદરાના વાઘોડિયા રોડ પર રહેતી મહિલાનું મોત થયું હતું. યાકુતપુરા વિસ્તારમાં રહેતા 56 વર્ષીય મહિલાનું મોડી રાત્રે ગોત્રી હોસ્પિટલમાં મોત નીપજ્યું છે. લક્ષ્મીપુરા રોડ ઉપર રહેતા 59 વર્ષીય ક્રિશ્ચિયન મહિલાનું મોત નીપજ્યું હતું. આ ઉપરાંત પાદરાના 38 વર્ષીય યુવાનનું મોત નીપજ્યું હતું.

ક્રિશ્ચિયન મહિલાનું મોત નીપજતાં અંતિમ વિધિ માટે તંત્ર મુંઝવણમાં મુકાયુંકોરોનામાં પ્રથમ ક્રિશ્ચિયન મહિલાનું મોત નીપજતાં તેઓની અંતિમ વિધિ માટે તંત્ર મુંઝવણમાં મુકાઇ ગયું હતું. માતરીયા કબ્રસ્તાનમાં દફન વિધિ કરવામાં આવે તો વિવાદ થાય તેવી શક્યતાઓ હતી. જેથી તંત્રએ વિવાદ ન થાય તે માટે જામ્બુવા લેન્ડફિલ સાઇટ પાસેના કબ્રસ્તાનમાં કોવિડ-19ની ગાઇડલાઇન મુજબ દફનવિધી કરવામાં આવી હતી.







પ્રતિકાત્મક તસવીર