વડોદરામાં હોટલમાં ચાલતા જુગારના અડ્ડા પર દરોડો, 15 જુગારીઓની ધરપકડ, ફોર્ચ્યુનર, મર્સિડિઝ સહિત 80 લાખનો મુદ્દામાલ જપ્ત
વડોદરા જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાંચે રાત્રે દુમાડ ચોકડી પાસે આવેલ હોટલમાં ચાલી રહેલા જુગારના અડ્ડા પર દરોડો પાડ્યો હતો. જેમાં પોલીસે રૂપિયા 8.57 લાખ રોકડા સહિત 80 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસે હોટલ માલિક સહિત 15 જુગારીઓની ધરપકડ કરી છે. જુગાર રમતા પકડાયેલા લોકોમાં બિલ્ડર્સ અને વેપારીઓ સામેલ છે. પોલીસે જુગારીઓની ફોર્ચ્યુનર, મર્સિડિઝ સહિત ગાડીઓ જપ્ત કરી છે.

જુગારીઓની જપ્ત કરવામાં આવેલી કાર.

પોલીસે દુમાડ ચોકડી પાસે આવેલી બનીયન પેરેડાઇઝ હોટલમાં દરોડો પાડતા રૂમ નંબર 103 અને રૂમ નંબર 107માં જુગાર રમતા શખ્સો ઝડપાયા હતાં. તેમની પાસેથી રોકડ અને કાર સહિતનો મુ્દ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ મામલે હોટલ માલિક મુકેશ ભુધરાણી (રહે. શ્રીનાથજી પાર્ક, કદમનગર, નિઝામપુરા) સહિતના લોકોની ધરપકડ કરવામાં આવી છે.

જપ્ત કરવામાં આવેલી કાર.

રૂમ નંબર 103માં ઝડપાયેલા જુગારીઓ

પ્રેમલ સુભાષ શાહ રહે. ચંદ્રવતી સોસાયટી, વી.આઇ.પી. રોડ, કારેલીબાગ. વડોદરાવિજય ગંગારામ પટેલ રહે. ભાદરણનગર સોસાયટી, ન્યુ સમા રોડ, વડોદરાઓમપ્રકાશ બેગાણી રહે. યોગેશ્વર સોસાયટી, વર્ધમાન કોમ્પલેક્ષ પાસે, સુભાનપુરા, વડોદરાસુનિલ કુમાર હસમુખભાઇ પટેલ રહે. શ્યામવાટિકા, ચાણાક્યપુરી, વડોદરાનૈમેષ કુમાર માધવલાલ પટેલ રહે. અણુશક્તિ નગર સોસાયટી, ન્યૂ સમા રોડ, વડોદરાસુનીલ કુમાર ડુંગરમલ જૈન. રહે. આરકોન અભય, વુડા ઓફિસ પાસે, કારેલીબાગ, વડોદરાજીતેન્દ્ર ચરણજીતસીંગ રાણા રહે. શીવાશ્રય સોસાયટી, વાસણા રોડ, વડોદરા

રૂમ નંબર 107માંથી ઝડપાયેલા જુગારીઓ

રવિ હિરાલાલ ધનગાણી રહે. મોતી સોસાયટી, હરણી-વારસિયા રીંગ રોડ, વડોદરાકેતન પ્રેમજીભાઇ ગાલા (શાહ) રહે. સંગીતા એપાર્ટમેન્ટ, અલકાપુરી, વડોદરામહેશભાઇ લક્ષ્મણભાઇ નાવાણી રહે. વૃંદાવન નગર સોસાયટી, ઓલ્ડ સમા રોડ, વડોદરાઅમીચ કનૈયાલાલ મખીજા રહે. યમુના નગર, હરણી-વારસિયા રીંગ રોડ, વડોદરાઉમંગ અમૃતલાલ ઠક્કર રહે. નીલગીરી ટેરેસ, ગોત્રી રોડ, વડોદરાકમલેશ જયરામદાસ જસાવણી રહે. સોનામહેલ એપાર્ટમેન્ટ, વારસીયા, વડોદરારણજીતસિંહ કનુભાઇ રાઠોડ રહે. નીલ કામદાર સોસાયટી, વખારીયા ચાર રસ્તા, કલોલ હોટલના બેડ પર જુગારની બાજી.

હોટલમાં જુગાર રમતા ઝડપાયેલા શખ્સો.