વડોદરામાં મંગળ બજારના વેપારી સહિત વધુ 4 દર્દીના મોત, મેન્ટલ હોસ્પિ.ના 8 દર્દીના રિપોર્ટ પોઝિટિવ, ભરૂચમાં નવા 12 કેસ

વડોદરામાં મંગળ બજારના વેપારી સહિત વધુ 4 દર્દીના મોત, મેન્ટલ હોસ્પિ.ના 8 દર્દીના રિપોર્ટ પોઝિટિવ, ભરૂચમાં નવા 12 કેસ



વડોદરા શહેરમાં કોરોના વાઈરસની સારવાર દરમિયાન મંગળ બજારના વેપારી સહિત વધુ4 દર્દીના મોત થયા છે. જેમાં પાદરાની 50 વર્ષીય મહિલા, ગોત્રીના 73 વર્ષીય મહિલા અને અંકલેશ્વરના 60 વર્ષીય દર્દીનું મોત થયું છે. મંગળ બજારના વેપારીનું કોરોના વાઈરસની સારવાર દરમિયાન મૃત્યુ થતાં મંગળબજારનાવેપારીઓએ સ્વૈચ્છીક બંધ પાળ્યો છે.વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં આવેલી મેન્ટલ હોસ્પિટલના 8 દર્દી કોરોના સંક્રમિત થયા છે. જેના પગલે હોસ્પિટલ તંત્રમાં દોડધામ મચી ગઇ છે.

ભરૂચમાં કોરોનાના આજે વધુ 12 કેસભરૂચ જિલ્લામાં કોરોના વાઈરસનો કહેર યથાવત છે. ભરૂચ જિલ્લામાં આજે વધુ 12 પોઝિટિવ કેસ નોંધાયા છે. આમ ભરૂચ જિલ્લામાં કોરોના વાઈરસના કેસની કુલ સંખ્યા વધીને 747 ઉપર પહોંચી ગઇ છે.

વડોદરામાં કોરોનાના કેસનો કુલ આંક 3919 થયોવડોદરા મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે વડોદરા અને શહેર જિલ્લામાં કોરોના વાઈરસના પોઝિટિવ કેસનો કુલ આંક 3919 ઉપર પહોંચી ગયો છે. વડોદરામાં અત્યાર સુધીમાં કુલ 3149 દર્દી રિકવર થયા છે. વડોદરામાં અત્યારે કુલ 700 એક્ટિવ કેસ છે, જે પૈકી 128 ઓક્સિજન ઉપર અને 39 વેન્ટીલેટર-બી પેપ ઉપર છે અને 533 દર્દીની હાલત સ્થિર છે. સત્તાવાર મૃત્યુઆંક 70 થયો છે.

વડોદરાના આ વિસ્તારમાં ગુરૂવારે કેસ નોંધાયાશહેરઃ ફતેપુરા, સયાજીગંજ, જેતલપુર, અલકાપુરી, આજવા રોડ, વાડી, વાધોડીયા રોડ, ફતેગંજ, કારેલીબાગ, અટલાદરા, ઓલ્ડ પાદરા રોડ, માંજલપુર, તાંદલજા, ડભોઇ રોડ, સમા, તરસાલી રિંગ રોડ, મકરપુરા, કલાદર્શન ચાર રસ્તા, હરણી રોડ, પાણીગેટ, સલાટવાડા, લહેરીપુરા, નિઝામપુરા, છાણી, અકોટા, મુજમહુડા, વાસણાગ્રામ્યઃ સિમળી, કરજણ, ફર્ટિલાઇઝરનગર, ભાયલી, આજવા, અટલાદરા ગામ, સાવલી, ડભોઇ, પાદરા, ચાણોદ







પ્રતિકાત્મક તસવીર