વડોદરામાં મહિલાઓ કરતા પુરૂષોમાં કોરોનાનું સંક્રમણ ડબલ, 111 દિવસમાં 34.90 ટકા સંક્રમિત મહિલાઓની સામે 65.10 ટકા પુરૂષો કોરોનાગ્રસ્ત થયા




વડોદરા શહેરમાં કોરોના વાઈરસનું સંક્રમણ મહિલાઓ કરતા પુરૂષોમાં ડબલ જોવા મળ્યું છે. વડોદરામાં અત્યાર સુધી નોંધાયેલા કોરોના વાઈરસના કુલ 2785 પોઝિટિવ કેસમાંથી 65.10 ટકા પુરૂષો કોરોનાના સંક્રમિત થયા છે. જ્યારે માત્ર 34.90 ટકા જ મહિલાઓ કોરોના સંક્રમિત થઇ છે.

વડોદરામાં 1813 પુરૂષ અને 972 મહિલા કોરોના સંક્રમિત થઇવડોદરા શહેરમાં કોરોના વાઈરસનો પ્રથમ કેસ 20 માર્ચના રોજ નોંધાયો હતો. આમ છેલ્લા 111 દિવસથી વડોદરા શહેરમાં કોરોના વાઈરસનો કહેર યથાવત છે. જોકે આ દરમિયાન પુરૂષોની સરખામણી મહિલાઓ કોરોનાના સંક્રમણથી બચતી જોવા મળી છે. વડોદરા શહેરમાં અત્યાર સુધી નોંધાયેલા કોરોનાના કુલ 2785 પોઝિટિવ કેસમાંથી 1813 પુરૂષ કોરોના પોઝિટિવ આવ્યા છે. જ્યારે 972 મહિલામાં જ કોરોનાનું સંક્રમણ ફેલાયું છે. આમ પુરૂષોની સામે અડધી મહિલાઓ જ કોરોના વાઈરસથી સંક્રમિત થઇ છે.

વડોદરામાં સૌથી વધુ 49 ટકા યુવાનો કોરોના સંક્રમિત થયા છેવડોદરામાં ઉંમર પ્રમાણે વાત કરીએ તો 21થી 50 વર્ષની ઉંમરના 1373 યુવાન કોરોનો સંક્રમિત થયા છે. એટલે કે 49 ટકા જેટલા યુવાનો કોરોના સંક્રમિત થયા છે. 51થી 60 વર્ષના 609 લોકો કોરોના વાઈરસનો શિકાર બન્યા છે. એટલે કે, 21.86 ટકા આધેડ ઉમરના લોકો સંક્રમિત થયા છે. 61થી 100 વર્ષની ઉંમરના 671 વૃદ્ધ કોરોના સંક્રમિત થયા છે. આમ 24.09 વૃદ્ધો કોરોના સંક્રમિત થયા છે. સૌથી ઓછા 0થી 20 વર્ષના બાળકો 132 બાળકો કોરોનાગ્રસ્ત થયા છે એટલે કે માત્ર 4.73 ટકા બાળકો કોરોના સંક્રમિત થયા છે.

વડોદરામાં કોરોનાના હાલ 709 એક્ટિવ કેસ છેવડોદરામાં કોરોના વાઈરસના માત્ર 709 એક્ટિવ કેસ છે. જેમાંથી 117 દર્દી ગોત્રી હોસ્પિટલમાં, 97 દર્દી સયાજી હોસ્પિટલમાં, 257 દર્દી ખાનગી હોસ્પિટલમાં અને 17 દર્દી કોવિડ કેર સેન્ટરમાં સારવાર લઇ રહ્યા છે, જ્યારે 221 દર્દી હોમ આઇસોલેશનમાં છે.







Corona infection doubles in males than in females 65 per cent males contracted coronavirus against more than 34 per cent infected females in 111 days in vadodara