વડોદરામાં ચોરીના શકમંદનું મારથી ફતેગંજ પોલીસ સ્ટે.માં મોત બાદ લાશ સગેવગે, 7 મહિના બાદ PI-PSI સહિત 6 સામે ગુનો દાખલ

વડોદરામાં ચોરીના શકમંદનું મારથી ફતેગંજ પોલીસ સ્ટે.માં મોત બાદ લાશ સગેવગે, 7 મહિના બાદ PI-PSI સહિત 6 સામે ગુનો દાખલ



7 મહિના પહેલા ચોરીના શકમાં ઝડપાયેલા આધેડનું ફતેગંજ પોલીસ મથકના તત્કાલિન પી.આઇ. સહિત સર્વેલન્સ સ્ક્વોડના 6 પોલીસ જવાનોએ માર મારતા મોત નીપજ્યું હતું. દરમિયાન મોતને ભેટેલા આધેડની લાશ સગેવગે કરી દીધી હોવાનો પર્દાફાશ થયો છે. આ બનાવની તપાસ કરી ACPએ તમામ સામે ફતેગંજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી કાર્યવાહી હાથ ધરી છે.

અમદાવાદનો શેખ બાબુ શેખ વિવિધ શહેરોમાં ફેરી કરીને ચાદરો વેચતો હતોમૂળ તેલંગાનાના વતની શેખ બાબુ શેખ(ઉં.62) અમદાવાદમાં રહેતા હતા અને રોજ વડોદરા સહિત વિવિધ શહેરોમાં ફેરી ફરીને ચાદરો વેચતા હતા. 10 ડિસેમ્બર-2019ના રોજ તેઓ તેઓના જમાઇ ઇબ્રાહિમખાન કાસીમખાન પઠાણ (રહે. તેલગાંણા) સાથે વડોદરા આવ્યા હતા. જ્યાં બંનેએ સેન્ટ્રલ એસ.ટી. ડેપો પાસે નાસ્તો કર્યો હતો. ત્યારબાદ બાબુ શેખ સાઇકલ ઉપર ચાદરો મુકીને ફેરી ફરવા માટે ગયા હતા.

ગુનો કબુલ કરાવવા પોલીસે થર્ડ ડિગ્રી ટોર્ચર કરતા આધેડનું મોત થયું હતુંદરમિયાન ફતેગંજ પોલીસ મથકના સર્વેલન્સ સ્ટાફના જવાનો ટી.પી.-13 વિસ્તારમાં રહેતા સતીષ ઠક્કરના ઘરમાં થયેલી ચોરીના ગુનામાં શેખ બાબુ શેખની શકમંદ તરીકે અટકાયત કરી હતી અને ફતેગંજ પોલીસ સ્ટેશનમાં લઇ ગયા હતા. જ્યાં કમ્પ્યુટર રૂમમાં ખુરશી ઉપર પટ્ટાથી બાંધી દીધા હતા. અને ચોરીની કબુલાત કરાવવા માટે શારીરિક અને માનસિક ત્રાસ આપ્યો હતો. હાથની વચ્ચે પેન ફસાવી ગુનો કબુલ કરાવવા માટે થર્ડ ડિગ્રી ટોર્ચર કર્યું હતું. જેમાં તેમનું મોત નીપજ્યું હતું. શેખ બાબુ શેખનું મોત નીપજતાં ફતેગંજ પોલીસ મથકના તત્કાલિન પી.આઇ. ધર્મેન્દ્રસિંહ બુટકસિંહ ગોહિલ, પી.એસ.આઇ. દશરથ માધાભાઇ રબારી, પોલીસકર્મી પંકજ માવજી, યોગેન્દ્રસિંહ જીલણસિંહ, રાજેશ સવજી અને હિતેશ શંભુભાઇએ મળીને લાશ સગેવગે કરી દીધી હતી.

સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપ્યા બાદ હાઇકોર્ટમાં કેસ દાખલ કર્યોનોંધનીય છે કે, મોડી રાત સુધી સસરા શેખ બાબુ શેખ સેન્ટ્રલ એસ.ટી. ડેપો પરત ન આવતા તેઓએ પોતાના તેલંગાણા ખાતે રહેતા સાળા સલીમ બાબુ શેખને ફોન ઉપર જાણ કરી હતી. અને સયાજીગંજ પોલીસ મથકમાં શેખ બાબુ શેખ ગુમ થયાની અરજી આપી હતી. સયાજીગંજ પોલીસ મથકના ACP પરેશ ભેંસાણીયા દ્વારા તપાસ કરવામાં આવી હતી. પરંતુ, તેઓ મળી આવ્યા ન હતા. બીજી બાજુ શેખ બાબુ શેખના પુત્ર સલીમ શેખ અને જમાઇએ ગુમ શેખ બાબુ શેખની તપાસ ચાલુ રાખી હતી. અને હાઇકોર્ટમાં કેસ દાખલ કર્યો હતો.

પોસીસે ફરિયાદની કોપી ડિલીટ કરીને પુરાવાનો નાશ કર્યો હતોદરમિયાન આ બનાવની તપાસ પોલીસ કમિશનર અનુપસિંહ ગેહલોતે ACP એસ.જી પાટીલને કરવા માટે હુકમ કર્યો હતો. ACP એસ.જી. પાટીલની લાંબી તપાસ અને વિવિધ લોકોના લીધેલા નિવેદનોમાં ફતેગંજ પોલીસ મથકના તત્કાલિન પી.આઇ. ધર્મેન્દ્રસિંહ ગોહિલ અને તેમના સર્વેલન્સ સ્ટાફ દ્વારા શેખ બાબુ શેખની અટકાયત કરીને તેઓને માનસિક, શારીરિક ત્રાસ આપતા મોત નીપજ્યું હોવાની હકીકત બહાર આવી હતી. આ સાથે તેઓની લાશ સગેવગે કરી દીધી હોવાની હકીકત બહાર આવી હતી. ઉપરાંત ફરિયાદની કોપી પણ ડિલીટ કરીને પુરાવાનો નાશ કર્યો હોવાની અને બી સમરી ભરી દીધી રિપોર્ટ રજૂ કરી દીધો હોવા સુધીની ચોંકાવનારી વિગતો બહાર આવી હતી.

હાઇકોર્ટે બાબુ શેખ બાબુને 10 જુલાઇએ હાજર કરવા માટે આદેશ કર્યો હતોબીજી બાજુ હાઇકોર્ટે બાબુ શેખ બાબુને 10 જુલાઇ-2020ના રોજ હાજર કરવા માટે આદેશ કર્યો હતો. જોકે, 10 જુલાઇ-2020 પહેલાં જ ACP એસ.જી. પાટીલે શેખ બાબુ શેખના મોત માટે જવાબદાર 1) તત્કાલિન પી.આઇ. ધર્મેન્દ્રસિંહ બટુકસિંહ ગોહિલ (રહે. 61, સર્વોદય સોસાયટી, નિઝામપુરા, વડોદરા. મુળ રહે. બેન્ક કોલોની, તળાજા, ભાવનગર), 2) પી.એસ.આઇ. દશરથભાઇ માધાભાઇ રબારી (રહે. કમલાપાર્ક સોસાયટી (ભગીરથ) કેડીલા રોડ, અમદાવાદ, મુળ રહે. કનીજસ મહેમદાવાદ, જિ. ખેડા)., 3) અનાર્મ લોકરક્ષક પંકજ માવજી (ચલાલા પોલીસ સ્ટેશન), 4) અનાર્મ લોકરક્ષક યોગેન્દ્રસિંહ જીલણસિંહ (રહે. એફ-2, શિવાસી સોસાયટી, છાણી જકાતનાકા, મુળ રહે. કમ્બોસણી, સાબરકાંઠા), 5) રાજેશ સવજીભાઇ (રહે. 105, શિવમ રેસિડેન્સી, છાણી ગામ મુળ રહે. ખાનપર, તા.જિ. મોરબી) અને 6) અનાર્મ લોકરક્ષક હિતેશ શંભુભાઇ 118, અંલકાર એપાર્ટમેન્ટ, છાણી જકાતનાકા, મુળ રહે. પ્લોટ નંબર-2427, શિવાજી સર્કલ પાસે, ઘોઘા રોડ, ભાવનગર) સામે આઇ.પી.સી. કલમ 304, 201, 203, 204 અને 34 મુજબ ફતેગંજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી કાર્યવાહી હાથ ધરી છે.

તમામ આરોપીઓની પોલીસ કમિશનરે બદલીઓ કરી હતીઉલ્લેખનિય છે કે, શેખ બાબુ શેખના બનાવે ભારે ચકચાર જગાવતા આ તમામ આરોપીઓની પોલીસ કમિશનર દ્વારા બદલીઓ કરવામાં આવી હતી. જેમાં રાજ્યના ગૃહ વિભાગ દ્વારા કરવામાં આવેલી બદલીઓમાં પી.આઇ. ધર્મેન્દ્રસિંહ ગોહિલની અમદાવાદ ખાતે બદલી કરવામાં આવી હતી. ફેરી કરીને ગુજરાન ચલાવતા વેપારીને પોલીસ મથકમાં બાંધીને માર મારતા થયેલા મોતના બનાવમાં તત્કાલિન પી.આઇ. ધર્મેન્દ્રસિંહ ગોહિલ અને પી.એસ.આઇ. દશરથ રબારી સહિત 6 પોલીસ જવાનો સામે ફરિયાદ નોંધાતા પોલીસ તંત્રમાં ખળભળાટ મચી ગયો છે.







મૃતક શેખ બાબુ શેખની ફાઇલ તસવીર