Translate to...

વડોદરાની ભારતીય વિદ્યા ભવન સ્કૂલે કોરોનાની મહામારી વચ્ચે પણ પરીક્ષા લીધી, વિદ્યાર્થીઓ ચેપગ્રસ્ત થશે તો જવાબદાર કોણ?

વડોદરાની ભારતીય વિદ્યા ભવન સ્કૂલે કોરોનાની મહામારી વચ્ચે પણ પરીક્ષા લીધી, વિદ્યાર્થીઓ ચેપગ્રસ્ત થશે તો જવાબદાર કોણ?



કોરોનાની મહામારીને કારણે સરકારે તમામ શાળા-કોલેજ બંધ રાખવાનો આદેશ આપ્યો છે. ત્યારે વડોદરાની ભારતીય વિદ્યા ભવન સ્કૂલના ડાયરેક્ટર અને પ્રિન્સિપાલે સરકારના આદેશનો ભંગ કરી અને વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યની પરવા કર્યા વગર શાળા ચાલુ રાખી છે. આ ઘટનાની જાણ થતા જ મકરપુરા પોલીસે શાળા સંચાલકોને પાઠ ભણાવ્યો છે.

તંત્રએ તપાસ કરતા વિદ્યાર્થીઓ જોવા મળ્યાઆ બનાવની વિગત એવી છે કે, મકરપુરા પોલીસ સ્ટેશનની બિલકુલ સામે આવેલી ભારતીય વિદ્યા ભવન્સ સ્કૂલમાં વિદ્યાર્થીઓની પરીક્ષા યોજી હતી. સ્કૂલ શરૂ કરવામાં આવી હોવાની જાણ થતા તંત્રએ તપાસ કરી હતી. જેમાં વિદ્યાર્થીઓ સ્કૂલ ડ્રેસમાં સ્કૂલમાં જતા આવતાં જોવા મળ્યાં હતા.

પોલીસે કાયદેસરની કાર્યવાહી કરીદરમિયાન વિદ્યાર્થીઓની પરિક્ષાનો સમય પૂર્ણ થતાં ગેટ પર વાલીઓનો જમાવડો થયો હતો. જેથી વાલીઓએ જણાવ્યું હતુ કે, સ્કૂલ તો છેલ્લા ઘણા દિવસોથી ચાલુ છે અને મેસેજ દ્વારા અમને પરીક્ષાની જાણકારી આપવામાં આવી છે. જે આધારે ભવન્સ સ્કૂલના પ્રિન્સિપાલ રાજીમકુમાર સત્યપ્રકાશ સિંઘલની પોલીસે પૂછપરછ કરતા તેઓ સ્કૂલના ડાયરેટર દિપક શાંતિલાલ દલાલની મૌખીક મંજૂરી લીધા બાદ ધો. 9ના 8 વિદ્યાર્થીઓની પરીક્ષા માટે સવારે 9થી 12 વાગ્યા સુધી ચાલુ રાખી વિદ્યાર્થીઓને પરીક્ષા માટે બોલાવ્યા હોવાનું જણાવ્યું હતુ. જેથી આ મામલે મકરપુરા પોલીસે ભારતીય વિદ્યા ભવન્સ સ્કૂલના પ્રિન્સીપાલ અને ડાયરેટર સામે જાહેરનામા ભંગનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.







ભારતીય વિદ્યા ભવન શાળાની તસવીર