‘વડતાલ સ્વામિનારાયણ મંદિરનો વહીવટ કોર્ટને સોંપી દો, બધી પૈસાની જ માથકૂટ છે’
સ્વામિનારાયણ સંપ્રદાયના મુખ્ય મથક એવા વડતાલધામમાં ચૂંટણીની જાહેરાત થતાં જ આક્ષ્ેપો અને પ્રતિ આક્ષ્ેપોનો મારો ચાલુ થઇ ગયો છે. જોકે વડતાલ મંદિરના પુર્વ ચેરમેન ઘનશ્યામ પ્રકાશની સેકસ લીલાના આક્ષેપો સાથેનો વિડિયો તેમના જ શિષ્ય દ્વારા પ્રકાશિત કરવામા઼ આવતાં ગરમાવો આવી ગછો છે. દરમિયાન જુનાગઢના યજ્ઞપુરુષ સ્વામીનો પણ સ્ફોટક વિડિયો વાયરલ થયો છે તેમને આ અંગે પીએમઓમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ચર્ચા કરવાની પણ વાત કરી છે. સાથે આચાર્ય પોતે સત્સંગ સમાજ પાસે મદદની માગણી કરે ત્યારે સ્થિતિ કેટલી વણસી છે તેનો પણ ખ્યાલ આવે છે કહી મંદીરનો વહિવટ ન્યાયાલયને સોંપવાની વાત કરતાં ખળભળાટ મચી ગયો છે.

વડતાલ મંદિરમાં તાજેતરમાં જ ચૂંટણીની જાહેરાત થયા બાદ સ્વામી અને સત્સંગ સમાજ દ્વારા પણ તબક્કાવાર વિડિયો કે ઓડિયો દ્વારા સ્વામીઓના એક પછી એક સેક્સ લીલાના કૌભાંડો બહાર પાડતા રહયા છે. જુનાગઢના સ્વામી યજ્ઞ પુરૂષના વાયરલ થયેલા વીડિઓમાં તેઓ કહી રહ્યાં છે કે, તેઓને કશુ જ થતુ નથીની વાત કહી તેમને વિડિયોમાં કહયુ હતુ ધર્મસ્થાનોમાં કોઇ સાધુની લંપટ લીલા, આર્થીક ગોટાળા, ભ્રષ્ટાચાર બહાર આવે ત્યારે તમામ હિન્દુઓને હૃદયને ઠેસ પહોંચે છે. તેમની શ્રધ્ધાને આઘાત પહોંચે છે. ગુજરાત રાજ્ય સરકાર પાસે કોઇ જ અપેક્ષા નથી. એવા અનેક સાધુઓ એમ કહે છે કે, સરકાર આપણામાં ખીસ્સા છે. જો આ વાત સાચી હોય તો તે બહુ જોખમી બાબત છે. કારણ કે આ પ્રકરણ જોતા એવું લાગે છે કે, સરકાર ખરેખર તેમને મદદ કરે છે. કોઇ તપાસ થતી નથી. તો હવે, કોઇ પાસેથી અપેક્ષા રાખી શકીએ ? તો આ દેશની સર્વોચ્ચ અદાલત છે, જેણે ઘણા મોટા મોટા ગોડમેનને સજા કરી જેલમાં નાંખ્યા છે. આથી, ન્યાયાલય પાસે અમને અપેક્ષા છે.

સીબીઆઈની તપાસ પણ થવી જરૂરી છે ધર્મસ્થાનની શુદ્ધિ માટે પ્રજાએ આગળ આવવું પડશે. મારી એવી પણ અપીલ છે કે સીબીઆઈ તપાસ થવી જોઈએ. જેની પાસે કરોડોની મિલકત, જમીન, સંસ્થાઓ છે. આર્થીક ગોટાળા ઘણા પ્રકાશીત થઇ તેમ છે. તેની તપાસ અવશ્ય થવી જોઈએ. કોર્ટની નજર હેઠળ થવું જોઈએ. સરકારનો હસ્તક્ષેપ નહીં હોય તો દુધનું દુધ અને પાણીનું પાણી થશે. હિન્દુ સમાજના સાધુ સમાજનો પ્રશ્ન ગણી દરેક હિન્દુએ આગળ આવવું જોઈએ

છેલ્લા બે મહિનાથી વડતાલ સતત વિવાદમાં વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાય છેલ્લા બે મહિનાથી સંતોના કરતૂતોના કારણે વિવાદમાં સપડાયું છે. ખાસ કરીને ઘનશ્યામપ્રકાશ સ્વામી સામે વ્યાભીચારના આક્ષેપ સાથે પત્ર અને વિડીયો વાયરલ થયો છે.આ અંગે ચકલાસી પોલીસ મથકે અરજી પણ કરવામાં આવી છે. હજુ આ વિવાદનો અંત આવ્યો નથી, ત્યાં ઘનશ્યામપ્રકાશદાસજીના શિષ્ય ત્યાગ વલ્લભનો સ્ત્રી મોહ, ભક્તિ સ્વામીની મોબાઇલ ચેટિંગમાં ચુંબનોની ચર્ચાને લઇ હરિભક્તોમાં પણ રોષ ફેલાયો હતો. આમ સંપ્રદાય સતત વિવાદનું કેન્દ્ર બની રહ્યું છે.

સત્તા અને ધન માટે સંતો વચ્ચે હોડ જામતા સંપ્રદાયની નામના બગડી વડતાલ મંદિરના પૂર્વ કોઠારી ઘનશ્યામપ્રકાશદાસજીના બાળકો સાથેના કૃત્યને લઇ ભારે રોષ ફેલાયો છે. આ અંગે વેદાંત વલ્લભ સ્વાનીના વિડીયો બાદ તેને પદભ્રષ્ટ કરવા હરિભક્તોમાં જ માંગ ઉઠી હતી. જોકે, કોઇ કારણસર ટેમ્પલ કમિટિ તેમને છાવરી રહી હોવાથી દિવસે દિવસે રોષ બળવત્તર બની રહ્યો છે. બીજી તરફ વરસો અગાઉના કરતૂતો હવે બહાર લાવવા પાછળ પણ કોઇ ભેદી ઇરાદો હોય તેવું પણ હરિભક્તોનું જ એક જુથ માની રહ્યું છે. સંપ્રદાયની કિર્તી છેલ્લા કેટલાક સમયથી વધી છે, જેને કારણે દાન, ધર્માદાની રકમમાં પણ વધારો થયો છે. આવા સમયે સત્તાનું કેન્દ્ર બનવા સંતો વચ્ચે જ હોડ જામી હોય તેવું વાતાવરણ ખડું થયું છે.

વડતાલ તાબાના સંતોના કૌભાંડો પણ સોશિયલ મિડિયામા વાયરલ વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાય છેલ્લા બે મહિનાથી ભારે વિવાદમા઼ આવી રહ્યું છે. દરમિયાન શનીવારે હરિભકતોના એક ગૃપમાં સ્વામીનારાયણ સંપ્રદાય સાથે જોડાયેલા અને નામી અને સંત ગણમા઼ મોટામાથાઓની ગણના થાય છે તેવા સ્વામીના પણ કથીત કાંભાંડોની વાતો વાયરલ કરવામાં આવી છે. જોકે આ હરિભકતોના ગૃપમાં થયેલા વાયરલ કોભાંડો કેટલા સાચા છે તેતો તપાસ કરવામાં આવે ત્યારેજ ખબર પડી શકે .યજ્ઞપુરુષ સ્વામી આચાર્ય રાકેશ પ્રસાદ સાથે (જમણો ફોટો) અને યજ્ઞપુરુષ સ્વામી ઘનશ્યામ પ્રકાશ સ્વામી સાથે (ડાબો ફોટો)