Translate to...

વડતાલના પૂર્વ કોઠારી સ્વામી ઘનશ્યામ પ્રકાશ બાળકોનું બ્રેઇન વોશ કરી હવસ સંતોષતો હતો




સ્વામિનારાયણ સંપ્રદાયના કાશી એવા વડતાલ મંદિરના ઘનશ્યામપ્રકાશદાસ સ્વામીના જ શિષ્ય વેદાંત વલ્લભદાસનો એક વિડીયો વાયરલ થયો છે. આ વિડીયોમાં તેમણે તેમના જ ગુરૂ ઘનશ્યામપ્રકાશદાસ સ્વામી સેક્સ એડીક્ટ હોવાનો આક્ષેપ કર્યો છે. પોતાની વાસના સંતોષવા સેવાના નામે બાળકોને રૂમમાં બોલાવતા હોવાનું જણાવ્યું છે.

મારી નાખવાની ધમકી આપી હોવાનો આક્ષેપ વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના પૂર્વ કોઠારી ઘનશ્યામપ્રકાશદાસ સ્વામી ફરી વિવાદમાં આવ્યાં છે. તેમના શિષ્ય વેદાંત વલ્લભ સ્વામીનો 44 મિનીટનો એક વિડીયો વાયરલ થયો છે. આ વિડીયોમાં તેમણે ઘનશ્યામપ્રકાશદાસ સામે સનસનીખેજ આક્ષેપ કર્યાં છે. ખાસ કરીને તેમની સેક્સલીલાનો પોતે ભોગ બન્યા છે અને તેઓ કઇ રીતે સેક્સ આચરે છે અને પોતાની વાસના સંતોષે છે, તેની વાત કરી છે. વેદાંત વલ્લભસ્વામીના જણાવ્યા મુજબ, દિવ્ય વલ્લભસ્વામીએ મારી નાંખવાની ધમકી આપી છે. આથી, મને કઇ થાય તો આ વિડીયો ઉતાર્યો છે. ઘનશ્યામપ્રકાશદાસ સ્વામી ખાસ પધ્ધતિ દ્વારા શિષ્યોનું શારીરિક શોષણ કરે છે. આ શિષ્યના બારણાં ખોલવાથી લઇ છેલ્લે સ્નાન સુધી ખાસ નિયમોને અનુસરવું પડે છે. વચનામૃત દ્વીશતાબ્દી મહોત્સવ દરમિયાન હું વડતાલ ગયો તે સમયે કેટલાક શિષ્યો તે રીતે વર્તતા હતાં. તેઓ પાપી, દંભી અને પાખંડી છે. નાના બાળકોને ફોસલાવી પટાવી, માઇન્ડ વોશ કરે છે. તેને તેના જ માતા - પિતાની સાથે વેર કરાવે છે. બાદમાં તેને પોતાની પાસે લઇ તેનો ઉપભોગ કરે છે.

ઘનશ્યામ પ્રકાશના શિષ્ય જ તેમનું માર્કેટીંગ કરે છે ઘનશ્યામપ્રકાશદાસનું તેમના શિષ્યો માર્કેટીંગ કરે છે. તેમાં દિવ્ય વલ્લભદાસ, વિવેક વલ્લભદાસ, દર્શન વલ્લભદાસ સહિતના સ્વામીઓ ઘનશ્યામપ્રકાશ સ્વામીનું માર્કેટીંગ કરે છે. તેઓએ ડાયરીમાં ખોટા પ્રસંગો અને ખોટા મહિમા ઉભા કર્યાં છે. ભગવાને દર્શન આપ્યાની ખોટી વાતો ઉપજાવી કાઢવામાં આવી છે. જેના થકી હરિભક્તો પાસેથી રૂપિયા લેવામાં આવે છે. જેનો સુખ સાહ્યબીમાં ઉપયોગ કરવામાં આવતો હોવાનું વેદાંત વલ્લભે વિડીયોમાં કહ્યું છે.

દિવ્ય વલ્લભ સમજાવવા જાય અને ન માને તો હત્યા કરાવે છે વેદાંત વલ્લભદાસે ઘનશ્યામપ્રકાશ ઉપરાંત તેના શિષ્ય દિવ્યવલ્લભ સ્વામી સામે પણ સનસની આરોપ મુક્યો છે. દિવ્ય વલ્લભ ધમકી આપી મરાવી પણ નંખાવે છે. સામ, દામ, ભેદની નીતિ અપનાવે છે. તેમના બળે જ ઘનશ્યામપ્રકાશ સ્વામી કુદે છે. પ્રથમ દિવ્ય વલ્લભસ્વામી સમજાવવા જાય છે, જો ન માને તો તેની હત્યા પણ કરાવી દેવામાં આવે છે.







માસુમ ભુલકાંઓ સાથે ઘનશ્યામ પ્રકાશની પ્રણય લીલા