Translate to...

લૉ સ્ટૂડન્ટે NIA તપાસની અપીલ કરી, CJIએ કહ્યું, તમે કોણ છો? એક અજાણી વ્યક્તિ કારણ વગર કેસમાં દખલગીરી કરે છે, અમે અરજી ફગાવીએ છીએ

લૉ સ્ટૂડન્ટે NIA તપાસની અપીલ કરી, CJIએ કહ્યું, તમે કોણ છો? એક અજાણી વ્યક્તિ કારણ વગર કેસમાં દખલગીરી કરે છે, અમે અરજી ફગાવીએ છીએ




સુપ્રીમ કોર્ટે શુક્રવાર (સાત ઓગસ્ટ)ના રોજ સુશાંત સિંહ રાજપૂતના મોતની તપાસ CBI અને NIA કરે તેવી માગણી કરતી જનહિતની અરજી ફગાવી દીધી છે. ભારતના મુખ્ય ન્યાયાધીશ બોબડેની અધ્યક્ષતાવાળી બેંચે અરજીકર્તાને કહ્યું હતું, ‘તમે કોણ છો, તમે પૂરી રીતે અજાણ્યા છો, જે કારણ વગર આ કેસમાં હસ્તક્ષેપ કરે છે. દિવગંત એક્ટરના પિતા આ કેસ લડી રહ્યા છે. આથી તમારી અરજી ફગાવી દેવામાં આવે છે.’

બેંચે કહ્યું, દલીલો ના કરો, હાસ્યાસ્પદ નિવેદનો ના આપો સુપ્રીમ કોર્ટની આ બેંચે એક લૉ સ્ટૂડન્ટ ડી ડી દુબેની અરજી પર સુનાવણી કરી હતી. આ અરજીમાં સુશાંત સિંહ રાજપૂતના મોતની તપાસ CBI અને NIA કરે તેવી માગણી કરવામાં આવી હતી. અરજીકર્તા તરફથી વકીલ સુભાષ ઝાએ કોર્ટમાં પોતાના પક્ષ રજૂ કર્યો હતો. ત્યારબાદ CJIએ કહ્યું હતું, અમને કહેવામાં આવ્યું કે CBIએ છ આરોપીઓ વિરુદ્ધ FIR નોંધી છે. આ કેસમાં તમારું સ્ટેન્ડ શું છે. આ પ્રકારની દલીલ ના કરો અને હાસ્યાસ્પદ નિવેદનો ના આપો.

જોકે, આ પહેલાં કેન્દ્ર સરકાર તરફથી સૉલિસિટર જનરલ તુષાર મહેતાએ સુપ્રીમ કોર્ટ સમક્ષ પોતાનો પક્ષ મૂક્યો હતો, જેમાં પટનામાં નોંધાયેલ FIRના આધાર પર કેસ પહેલાં જ CBIને હેન્ડઓવર કરી દેવામાં આવ્યો છે.

બિહાર સરકારે CBI તપાસની ભલામણ કરી હતી આ પહેલાં બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારે આ કેસની તપાસ CBI કરે તેવી ભલામણ કેન્દ્ર સરકારને કરી હતી. 25 જુલાઈના રોજ સુશાંતના પિતાએ પટનાના રાજીવ નગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. આ ફરિયાદમાં રિયા તથા તેના પેરેન્ટ્સ, ભાઈ અને અન્ય બે લોકો વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવી હતી.







Law student appeals for NIA probe, CJI says, who are you? stranger interferes in the case without reason, we reject the application