Translate to...

લેબ આસિસ્ટન્ટ તરીકે કામ કરતી ચીની સૈન્યની મહિલાની જાસુસી બદલ અમેરિકામાં ધરપકડ, અન્ય ત્રણની શોધખોળ ચાલુ

લેબ આસિસ્ટન્ટ તરીકે કામ કરતી ચીની સૈન્યની મહિલાની જાસુસી બદલ અમેરિકામાં ધરપકડ, અન્ય ત્રણની શોધખોળ ચાલુ
અમેરિકામાં જાસૂસી કરવાનો ઈરાદો રાખતું ચીન તેની જ જાળમાં ફસાયું છે. તે પણ સાબિત થયું છે કે શી જિનપિંગ અને તેની સૈન્ય ડિપ્લોમેટિક સ્ટેટસનો ઉપયોગ જાસૂસી કરવા માટે કરે છે. શુક્રવાર અને શનિવારે રાત્રે 3 વાગ્યે FBIએ સાન ફ્રાન્સિસ્કોમાં ડિપ્લોમેટિક ફેસેલિટીથી તાંગ ઝૂઆન (37)ની ધરપકડ કરી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અમેરિકાની ગુપ્તચર એજન્સીઓ દેશમાં વધુ ત્રણ ચીની જાસૂસોની શોધ કરી રહી છે. દેશની સરહદો પર અધિકારીઓને એલર્ટ રહેવા જણાવાયું છે.

તાંગ ઉપર ક્યારે અને કેવી રીતે શંકા ગઈ મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તાંગને ઘણી વાર દેશના વિવિધ કોન્સ્યુલેટ અથવા રાજદ્વારી ફેસેલિટીમાં જતા જોવામાં આવતા હતા. તાંગ પોતે સોશિયલ મીડિયા પર નહોતી. જોકે, તેના એક મિત્રે તેનો ફોટો ફેસબુક પર શેર કર્યો છે. તાંગે બેઇજિંગમાં આર્મી લેબમાં કામ કર્યું ત્યારે આ ફોટો બનાવવામાં આવ્યો હતો. FBIની શંકાની પુષ્ટિ મળી થઈ. ત્યાર બાદ તાંગ ઉપર દેખરેખ વધારવામાં આવી હતી.

કોણ છે તાંગ ઝૂઆન? તાંગ જાસુસી સાથે સંકળાયેલી હોઈ તેના વિષે બહુ વધુ વિગતો સામે આવી નથી. તેણે બાયોલોજી સાથે બેઇજીંગથી ગ્રેજ્યુએશન કર્યું છે. તે ચીનની સેનાની લેબમાં કામ કરતી હતી. ત્યારબાદ અમેરિકન સ્ટાઈલમાં અંગ્રેજી બોલાવનું શીખ્યું અને જાસુસીની તાલીમ લીધી. અમેરિકી વિઝા બન્યો અને ન્યૂયોર્ક પહોચી ગઈ. અમેરિકાની ની જાણીતી ડેવિસ રિસર્ચ લેબમાં મદદનીશ તરીકે નોકરી મળી ગઈ. તાંગ અહી પાર્ટ ટાઈમ જોબ કરતી હતી, પણ તેનું મિશન તો દુનિયાના સૌથી તાકાતવર દેશમાંચ જાસુસીનું હતું.

શું ચીનના કોન્સ્યુલેટમાં જવું ગુનો હતો? કોઈપણ નાગરિક વાજબી કારણોસર તેના દેશમાં રાજદ્વારી સુવિધાઓમાં જઈ શકે છે. પરંતુ, જો તે ત્યાં જ રહેવા માંગે છે, તો તેની મંજૂરી સંબંધિત દેશની સરકાર પાસેથી લેવી પડે છે. તાંગે માત્ર સાન ફ્રાન્સિસ્કો, હ્યુસ્ટન અને ટેક્સાસના ચીની કોન્સ્યુલેટમાં જ ગઈ ન હતી, પરંતુ મહિનાઓ સુધી અહીં રોકાઈ પણ હતી. જ્યારે કે ન તો તે રાજદ્વારી મિશનનો ભાગ હતી કે ન તો તેના કોઈ સગા ત્યાં હતા. સવાલ એ છે કે કોન્સ્યુલેટમાં તેનું આવવા જવાનું કેમ થતું હતું?

હવે શું થશે? બે વાત થશે. સોમવારે તેને કોર્ટમાં હાજર કરાશે. તેના ઉપર અત્યારે વિઝા ફ્રોડનો કેસ છે. તપાસમાં જાસૂસીનો આરોપ સાબિત કરવા માટે પુરાવા ભેગા કરવામાં આવશે. તેને સેક્રોમેંટો જેલમાં રાખવામાં આવી છે પણ પૂછતાછ ગમે તે જગ્યાએ થઇ શકે છે. બીજું- દુનિયામાં પોતાનું નાક બચાવી રાખવા માટે ચીન કોઈ નિર્દોષ અમેરિકનને ફસાવીને જેલમાં નાખી શકે છે. સામાન્ય રીતે ડિપ્લોમેસીમાં આવું જ થાય છે. જોકે, અમેરિકાએ આ અંગે પહેલેથી જ તૈયારી કરી લીધી છે.

તાંગના કેટલા મદદગાર છે હ્યુસ્ટનના ચાઇનીઝ કોન્સ્યુલેટના પાછળના ભાગમાં દસ્તાવેજો સળગાવી દેવામાં આવ્યા હતા. એવી શંકા છે કે આમાંના કેટલાક કાગળો એવા હતા કે જે તાંગ અને અન્ય ચીની જાસૂસી નેટવર્ક વિશે માહિતી આપી શકતા હતા. તેથી જ, શુક્રવારે, જ્યારે FBIએ આ બિલ્ડિંગની તપાસ કરી, ત્યારે વિશેષ ફોરેન્સિક ટીમે અનેક નમૂનાઓ લીધા. આ પછી FBI એજન્ટોએ તેમનું કામ કર્યું. કેટલાક મીડિયા અહેવાલો જણાવે છે કે FBI હવે તાંગના ત્રણ સહાયકોની શોધમાં છે. તેમાં એક 27 વર્ષીય મહિલા છે. તે ટેક્સાસમાં રહે છે. હજી સુધી કોઈ નામ જાહેર કરવામાં આવ્યું નથી.Chinese military woman working as lab assistant arrested in US for spying, search for three others continues