લોઢવામાં ભારે વરસાદને કારણે કોઝવે પર પાણી ફરી વળ્યા, સોમત નદીમાં ઘોડાપૂર આવતા સોમનાથ-કોડીનાર હાઇવે બંધ થયો

લોઢવામાં ભારે વરસાદને કારણે કોઝવે પર પાણી ફરી વળ્યા, સોમત નદીમાં ઘોડાપૂર આવતા સોમનાથ-કોડીનાર હાઇવે બંધ થયોસમગ્ર સૌરાષ્ટ્રમાં વહેલી સવારથી જ વરસાદ વરસી રહ્યો છે. ત્યારે વરસાદને કારણે સૌરાષ્ટ્રની મોટાભાગની નદીઓમાં પૂર આવ્યાં છે. રસ્તાઓ અને કોઝ-વે પરથી પસાર થઈ રહ્યાં છે. ત્યારે લોઢવા અને તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદને કારણે કોઝ-વે પાણીમાં ગરકાવ થયા છે. લોઢવાથી ઉંબરીને જોડતા રસ્તા પર આવેલા કોઝ-વે પર વરસાદી પાણી ફરી વળ્યાં છે. ત્યારે ગામલોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે. ગ્રામજનો કમર સુધીના પાણીમાંથી જીવના જોખમે રસ્તો પાર કરે છે.

સોમનાથ કોડીનાર હાઇવે બંધતો બીજી તરફ સોમનાથમાં પણ મેઘો મહેરબાન થયો છે. ત્યારે ભારે વરસાદને કારણે કોડીનાર-સોમનાથ હાઇવે બંધ થયો છે. હાઇવે પર આવેલી સોમત નદીમાં ઘોડાપૂર આવ્યાં છે. જેને કારણે પુલને અડીને વરસાદી પાણી નદીમાંથી પસાર થઈ રહ્યાં છે. ત્યારે વાહનવ્યવહાક ઠપ થયો છે. હાલ પુલની બંને તરફનો વાહનવ્યવહાર બંધ કરવામાં આવ્યો છે. જેને કારણે કલાકોથી વાહનચાલકો મુશ્કેલીનો સામનો કરી રહ્યાં છે.

બોલેરો તણાતા બેનો બચાવ, એક લાપતાઆ વરસાદી પાણીમાં બોલેરો તણાંતા તેને ટ્રેક્ટરની મદદથી બહાર કાઢવામાં આવી હતી. બોલેરો પિકઅપ લઇને ડ્રાઇવર ભાવેશ શશીકાંત રાઠોડ તથા સાથે બે મજૂર પ્રકાશ ગોવિંદભાઇ ચાવડા તથા બીખો રણછોડદાસ આશ્રમ પાછળ કુવાડવા રોડ પર આવેલા લાપાસરી ગામમાંથી એક મૃતક ભેંક અને ગાય લઇને ખોખડદડ નદી પર આવેલા વેલનાથપરા પૂલ પરથી પસાર થતા હતા ત્યારે પાણીનો ફોર્સ નદીમાં વધી ગયો હતો. આથી બોલેરો પિકઅપ ડૂબવા લાગી હતી. ત્યારે ભાવેશ બહાર નીકળી ગયો હતો જ્યારે ભીખો તણાય ગયો હતો. જેની શોધખોળ ચાલી રહી છે. બોલેરો પિકઅપના માલિક સુરેશભાઇ દુદાભાઇ રાઠોડ રોહિદાસપરા અણછોડદાસ આશ્રમ પાછળ કુવાડવા રોડ રાજકોટ ખાતે મરેલા ઢોરને ઉપાડવાનો કોન્ટ્રાક્ટ રાખે છે.સોમત નદી પૂર આવતા સોમનાથ-કોડીનાર હાઇવે બંધ