Translate to...

લુંગી ગિડીના સપોર્ટમાં 30 દિગ્ગજ, કહ્યું- ક્રિકેટમાં જાતિવાદ સમાપ્ત નથી થયો, પૂર્વ અને વર્તમાન ખેલાડી બ્લેક લાઇવ્સ મેટરનું સમર્થન કરે

લુંગી ગિડીના સપોર્ટમાં 30 દિગ્ગજ, કહ્યું- ક્રિકેટમાં જાતિવાદ સમાપ્ત નથી થયો, પૂર્વ અને વર્તમાન ખેલાડી બ્લેક લાઇવ્સ મેટરનું સમર્થન કરેદક્ષિણ આફ્રિકાના ઝડપી બોલર લુંગી ગિડીએ રંગભેદ સામે ચાલી રહેલા બ્લેક લાઇવ્સ મેટર આંદોલનને ટેકો આપ્યો છે. જેના પર ટીમના કેટલાક ખેલાડીઓ જેમ કે બોએતા દિપેનાર, પેટ સિમકોક્સ અને રૂડી સ્ટેન દ્વારા તેની ટીકા કરવામાં આવી હતી. આ પછી, હાશિમ અમલા, મકાયા એન્ટિની, હર્શેલ ગિબ્સ અને વર્નોન ફિલાન્ડર સહિત 30થી વધુ ખેલાડીઓ તેના સમર્થનમાં સામે આવ્યા છે. બધાએ સ્વીકાર્યું કે ક્રિકેટમાં જાતિવાદ હજી ચાલે જ છે.

ગિડીએ કહ્યું હતું કે તમામ ભૂતપૂર્વ અને વર્તમાન દક્ષિણ આફ્રિકાના ખેલાડીઓએ બ્લેક લાઇવ્સ મેટરને ટેકો આપવો જોઈએ. ખાસ કરીને આ દેશનો ઇતિહાસ જોયા પછી તેની સાથે ઉભા રહેવું જોઈએ. તેણે કહ્યું હતું કે રંગભેદ એક એવી વસ્તુ છે, જેને આપણે ખૂબ ગંભીરતાથી લેવી જોઈએ, જેવી રીતે વિશ્વભરમાં લેવામાં આવી છે.

રંગભેદનેકારણેદક્ષિણઆફ્રિકાએ21વર્ષપ્રતિબંધભોગવ્યોહતોરંગભેદનો દક્ષિણ આફ્રિકામાં લાંબો ઇતિહાસ છે. રંગભેદને કારણે, દક્ષિણ આફ્રિકાની ક્રિકેટ ટીમને 1970 થી 1991 (21 વર્ષ) દરમિયાન પ્રતિબંધનો સામનો કરવો પડ્યો હતો. આ પછી દેશમાં રંગભેદ વિરુદ્ધ એક મોટું આંદોલન થયું અને દરેકને સમાનતાનો અધિકાર મળ્યો. ક્રિકેટ ટીમમાં, સફેદ અને અશ્વેત ખેલાડીઓ વચ્ચેનું અંતર પણ ઓછું થયું.

ડેરેન સેમીએ પણ લુંગીને ટેકો આપ્યો છેવેસ્ટ ઇન્ડીઝના ભૂતપૂર્વ કેપ્ટન ડેરેન સેમીએ પણ ગિડીને ટેકો આપ્યો હતો. તેમણે કહ્યું કે, ગિડીની ટીકા કહે છે કે રંગભેદની વિરુદ્ધ બોલવું શા માટે મહત્વપૂર્ણ છે. આપણે બધાએ રંગભેદ સામે એકસાથે ઉભા રહેવું પડશે.

અમલાએ રંગભેદની સામે ઉભા રહેવા બદલ દરેકનો આભાર માન્યોહાશિમ અમલાએ લુંગી ગિડી અને તેના સપોર્ટમાં આવેલા તમામ ખેલાડીઓનો આભાર માન્યો હતો. તેણે ગિડી સાથે ફોટો શેર કર્યો અને ઇન્સ્ટાગ્રામ પર એક મેસેજ પોસ્ટ કર્યો. તેણે કહ્યું કે રંગભેદ સામે એક સાથે ઉભા રહેવા બદલ દરેકનો આભાર. આજની પરિસ્થિતિમાં તેની ખૂબ જ જરૂર છે.

View this post on Instagram

Waking up to 100s of messages on my whatsapp is a usual occurance especially with the introduction of whatsapp groups. Most of the time it's not serious stuff but I now know that being offline for a day(for whatever reason) can throw you into a storm unwittingly. Well... here's my (latest) weather report The Black Lives Matter (BLM) campaign has relevance for everyone. Why? In the Islamic tradition it is understood that the first man, Adam (peace be upon him), was of dark skin henceforth all of humanity have deep roots to this proud heritage and should have zero qualms in being refered to as black. This make it even clearer for the person who believes in their black lineage that the imagined superiority of whites over blacks or blacks over whites, or one nationality over another, is simply delusional. Yes that's right- nothing but delusional. However many of us, including myself have bore the brunt of these delusions and have crazy stories to tell which is why it makes it even more admirable to see exceptional youngsters like @lungingidi doing his bit to represent us all. Thank you brother and all those who stand up for just causes in their own way-publically and privately. I speak for myself and those who share this belief that the end product of being racist is only self destruction and social change. There are oppressed people here in this country and the world over, of all colours and walks of life, cricket included. However the darker skinned people have had the worst of it. Some may convince themselves otherwise but you have to ask yourself - are those who know the same as those who dont know? Justice for all is the only true justice that will bring peace and anything else is sadly delusional. So why is Black Lives Matter relevant for us ?... because we are all black (to me anyway). I stand with all those who are oppressed. And I stand with @lungingidi (again). This pic is from his debut in January 2018. #bigmanbigsmile #istandwithlungi

A post shared by Hashim Amla (@hashamla) on Jul 15, 2020 at 12:33am PDT

CSA પણ બ્લેક લાઇવ્સ મેટરને ટેકો આપી રહ્યું છેક્રિકેટ સાઉથ આફ્રિકા (CSA)ના કાર્યકારી CEO જેક્સ ફાલે જણાવ્યું છે કે તેમનું બોર્ડ 'બ્લેક લાઇવ્સ મેટર (BLM)' આંદોલન સાથે ઉભું છે. આ ભેદભાવ સામે લોકોને શિક્ષિત કરવા બોર્ડ તેના તમામ મંચનો ઉપયોગ કરશે. તેમણે કહ્યું કે, બોર્ડની સ્થાપના જ બિન-જાતિવાદના નિયમો પર કરવામાં આવી હતી. તેમાં દરેકને સમાન અધિકાર છે.હાશિમ અમલાએ લુંગી ગિડી અને તેના સપોર્ટમાં આવેલા તમામ ખેલાડીઓનો આભાર માન્યો હતો. -ફાઇલ ફોટો